Hathras : ઉત્તરપ્રદેશના હાથરસમાં ગતરોજ બનેલી ઘટનાનો પ્રાથમિક રીપોર્ટ સામે આવ્યો છે, એસડીએમએ હાથરસ અકસ્માતનો તપાસ રિપોર્ટ ડીએમને સોંપ્યો છે. SDMના રિપોર્ટમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. આ રીપોર્ટ મુજબ સત્સંગમાં બે લાખથી વધુ લોકોની ભીડ ઉમટી પડી હતી. રિપોર્ટમાં બાબાના અંગત સુરક્ષા કર્મચારીઓને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. સત્સંગ બાદ બાબાના પગની ધૂળ હટતા જ લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. કાળા કપડામાં તૈનાત સુરક્ષાકર્મીઓએ જ ધક્કામુકી કાર્યનું રીપોર્ટમાં સામે આવ્યું છે. બીજીબાજુ બે લાખ લોકોના કાર્યક્રમની મંજૂરી પણ વહીવટીતંત્ર પાસેથી લેવામાં આવી ન હતી.

Hathras : શું છે SDM ના પ્રાથમિક રીપોર્ટમાં ?
એસડીએમના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હાથરસના ફુલરાઈ ગામમાં ભોલે બાબા ઉર્ફે નારાયણ સાકર હરિનો સત્સંગ હતો. નારાયણ સાકર હરિ (ભોલે બાબા) લગભગ 12.30 વાગ્યે સત્સંગ પંડાલમાં પહોંચ્યા. એક કલાક સુધી કાર્યક્રમ ચાલુ રહ્યો. સત્સંગમાં બે લાખથી વધુની ભીડ ઉપસ્થિત રહી હતી. બપોરે 1.40 વાગ્યે, જ્યારે નારાયણ હરિ (ભોલે બાબા) એટા તરફ જવા માટે પંડાલમાંથી બહાર આવ્યા, ત્યારે ભક્તોએ તેમના આશીર્વાદ લેવાનું શરૂ કર્યું અને તેમના કપાળ પર તેમના પગની ધૂળ લગાવી જે માર્ગથી ભોલે બાબા નીકળતા હતા.

જીટી રોડના ડિવાઈડર પર પણ ઘણા લોકો પહેલાથી જ દર્શન માટે ઉભા હતા. તેઓ બાબા તરફ જવા લાગ્યા અને તેમની કારની પાછળ દોડવા લાગ્યા. જ્યારે ભક્તો બાબાના પગની ધૂળ લેવા માટે વાહન તરફ દોડવા લાગ્યા ત્યારે બાબાના અંગત સુરક્ષાકર્મીઓ (બ્લેક કમાન્ડો) અને સેવકોએ લોકોને ધક્કો મારવાનું શરૂ કર્યું. જેના કારણે કેટલાક લોકો નીચે પડી ગયા હતા. તે પછી પણ ભીડ શાંત ન થઈ અને અરાજકતાનું વાતાવરણ સર્જાયું અને નાસભાગ મચી ગઈ.
જે બાદ લોકો રસ્તાની બીજી બાજુએ સ્થળની સામેના ખુલ્લા મેદાન તરફ દોડી ગયા હતા. રસ્તા પરથી ખેતરો તરફ ઉતરતી વખતે ઢાળવાળી જગ્યાના કારણે મોટાભાગના લોકો લપસીને પડી ગયા હતા. અને ભીડ તેની ઉપરથી પસાર થઈને અહીં-તહીં દોડવા લાગી હતી અને આવડી મોટી દુર્ઘટના સર્જાઈ હતી.
Hathras : FIRમાં ભોલે બાબાનું નામ જ નથી

Hathras : હાથરસ કેસમાં ગંભીર કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. મુખ્ય સેવાદાર દેવપ્રકાશ મધુકર અને સત્સંગ કાર્યક્રમના અન્ય આયોજકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023ની કલમ 105, 110, 126(2), 223 અને 238 હેઠળ FIR નોંધવામાં આવી છે. જોકે મોટા સમાચાર એ છે કે જગત ગુરુ સાકર વિશ્વહારી ભોલે બાબાનું નામ આ FIRમાં નોંધવામાં આવ્યું નથી.
Hathras : કોણ છે ભોલે બાબા ?

Hathras : ભોલે બાબાનું સાચું નામ સૂરજ પાલ છે. તે એટાહનો રહેવાસી છે. લગભગ 25 વર્ષથી સત્સંગ કરે છે. પશ્ચિમ યુપી ઉપરાંત રાજસ્થાન અને હરિયાણામાં પણ તેના અનુયાયીઓ છે. દુર્ઘટના બાદ બાબા ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. પોલીસે તેમની શોધમાં આખી રાત દરોડા પાડ્યા હતા મૈનપુરીમાં બાબાના આશ્રમ પહોંચી, પરંતુ તે મળ્યો નહીં. મૈનપુરીમાં આશ્રમની બહાર પોલીસ તહેનાત છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો