Home Breaking News Afghan currency  :  ના હોય !! ભારત કરતા આ ગરીબ દેશનો રૂપિયો...

Afghan currency  :  ના હોય !! ભારત કરતા આ ગરીબ દેશનો રૂપિયો વધુ મજબુત

0
1011
Afghan currency
Afghan currency

Afghan currency  :  ભારતની અર્થવ્યવસ્થા વિશ્વના મોટા દેશોમાં સૌથી ઝડપી ગતિએ વધી રહી છે. ભારતનું વિદેશી મુદ્રા ભંડાર ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે અને દેશ મેન્યુફેક્ચરિંગ હબ બનવા તરફ આગળ વધી રહ્યો છે. પરંતુ એ વાત પણ માનવી પડે કે ભારતીય ચલણ ખૂબ જ નીચા સ્તરે ટ્રેડ થઈ રહ્યું છે.  ભારતીય રૂપિયો ડૉલરની સરખામણીએ તેની સર્વકાલીન નીચી સપાટી  પર આવી ગયો હતો. હાલમાં એક ડોલર 83.53 રૂપિયામાં આવી રહ્યો છે.

Afghan currency

Afghan currency  :  યુએસ ટ્રેઝરી યીલ્ડમાં વધારો અને ક્રૂડ ઓઈલના ભાવમાં અસ્થિરતાને કારણે રૂપિયામાં આ ઘટાડો દેખાઈ રહ્યો છે. પરંતુ આપણો એક પાડોશી દેશ જે આમતો ગરીબ દેશોની યાદીમાં આવે છે પરંતુ ચલણની બાબતમાં અજાયબીઓ કરી રહ્યો છે.  તેનું ચલણ ભારત કરતા પણ વધુ મજબુત થઇ ગયું છે, અને એ ફક્ત આપણા કરતાં વધુ મજબૂત નથી, પરંતુ તે સમગ્ર વિશ્વમાં સારું પ્રદર્શન કરી રહ્યું છે.

Afghan currency  :   અફઘાનિસ્તાનનું ચલણ આપણા કરતાં વધુ મજબૂત છ

Afghan currency

અમે અફઘાનિસ્તાનની વાત કરી રહ્યા છીએ. અફઘાનિસ્તાનની કરન્સી અફઘાન  ભારતીય રૂપિયા કરતાં સારી સ્થિતિમાં છે. જ્યારે આપણે એક ડોલર માટે 83.53  રૂપિયા ચૂકવવા પડે છે, ત્યારે તમે 70.8૦  અફઘાની ચલણમાં એક ડોલર ખરીદી શકો છો. જો ભારતીય રૂપિયાની વાત કરવામાં આવે તો અત્યારે એક અફઘાની ચલણને બદલે ભારતીય રૂપિયો 1.18 પૈસા ચાલી રહ્યો છે,   આટલું જ નહીં ગત સપ્ટેમ્બર ક્વાર્ટરમાં અફઘાનિસ્તાનની કરન્સી સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતી કરન્સી રહી હતી. બ્લૂમબર્ગના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં અફઘાન ચલણ વિશ્વમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતી કરન્સી હતી. છેલ્લા ક્વાર્ટરમાં અફઘાન ચલણના મૂલ્યમાં 9 ટકાનો વધારો થયો હતો. જોકે, નિષ્ણાતોનું કહેવું છે કે અફઘાન ચલણમાં આ ટૂંકા ગાળાનો વધારો છે.

Afghan currency  :   અફઘાનનું ચલણ શા માટે ચમકી રહ્યું છે?

Afghan currency

હવે તમે વિચારતા હશો કે તાલિબાનના શાસનમાં જે દેશની પાસે પાયાની સુવિધાઓ પણ નથી તે દેશનું ચલણ રૂપિયા કરતા વધુ મજબૂત કેવી રીતે હોઈ શકે. અફઘાનિસ્તાન વિશ્વના સૌથી ગરીબ દેશોમાં સામેલ છે. અહીં નિરક્ષરતા અને બેરોજગારી ચરમસીમાએ છે. અફઘાન ચલણમાં વધારો થવાનું કારણ એ છે કે ત્યાં યુએસ ડોલર અને પાકિસ્તાની રૂપિયા પર પ્રતિબંધ છે. તમે ત્યાં ઓનલાઈન ચલણનો વેપાર પણ કરી શકતા નથી. બીજી તરફ અફઘાનિસ્તાનમાં હવાલાનો ધંધો ફૂલીફાલી રહ્યો છે. મની એક્સચેન્જ જેવા કામો પણ હવાલા દ્વારા થાય છે. અમેરિકી ડોલર દાણચોરી દ્વારા અફઘાનિસ્તાન પહોંચે છે અને હવાલા મારફતે તેની આપલે થાય છે. આ તમામ બાબતો અફઘાન ચલણને ડોલર સામે મજબૂત કરી રહી છે.

Afghan currency  :   યુએનની મદદ પણ એક કારણ છે

અફઘાન ચલણમાં વધારો થવા પાછળનું એક કારણ યુએનની મદદ પણ છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, સંયુક્ત રાષ્ટ્ર અફઘાનિસ્તાનને સહાય ભંડોળ આપે છે. તાલિબાન શાસનથી, યુએનએ અફઘાનિસ્તાનને $5.8 બિલિયનની સહાય પૂરી પાડી છે. યુએન અનુસાર, આ વર્ષે અફઘાનિસ્તાનને 3.2 બિલિયન ડોલરની સહાયની જરૂર છે, જેમાંથી 1.1 બિલિયન ડોલર મળ્યા છે. આ સિવાય અફઘાનિસ્તાનમાં પણ પુષ્કળ પ્રાકૃતિક સંસાધનો છે. અહીં લિથિયમનો મોટો ભંડાર છે, જેની કિંમત લગભગ 3 ટ્રિલિયન ડોલર છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે