RajyaSabha : લોકસભા બાદ આજે રાજ્યસભામાં પીએમ મોદીનું સંબોધન, વિપક્ષે કર્યું વોકઓઉટ   

0
234
RajyaSabha
RajyaSabha

RajyaSabha : ગતરોજ લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર વડાપ્રધાન મોદીએ આભાર પ્રસ્તાવ પર સંબોધન કર્યું હતું, ત્યારે આજે રાજ્યસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ રજુ કર્યો હતો. આ દરમિયાન તેઓ વિપક્ષ દ્વારા લગાવવામાં આવેલા અનેક આરોપોનો જવાબ આપ્યા હતા જોકે વિપક્ષે રાજ્યસભામાંથી વોકઓઉટ કરી દીધું હતું.  

RajyaSabha

RajyaSabha :  શું કહ્યું વડાપ્રધાન મોદીએ ?

RajyaSabha : રાજ્યસભામાં વડાપ્રધાન મોદીએ સંબોધનમાં કહ્યું હતું કે ભારતની જનતાએ ત્રીજી વખત પૂર્ણ બહુમતી સાથે સ્થિર સરકારને ચૂંટીને દેશને સ્થિરતા પ્રદાન કરી છે.  આ દરમિયાન આપણા કોંગ્રેસના લોકો પણ ખુશ છે. આ ખુશીનું કારણ શું છે? આ અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ ખુશી હારની હેટ્રિક પર છે. આ ખુશી નર્વસ નાઈન્ટીઝની શોધમાં છે. શું આ બીજા નિષ્ફળ લોન્ચની ખુશી છે?

RajyaSabha : કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર

RajyaSabha

ગતરોજ લોકસભામાં વિપક્ષ પર પ્રહારો કર્યા બાદ આજે રાજ્યસભામાં પણ પીએમ મોદીએ વિપક્ષને આડેહાથ લીધી હતી, વડાપ્રધાને ઈમરજન્સીને ટાંકીને કહ્યું હતું કે મેં બે દિવસમાં ઘણા વરિષ્ઠ નેતાઓ પાસેથી સાંભળ્યું, ત્યારે સમગ્ર દેશ નિરાશ થયો. અહીં એવું કહેવામાં આવ્યું હતું કે આ પહેલી ચૂંટણી હતી, જેનો મુદ્દો બંધારણની રક્ષાનો હતો. શું તમે 1977ની ચૂંટણી ભૂલી ગયા છો? જ્યારે દેશે બંધારણના રક્ષણ માટે મતદાન કર્યું ત્યારે અખબારો અને રેડિયો બંધ કરવામાં આવ્યા હતા. બંધારણની રક્ષા માટે સૌથી મોટી ચૂંટણી 1977ની ચૂંટણી હતી, જ્યારે દેશની જનતાએ સત્તા પરથી લોકોને દૂર કર્યા હતા. જો આ વખતે બંધારણની રક્ષા માટે ચૂંટણી હતી તો દેશે અમને તેના માટે યોગ્ય ગણ્યા છે.

RajyaSabha : ભ્રષ્ટાચારીઓને તમે બચાવો છો : મોદી

જેમને સજા થઈ છે તેમની સાથે ફોટા પડાવે છે. જ્યારે ભ્રષ્ટાચારીઓ જેલમાં જાય છે ત્યારે તેઓ હંગામો મચાવે છે. અહીં કેન્દ્રીય તપાસ એજન્સીઓ પર સરકાર દ્વારા તેનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. તમે ભ્રષ્ટાચાર કરો છો, તમે દારૂનું કૌભાંડ કરો છો, તમે બાળકોના કામમાં કૌભાંડો કરો છો, કોંગ્રેસ તમારા વિશે ફરિયાદ કરે છે અને કોંગ્રેસ તમને કોર્ટમાં લઈ જાય છે. કાર્યવાહી થાય તો મોદીને ગાળો. હવે તમે ભાગીદાર બની ગયા છો.

RajyaSabha : વિપક્ષે કર્યું વોક ઓઉટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન દરમિયાન વિપક્ષી સભ્યોએ રાજ્યસભામાંથી વોકઆઉટ કર્યો હતો. રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે વોકઆઉટની નિંદા કરી અને કહ્યું કે તેનાથી દેશના 140 કરોડ લોકોને નુકસાન થશે. આજે તેમણે ગૃહ છોડ્યું નથી, તેમણે ગૌરવ છોડી દીધું છે. આ અમારું કે તમારું અપમાન નથી, પરંતુ ગૃહનું અપમાન છે. તેમણે મારા તરફ પીઠ ફેરવી નથી, તેમણે ભારતના બંધારણ તરફ પીઠ ફેરવી છે. હું ખૂબ જ દુઃખી છું, ભારતના બંધારણનું આટલું અપમાન, આટલી મોટી મજાક. મને આશા છે કે તેઓ આત્મનિરીક્ષણ કરશે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો