Harani boat accident : હરણી બોટકાંડ કેસમાં હાઇકોર્ટ લાલઘૂમ, તત્કાલીન વડોદરા મ્યુનિ.કમિ. સામે ડિસિપ્લિનરી પગલાં લેવા આદેશ

0
241
Harani boat accident
Harani boat accident

Harani boat accident : ગત 18 જાન્યુઆરીએે હરણી લેકઝોનમાં 12 બાળક સહિત 14 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ દુર્ઘટના મામલે હાઇકોર્ટમાં સુઓમોટો સુનાવણી થઈ રહી છે. આ સુનાવણી દરમિયાન હાઇકોર્ટે વડોદરાના તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સામે ડિસિપ્લિનરી પગલાં લેવા માટે અર્બન હાઉસિંગના સેક્રેટરીને આદેશ કર્યો છે. આ તપાસ IAS નિયમોના પરિપ્રેક્ષ્યમાં થશે. આ ઉપરાંત હાઇકોર્ટે સવાલ કર્યો કે કોન્ટ્રાકટર પાસે લાયકાત ના હોવા છતાં પહેલી વખત કોન્ટ્રેક્ટ નહોતો અપાયો તો બીજી વખત ફક્ત બે મહિનામાં લાયકાત કેવી રીતે આવી ગઈ?

Harani boat accident

Harani boat accident :  હાઇકોર્ટે કહ્યું તત્કાલીન મ્યુનિ.કમિશનરે કરેલું સોગંદનામું ગેરમાર્ગે દોરનારું

Harani boat accident : આ અંગે પીડિત પક્ષના વકીલ ઉત્કર્ષ દવે જણાવ્યું, સુઓમોટો PILની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સંદર્ભે હાઇકોર્ટમાં વડોદરા મ્યુનિસિપલ કમિશનરનું સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરવામાં આવેલા સોગંદનામાથી હાઇકોર્ટ નાખુશ છે. કોર્ટે એવી ટકોર કરી છે કે આ સોગંદનામું ગેરમાર્ગે દોરે છે. એની અંદરની હકીકત દર્શાવવામાં આવી નથી તેમજ કોર્ટે જે કોટિયા પ્રોજેક્ટને આ કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યો હતો એ કોન્ટ્રેક્ટ એકવાર રિજેક્ટ થયો હતો અને બે મહિના પછી ફરી તેને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.

Harani boat accident

Harani boat accident :  વકીલ ઉત્કર્ષ દવેએ આગળ કહ્યું કે, કોર્ટે એ વસ્તુ ઓર્ડરમાં નોંધી છે કે પહેલીવાર કોન્ટ્રેક્ટ રિજેક્ટ કરવામાં આવ્યો ત્યારે તેની ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી શૂન્ય હતી, પણ બે મહિનામાં એવું તો ક્યું વાદળ પડી ગયું કે આની ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી એટલી તો વધી ગઈ કે તેને કોન્ટ્રેક્ટ આપી દેવામાં આવ્યો. આ ઉપરાંત કોર્ટે ટકોર કરી કે આ સંપૂર્ણ બાબત માટે એ વખતના મ્યુનિસિપલ કમિશનર જવાબદાર છે. તેમજ કોર્ટે તપાસના આદેશ આપ્યા છે. એની સાથે સાથે મ્યુનિસિપલ કમિશનર સામે ડિસિપ્લિનરી પગલાં લેવા આદેશ કર્યો છે.

Harani boat accident : મેયર અને સંકલન સમિતિના ચેરમેન સામે પગલા લેવા માગ કરી હતી

Harani boat accident


Harani boat accident : આ ઘટનામાં કોટિયા પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટરો તો જવાબદાર છે જ, પરંતુ તેની સાથે સાથે જે તે સમયે કોટિયા પ્રોજેક્ટનું ટેન્ડર પાસ કરનાર કોર્પોરેશનના અધિકારી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના હોદ્દેદારો, મેયર અને પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે સંકલન સમિતિના હોદ્દેદારોની પણ એટલી જ બેદરકારી છે. ટેન્ડર પાસ કરવામાં ભૂમિકા ભજવનાર જે તે સમયના મ્યુનિસિપલ કમિશનર ડો.વિનોદ રાવ, તત્કાલીન સ્થાયી સમિતિના ચેરમેન ડો. જિગીશાબેન શેઠ અને સ્થાયી સભ્યો, મેયર ભરત ડાંગર, સંકલન સમિતિના તે સમયના મંત્રી રાકેશ પટેલ સહિત હોદ્દેદારો સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવા માટે મૃતક બાળકોનાં પરિવારજનો અને શહેરીજનો દ્વારા માગ ઊઠી હતી.

Harani boat accident :  શું હતો સમગ્ર મામલો

Harani boat accident


વડોદરા શહેર માટે કલંકરૂપ તારીખ 18 જાન્યુઆરી 2024ના રોજ બનેલી વડોદરા હરણી-મોટનાથ હોડી દુર્ઘટનામાં વાઘોડિયા રોડ ઉપર આવેલી ન્યૂ સનરાઇઝ સ્કૂલનાં 12 બાળકો અને 2 શિક્ષિકાઓના હોડી સહેલગાહ દરમિયાન હોડી પલટી મારી જવાથી ડૂબી જવાથી મોત નીપજ્યાં હતાં. 14 લોકોનો ભોગ લેનાર આ બનાવે વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવી મૂક્યો હતો. આ બનાવમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક પછી એક 18 જેટલા આરોપીઓની ધરપકડ કરીને જેલમાં ધકેલી આપ્યા છે. તો બીજી બાજુ વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ હોડી દુર્ઘટનામાં જવાબદાર અધિકારીઓ સામે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી હતી અને જવાબદાર મનાતા 6 અધિકારીઓને શોકોઝ નોટિસ આપવામાં આવી હતી. નોટિસમાં 7 દિવસમાં ખુલાસો કરવા માટે જણાવ્યું હતું.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો