નિર્જળા એકાદશી નિમિત્તે વારાણસીના ઘાટ પર હર હર ગંગે

0
73

લાખો શ્રધ્દાળુઓ વારાણસીના ઘાટ પર નિર્જળા એકાદશી નિમિત્તે ગંગા સ્નાન કરી રહ્યા છે. દેશભરમાંથી આસ્થા અને શ્રદ્ધા સાથે વારાણસીના ઘાટ પર ગંગા સ્નાન અને પૂજા વિધિ માટે શ્ર્ધ્દાળુઓ પહોંચ્યા છે

વહેલી સવારે ચાર વાગ્યે ભક્તોએ સૂર્ય પૂજા સાથે સ્નાન શરુ કર્યું હતું. ઋષિકેશ, હરિદ્વારમાં પણ ભક્તોએ ગંગા સ્નાન કરીને પૂજા કરી છે. નિર્જલા એકાદશી નિમિત્તે સનાતન ધર્મમાં ગંગા સ્નાનનો મહિમા છે અને તેજ રીતે પૂનમે પણ ભક્તો ગંગામાં ડૂબકી લગાવતા હોય છે.

અહી ઉલ્લેખનીય છેકે વારાણસીના કાયાપલટ બાદ અહી અનેક સુવિધાઓ યાત્રીકોને પ્રાપ્ત થઇ રહી છે. જૂની ગલીઓ અને આજનું વારાણસી તેના ભવ્ય ઐતિહાસિક વારસા સાથે દુનિયાભરના શ્રધ્દાળુઓ માટે અકર્શાનનું કેન્દ્ર છે . વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીનું લોકસભામાં પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. અને સતત વિકાસના કર્યો તેમનું ડ્રીમ પ્રોજેક્ટ ગણવામાં આવે છે

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ