ખરતા વાળ ની સમસ્યાથી શું આપ પણ છો પરેશાન ?

0
460

વાળ ખરવાની તકલીફ નો સામનો આજના સમયમાં લગભગ સૌ કોઈ કરી રહ્યા છે.આજની ફાસ્ટ લાઈફમાં આપડે આપણા વાળની કાળજી રાખવાનું ભૂલી જઈએ છીએ……

ખરતા વાળ
ખરતા વાળ

વાળ ખરવાના કારણો શું છે ?

  • ત્વચાના રોગના કારણે
  • મહિલાઓમાં પ્રેગ્નેસી બાદ
  • સ્તનપાન કરાવ્યા બાદ
  • કોસ્ટિક સોડાવાળા સાબુના ઉપયોગથી
  • રસાયણયુક્ત તેલનો ઉપયોગ કરવાથી
  • વધુ પડતો સ્ટ્રેસ લેવાથી
  • હોર્મોનલ ચેન્જીસ થવાથી
  • સ્થૂળતા હોવાના કારણે
image 22

જો તમે ખરતા વાળને અટકાવવા માંગો છો તો તમારે પૂરતા પ્રમાણમાં પ્રોટીન, ન્યુટ્રીશન લેવું જોઈએ. જો તમે પણ પુરતું ન્યુટ્રીશન લેશો તો આપ પણ આ તકલીફમાંથી છુટકારો મેળવી શકશો


નીચે પ્રમાણના ઉપાયો કરવાથી આપ પણ ખરતા વાળ ની સમસ્યાને અટકાવી શકો છો :

  • આહારમાં દૂધનો ઉપયોગ કરવો
  • ઋતુ મુજબ ફળોનો ઉપયોગ કરવો
  • કોસ્ટિક સોડા વગરના સાબુનો ઉપયોગ કરવો
  • માથું ધોવા માટે અરીઠાનો ઉપયોગ કરવો
  • માથું ધોવા માટે શિકાકાઈનો ઉપયોગ કરવો
  • ત્રિફલા, બેસન , છાશથી વાળ ધોવા જોઈએ
  • બ્રાહ્મીથી બનેલું તેલ વાપરવું જોઉએ
  • આમળાં-ભાંગરોનું તેલ વાપરી શકાય છે
  • શક્ય હોય તો ઘરે બનાવેલ તેલ વાપરવું
  • તેલ નાખ્યા પછી તડકામાં બેસવું જોઈએ
ફેમિલી ડોક્ટર કાર્યક્રમ

ડૉ.પલ્લવ દેસાઈના જણાવ્યા અનુસાર હેર કલરનો ઉપયોગ ઓછો અથવા નહિવત કરવો જોઈએ.


જો આપ પણ રોજબરોજ ડાઈ, સ્ટ્રેટનિંગ મશીન, વાળ વાંકડિયા કરવાનું મશીન, હેર ડ્રાયરનો ઉપયોગ કરો છો તો તમારા વાળને અસર થઈ શકે છે.


વધુમાં ડૉ. કહે છે કે આજના સમયમાં હેર ટ્રાન્સ પ્લાન્ટની સુવિધા તો ઉપલબ્ધ છે પણ તેની સફળતા પૂર્ણતા રૂપે નથી મળી શકી.

આ અંગે યુટ્યુબ પર આપ મહિતી મેળવી શકો છો , તે ઉપરાંત આપ ફેસબુક પર પણ આ કાર્યક્રમ જોઈ શકો છો.

સ્વાસ્થ્ય સંબંધિત માહિતી મેળવવા માટે અહિયાં ક્લિક કરો