Home Desh Gulmarg Ropeway Terror: ગુલમર્ગમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા, વિશ્વનો સૌથી ઊંચો રોપ-વે હવામાં બંધ...

Gulmarg Ropeway Terror: ગુલમર્ગમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા, વિશ્વનો સૌથી ઊંચો રોપ-વે હવામાં બંધ પડતાં ૩૦૦ પ્રવાસીઓ અધ્ધર લટક્યા, સેનાએ કમાન્ડો સ્ટાઈલથી કર્યું રેસ્ક્યૂ

0
262
Gulmarg Ropeway Terror
Gulmarg Ropeway Terror

Gulmarg Ropeway Terror: જમ્મુ-કાશ્મીરના વિશ્વવિખ્યાત પર્યટન સ્થળ ગુલમર્ગમાંથી એક કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. ગુલમર્ગનો પ્રખ્યાત ગોંડોલા રોપ-વે સોમવારે એક મોટી ટેક્નિકલ ખામી સર્જાવાને કારણે અધ્ધર હવામાં અચાનક થંભી ગયો હતો. રોપ-વે બંધ પડી જતાં અલગ-અલગ કેબિનોમાં વૃદ્ધો, મહિલાઓ અને બાળકો સહિત આશરે ૩૦૦ જેટલા પ્રવાસીઓ હવામાં લટકી પડ્યા હતા, જેને પગલે ભારે અફરાતફરી અને ગભરાટનો માહોલ સર્જાયો હતો.

Gulmarg Ropeway Terror

Gulmarg Ropeway Terror: ગાઢ ખીણ અને બરફીલા શિખરો વચ્ચે બાળકો-વૃદ્ધો રડવા લાગ્યા

નજરેજોનારાઓના જણાવ્યા અનુસાર, હવામાં કેબિનો અટકી જતાં પ્રવાસીઓ જીવના જોખમે કલાકો સુધી ફસાયેલા રહ્યા હતા. ગભરાટના માર્યા નાનાં બાળકો અને વૃદ્ધો જોરજોરથી રડવા લાગ્યા હતા અને બચાવો-બચાવોની બૂમો પાડતા વિડીયો પણ સામે આવ્યા છે. ઘટનાની ગંભીરતાને જોતાં તાત્કાલિક શ્રીનગરથી સ્પેશિયલ રેસ્ક્યૂ ટીમો રવાના કરવામાં આવી હતી. તેમજ ભારતીય સેના, સ્થાનિક પોલીસ, પ્રશાસન અને SDRFની સંયુક્ત ટીમોએ દોરડાંની મદદથી અત્યંત જોખમી અને મોટા પાયે બચાવ અભિયાન શરૂ કર્યું હતું.

Gulmarg Ropeway Terror

Gulmarg Ropeway Terror: મુખ્યમંત્રી અને એલજીની સીધી નજર: ‘ગભરાવાની જરૂર નથી’

આ ઘટના અંગે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને લેફ્ટનન્ટ ગવર્નર (LG) મનોજ સિંહાએ તાત્કાલિક હસ્તક્ષેપ કરીને પ્રવાસીઓને સુરક્ષિત બહાર કાઢવાની ખાતરી આપી હતી.

  • મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ જણાવ્યું કે, “સરકાર પરિસ્થિતિ પર સતત અને નજીકથી નજર રાખી રહી છે. તમામ કેબિનો અને તેમાં ફસાયેલા પ્રવાસીઓ હાલ સુરક્ષિત છે. પ્રશિક્ષિત ટીમો ઓપરેશન ચલાવી રહી છે, તેથી કોઈએ ગભરાવાની જરૂર નથી.”
  • એલજી મનોજ સિંહાએ કહ્યું કે, “મેં ડીજીપી (DGP)ને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચવા નિર્દેશ આપ્યો છે. સેના અને આપત્તિ વ્યવસ્થાપનની ટીમો સ્થળ પર મુસાફરોને હેમખેમ બહાર કાઢવા યુદ્ધના ધોરણે કામ કરી રહી છે.”
Gulmarg Ropeway Terror

Gulmarg Ropeway Terror: વિશ્વની બીજા નંબરની સૌથી ઊંચી કેબલ કાર સિસ્ટમ

ગુલમર્ગ ગોંડોલા રોપ-વે એશિયાનો સૌથી ઊંચો અને લાંબો કેબલ કાર પ્રોજેક્ટ છે, જ્યારે વૈશ્વિક સ્તરે તે દુનિયાની બીજી સૌથી મોટી અને ઊંચી કેબલ કાર સિસ્ટમ ગણાય છે. આ રોપ-વે બે તબક્કામાં ગુલમર્ગના બેઝ સ્ટેશનથી કોંગડોરી અને ત્યાંથી સીધો અફરવત શિખર સુધી પ્રવાસીઓને લઈ જાય છે.

ઉનાળાની સીઝન હોવાથી હાલ અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ બરફીલા શિખરોનો નજારો જોવા પહોંચ્યા છે. જોકે, આ ભયાનક ઘટના બાદ હવે રોપ-વેના સુરક્ષા ધોરણો અને તેની સમયાંતરે થતી જાળવણી (મેન્ટેનન્સ) સામે મોટા સવાલો ઊભા થવા લાગ્યા છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

 શેરબજારમાં રોકેટ ગતિ, સેન્સેક્સ ૧૦૭૪ પોઈન્ટના ઉછાળા સાથે ૭૬,૪૮૮ પર બંધ, નિફ્ટી ૨૪,૦૦૦ને પાર

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે