GUJRAT CONGRESS : રાહુલની ન્યાય યાત્રા ગુજરાતમાં પહોંચે એ પહેલા વધુ એક મોટો ઝટકો, આ નેતાએ આપ્યું રાજીનામું  

0
144
GUJRAT CONGRESS
GUJRAT CONGRESS

GUJRAT CONGRESS :  કોંગ્રેસમાં એક સાધે ત્યાં તેર તુટે જેવી સ્થિતિ યથાવત જોવા મળી રહી છે. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે કોંગ્રેસમાં વિખવાદ સામે આવી રહ્યા છે. ગુજરાતમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ન્યાય યાત્રા શરુ થાય તે પહેલા જ દાહોદ કોંગ્રેસમાં ભંગાણ જોવા મળી રહ્યુ છે. દાહોદ કોંગ્રેસ શહેર પ્રમુખ ઈશ્વર પરમારે કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યુ છે.

GUJRAT CONGRESS

GUJRAT CONGRESS  : રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં 7 માર્ચથી શરુ થવાની છે. 8 માર્ચના રોજ આ યાત્રા દાહોદમાં પહોંચશે અને રાહુલ ગાંધી અહીં કાર્યકર્તાઓને સંબોધન પણ કરવાના છે, જો કે રાહુલ ગાંધીની ન્યાય યાત્રા દાહોદ પહોચે તે પહેલા જ દાહોદ શહેરના કોંગ્રેસ પ્રમુખ ઇશ્વર પરમારે રાજીનામું આપી દીધુ છે.

GUJRAT CONGRESS

GUJRAT CONGRESS  : શું લખ્યું રાજીનામાંમાં ?

GUJRAT CONGRESS

રાજીનામા પત્રમાં તેમણે લખ્યું છે કે, હું છેલ્લા બે વર્ષથી દાહોદ શહેર પ્રમુખ તરીકને સેવા આપું છું. આ અગાઉ જીલ્લા કોંગ્રેસ સમિતિમાં પ્રવક્તા તરીકે 10 વર્ષ કાર્ય કર્યુ છે. સેવાદળમાં પણ મારી સેવાઓ આપી છે. કોંગ્રેસની વિચારધારાને ફેલાવવા માટે પક્ષ દ્વારા તાલીમ વર્ગ સારું કર્યો હતો. તેમાં પ્રદેશ કક્ષાએ અનેક તાલીમો પણ આપી છે. પક્ષમાં 1981થી  પાયાના કાર્યકર તરીકે કામગીરી કરું છું.

વર્તમાન સમયમાં દાહોદ શહેરના એક જૂથ દ્વારા મારો વારંવાર વિરોધ થતો હોવા છતાં 28-02-2024ના રોજ દાહોદ ખાતે રાખેલા કાર્યક્રમમાં મને જીલ્લા કોંગ્રેસ પ્રમુખ તરફથી કાર્યક્રમના સંચાલનની કામગીરી સોંપવામાં આવી તે મેં મારી સુજબુજ અને કુનેહથી સારી રીતે પાર પાડ્યો હતો. તેમ છતાં અમુક કાર્યકરોએ અમારા નામ કેમ લીધા નહીં તેમ કહી અપમાન થાય તેવી ભાષામાં વર્તન કર્યુ હતું. આવું વર્તન હું વારંવાર સહન કરી શકું તેમ નથી. જેથી હું મારા કોંગ્રેસના પદ પર રહેવા માંગતો નથી. જેથી હું રાજીનામું આપું છું.

GUJRAT CONGRESS : લોકસભા પહેલા કોંગ્રેસને અનેક ઝટકા

GUJRAT CONGRESS

 લોકસભા ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ભાજપે ઓપરેશન લોટસ શરૂ કર્યુ છે જેના પગલે કોંગ્રેસના ધારાસભ્યોથી માંડીને નેતા-કાર્યકરોએ કમલમ તરફ દોટ માંડી છે. પૂર્વ કેન્દ્રિય રાજ્ય મંત્રી નારણ રાઠવા તેમજ તેઓના પુત્ર અને બરોડા ડેરીના ડિરેક્ટર સંગ્રામ સિંહ રાઠવા તેમજ વડોદરા જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અભિષેક ઉપાધ્યાય પણ કોંગ્રસમાંથી રાજીનામું આપીને  ભાજપ પ્રદેશ પ્રમુખની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા.  આ સાથે જ લોકસભાની ચૂંટણી પહેલા જ આદિવાસી બેલ્ટમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. નોંધનીય છે કે અગાઉ પણ કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓએ રાજીનામાં આપીને ભાજપમાં જોડાયા છે.

लेटेस्ट खबरो के लिए  यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.