Gujrat bjp : પાંચ રાજ્યોની વિધાનસભાના ચૂંટણીના પરિણામો બાદ હવે ભારતીય જનતા પાર્ટીએ લોકસભા 2024ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેના ભાગરૂપે આજે ગુજરાતમાં બે દિવસ માટે મનોમંથન શરૂ કરવામાં આવ્યું છે.

લોકસભાની ચૂંટણી પહેલા બુથ સ્તરના કાર્યકરો સુધી મતદારોનો સંપર્ક માટે જુદા જુદા કાર્યક્રમો ઘડી કાઢવા અને જરૂરી માર્ગદર્શન આપવા આજથી બે દિવસ પ્રદેશ કાર્યાલય (Gujrat bjp) ખાતે બેઠક શરૂ કરવામાં આવી છે. તો આજે રાતથી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. જે સુરેન્દ્રનગર જિલ્લા સહકારી બેંકના નવનિર્મિત ભવનનું વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી લોકાર્પણ કરનાર છે.

Gujrat bjp : ગૃહમંત્રી અમિત શાહ પણ અમદાવાદમાં
ગૃહમંત્રી અમિત શાહ શનિવારે અમદાવાદના એસ.જી હાઇવે પર આવેલા એસવીપી ખાતે યોજાયેલા પૂજ્ય પુરાણી સ્વામી સ્મૃતિ મહોત્સવમાં સવારે દસ વાગ્યે હાજરી આપશે. ત્યારબાદ બપોરે 2:30 કલાકે નેશનલ ફોરેન્સિંગ સાયન્સ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે એનસીડીએફઆઈના મુખ્યલયનો શિલાન્યાસ તથા ઇ માર્કેટ એવોર્ડ સમારોહમાં ઉપસ્થિત રહેશે તેઓ ભાજપની બેઠકમાં હાજરી આપશે કેમ તે અંગે હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
આજથી શરૂ થતી (Gujrat bjp) મનોમંથન બેઠકમાં પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મહામંત્રી અરુણસિંગ, સંગઠન મહામંત્રી રત્નાકરજી ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં પ્રદેશ પદાધિકારીઓ જિલ્લાના પ્રમુખ મહામંત્રી પ્રભારીઓ પ્રવક્તા સહ પ્રવક્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે 30મી ડિસેમ્બરના રોજ (Gujrat bjp) પ્રદેશના સંયુક્ત મોરચાની બેઠક પણ બોલાવવામાં આવી છે.લોકસભા 2024ને લઈને શરૂ કરવામાં આવેલી તૈયારીના ભાગરૂપે મળી રહેલી બેઠકમાં વિવિધ વિષયો પર મનોમંથન કરવામાં આવશે. જેમાં બુથ સ્તરના કાર્યકરો સુધી પહોંચવા માટે વિવિધ કાર્યક્રમો અપાશે જેમાં ટિફિન બેઠકો, રાત્રિ બેઠક, પરબુધ્ધ નાગરિક સંમેલન સહિતની રુપરેખા તૈયાર કરી દેવામા આવશે.
તમે આ પણ વાંચી શકો છો
31st party : લો બોલો ગુજરાતમાં પણ દારૂના ભાવ વધ્યા !! આટલો મોંઘો મળી રહ્યો છે દારૂ