GujaratWeather :ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે: આગામી 7 દિવસ માવઠાની કોઈ શક્યતા નથી, તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો થશે

0
127
GujaratWeather
GujaratWeather

GujaratWeather :માર્ચ મહિનો પૂરો થવાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગુજરાતમાં ઉનાળાનો અસલી મિજાજ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી એક સપ્તાહ દરમિયાન રાજ્યમાં વરસાદની કોઈ શક્યતા નથી અને ગરમીમાં ધીમે-ધીમે વધારો થવાનું અનુમાન છે.

GujaratWeather :વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર નહીંવત

હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું છે કે, હાલમાં પાકિસ્તાન પર સર્જાયેલ સાયક્લોનિક સર્ક્યુલેશનની ગુજરાત પર કોઈ ખાસ અસર જોવા મળશે નહીં. કોઈ સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ન હોવાને કારણે આગામી સાત દિવસ સુધી સમગ્ર ગુજરાત, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન સંપૂર્ણપણે સુકું રહેશે.

GujaratWeather :તાપમાનમાં વધારો અને ગરમીનો અહેસાસ

GujaratWeather
  • પારો ચઢશે: આગામી બે દિવસમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. ત્યારબાદ તાપમાન સ્થિર રહેવાની શક્યતા છે.
  • શહેરોની સ્થિતિ: અમદાવાદ અને ગાંધીનગરમાં આકાશ આંશિક વાદળછાયું રહી શકે છે, પરંતુ ગરમી ઓછી નહીં થાય. અહીં મહત્તમ તાપમાન 37 ડિગ્રીની આસપાસ અને લઘુત્તમ તાપમાન 23 થી 24 ડિગ્રી રહેવાની સંભાવના છે.
  • નોંધાયેલું તાપમાન: રાજ્યમાં અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન કેશોદમાં 37.9 ડિગ્રી નોંધાયું છે, જ્યારે સૌથી ઓછું તાપમાન દીવમાં 20.1 ડિગ્રી રહ્યું છે.

માછીમારો માટે કોઈ ચેતવણી નથી

હાલમાં પવનની ગતિ સામાન્ય છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે 15 થી 20 નોટ્સની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. દરિયો શાંત હોવાથી માછીમારો માટે હાલ કોઈ ખાસ ચેતવણી જારી કરવામાં આવી નથી.

આ પણ વાંચો :ભાવનગર કોર્ટમાં જજ અને વકીલ વચ્ચે હાઈવોલ્ટેજ ડ્રામા: વિજય સરઘસના ઘોંઘાટ મુદ્દે જાહેરમાં તીખી તડાફડી