ગુજરાતી ચલચિત્ર પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો
કલાકાર-કસબીઓને પારિતોષિક એનાયત કરાયા
નાણામંત્રી કનુ દેસાઈના હસ્તે પારિતોષિક એનાયત કરાયા
ગાંધીનગરમાં ગુજરાતી ચલચિત્ર પારિતોષિક વિતરણ સમારોહ ૨૦૨૩નું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના શ્રેષ્ઠ ગુજરાતી ચલચિત્રો અને તેના કલાકાર-કસબીઓને નાણામંત્રી કનુ દેસાઈના હસ્તે પારિતોષિક એનાયત કરાયા હતા.શ્રેષ્ઠ નિર્માતા, શ્રેષ્ઠ નિર્દેશક, શ્રેષ્ઠ ચલચિત્ર તેમજ શ્રેષ્ઠ કલાકાર સહિતની વિવિધ ૪૬ કેટેગરીમાં આશરે ૧૮૧ ચલચિત્ર પારિતોષિક એનાયત કરવામાં આવ્યાં હતાં.રોંગ સાઈડ રાજુ, લવની ભવાઈ, રેવા અને હેલ્લારોને શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો. નાણા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ અનેક લોકોને ફિલ્મ ઉદ્યોગ સાથે સાંકળીને રોજગારીની તકો આપવા સાથે રાજ્યના પ્રવાસનને પણ વેગ આપી રહ્યું છે
મુખ્ય પારિતોષિક નીચે મુજબ છે:
વર્ષ ૨૦૧૬-૧૭: શ્રેષ્ઠ ફિલ્મ – સિનેમન પ્રોડક્શન લી. – રોંગ સાઈડ રાજુ
શ્રેષ્ઠ દિગ્દર્શક – મિખીલ મુસલે – રોંગ સાઈડ રાજુ
શ્રેષ્ઠ અભિનેતા – મલ્હાર ઠાકર – થઇ જશે
શ્રેષ્ઠ અભિનેત્રી – દીક્ષા જોષી – શુભ આરંભ
વર્ષ ૨૦૧૭-૧૮: શ્રેષ્ઠ ફિલ્મ – અક્ષર કોમ્યુનિકેશન – લવની ભવાઈ
શ્રેષ્ઠ દિગ્દર્શક – સંદિપ પટેલ – લવની ભવાઈ
શ્રેષ્ઠ અભિનેતા – સિદ્ધાર્થ રાંદેરીયા – ગુજ્જુભાઈ: મોસ્ટ વોન્ટેડ
શ્રેષ્ઠ અભિનેત્રી – આરોહી પટેલ – લવની ભવાઈ
વર્ષ ૨૦૧૮-૧૯: શ્રેષ્ઠ ફિલ્મ – બ્રેઇનબોકસ સ્ટુડીયોઝ – રેવા
શ્રેષ્ઠ દિગ્દર્શક – રાહુલ ભોલે, શ્રી વિનીત કનોજીયા – રેવા
શ્રેષ્ઠ અભિનેતા – પ્રતિક ગાંધી – વેન્ટીલેટર
શ્રેષ્ઠ અભિનેત્રી – તિલ્લાના દેસાઇ – પાઘડી
વર્ષ ૨૦૧૯: શ્રેષ્ઠ ફિલ્મ – સારથી પ્રોડકશન્સ એલ.એલ.પી – હેલ્લારો
શ્રેષ્ઠ દિગ્દર્શક – અભિષેક શાહ – હેલ્લારો
શ્રેષ્ઠ અભિનેતા – સિદ્ધાર્થ રાંદેરિયા – ચાલ જીવી લઈએ
શ્રેષ્ઠ અભિનેત્રી -આરોહી પટેલ – ચાલ જીવી લઈએ
વાંચો અહીં ભાજપનો મેરા બુથ સબસે મજબૂત સંવાદ કાર્યક્રમ યોજાયો