રાજ્યમાં 175તાલુકામાં વરસાદ

0
80
Universal rainfall in the state
Universal rainfall in the state

રાજ્યમાં બિપરજોય વાવાઝોડાની અસર યથાવત  છે.રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. જે અંતર્ગત છેલ્લા રાજ્યના 175 તાલુકામાં વરસાદ  વરસ્યો છે.બિપરજોય વાવાઝોડાંને કારણે સૌરાષ્ટ્રમાં,કચ્છમાં ભારે વરસાદ વરસ્યો હતો. સૌથી વધારે વરસાદ  કચ્છના માડવીમાં વરસ્યો હતો.જૂનગાઢમાં સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યુ હતું. હવામાન વિભાગની આગાહી મુજબ પ અનેક વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. ત્યારે રાજ્યમાં સૌથી વધુ વરસાદ કચ્છના માંડવીમાં નોંધાયો હતો.માંડવીમાં  8.5 ઈંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત દ્વારાકામાં પણ અનરાધાર વરસાદ વરસ્યો હતો.30 કલાકમાં દ્વારાકામાં 9 ઈંચ વરસાદ વરસ્યો હતો.રાજકોટમાં  વરસાદને કારણે આજી-2 ડેમ છલકાયો છે. આજી-2 ડેમના  4 દરવાજા ખોલવામાં આવ્યાં છે. હજુ પણ 14 દરવાજા ખોલવામાં આવે તેવી શક્યતા છે

વાવાઝોડાને લઇ અમદાવાદમાં વરસાદ 

ભારે પવન સાથે ધીમીધારે વરસાદ 

મોડી રાતથી અમદાવાદમાં વરસાદ 

પવન સાથે વરસાદથી ઠંડક પ્રસરી 

હજુ પણ ભારે પવન સાથે વરસાદ યથાવત

વાવાઝોડાની અસરને કારણે અમદાવાદમાં વરસાદ વરસ્યો હતો અમદાવાદના વિવિધ વિસ્તારમાં વરસાદ પડ્યો. મહત્વનું છે કે, હજુ 4 દિવસ ગાજવીજ સાથેના તોફાની વરસાદમાં ભીંજાવા માટે લોકોએ તૈયાર રહેવું પડશે. વિવિધ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો.સવારથી બોડકદેવ, સેટેલાઈટ, ઈસ્કોન વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. સાથે જોધપુર, શિવરંજની, પાલડી, જીવરાજ પાર્ક,  ઈસનપુર, જશોદાનગર વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ અમદવાદમાં વરસાદી માહોલ યથાવત રહે તેવી શક્યતા છે.તો બીજી તરફ પાટણમાં પણ વાવાઝોડાંની અસર જોવા મળી હતી. પાટણમાં ભારે પવન ફુંકાયો હતો. અને વરસાદ વરસ્યો હતો.પાટણમાં ભારે વરસાદને કારણે નીચાળવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા

વાંચો અહીં જૂનાગઢમાં પોલીસ પર હુમલો