જુનાગઢ માં દબાણ હટાવવા ગયેલી પોલીસ પર હુમલો, એકનું શંકાસ્પદ મોત

0
112
જુનાગઢમાં દબાણ
જુનાગઢમાં દબાણ

ગુજરાતના જુનાગઢ માં દબાણ હટાવવા મુદ્દે સ્થાનિકોએ પોલીસ અને દબાણ હટાવ ટીમ ઉપર હુમલો કર્યો જેમાં પાચથી વધુ પોલીસ અધિકારીઓને ઇજા થઇ છે,,જ્યારે એક વ્યક્તિનું મોત થયું છે, આ મોત કયા કારણોથી થયુ છે તેની તપાસ ચાલી રહી છે,  તમને જણાવી દઇએ કે જુનાગઢના મજેવડી દરવાજા પાસે જ્યારે જુનાગઢમા દબાણમાં આવેલ ધાર્મિક સ્થળને હટાવવા માટે જુનાગઢ મા દબાણ  હટાવ ટીમ પહોચી જ્યા સ્થાનિકોએ પહેલા કાર્યવાહીનો વિરોધ કર્યો હતો,  અને પછી મામલો બિચકતા ઘર્ષણ થયુ હતું, જેમાં પોલીસ ઉપર ઉપદ્રવીઓએ પત્થર મારો કર્યો હતો, જેમાં પાચ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઘાયલ થયા હતા, સાથે ટોળાને વિખેરવા માટે ટીયરગેસના સેલ પણ છોડવામા આવ્યા હતા, હાલ અજંપા ભરી શાંતિ છે,, પોલીસે ટોળા વિરુદ્ધ કેસ નોધીને કેટલાક ઉપદ્રવીઓને પકડ્યા હતા, તમને જણાવી દઇએ કે જુનાગઢના દબાણ હટાવવાના ઘટનામાં એક વ્યક્તિનું મોત થયુ છે આ મોત કયા કારણોથી થયો છે તેની તપાસ ચાલી રહી છે, ઉલ્લેખનિય છે કે રાજ્યમાં દ્વારકા સહિત અનેક જગ્યાઓએ ઉપર સરકાર દબાણ હટાવ ઝુંબેશ ચલાવી રહી છે, ત્યારે જુનાગઢમાં દબાણ હટાવવાની હિંસાથી ગુજરાતમાં તોફાન જેવી સ્થિતિ છે ત્યારે પોલીસે આ ઘટનાને કાબુ કરી લીધો છે, હાલ આરોપીઓની શોધખોળ ચાલુ છે,

સમગ્ર ઘટનાની વાત કરીએ કે એક ગેરકાયદે મસ્જિદને હટાવવા માટે તંત્રે જુનાગઢ મા દબાણ મજેવડી દરવાજા એક ગેરકાયદે ધાર્મિક સ્થાનના સંચાલકોને નોટિસ પાઠવીને પુરાવા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જમા કરાવવા માટે કહેવાયુ હતું પણ ધાર્મિક સ્થળના સંચાલકોએ કોઇ યોગ્ય જવાબ ન આપતા તંત્રે દબાણ હટાવવાનો નિર્યણ કર્યો, અને જ્યારે પોલીસ સાથે દબાણ હટાવ ટીમ પહોચી તો સ્થાનિકો વિરોધ કર્યો અને પત્થરબાજી શરુ કરી દીધી હતી પરિણામે પોલીસે લાઠી ચાર્જ કરવાની ફરજ પડી હતી, દંગાઇઓ કે વાહનને સળગાવ્યો હતો, એક બસને નુકશાન પહોચ્યા હતો જેમાં ડ્રાયવરને ઇજા થઇ હતી, સાથે એક વ્યક્તિ આ ઘટનામા મૃત્યુ થયુ હતું પણ મૃત્યુ પત્થર વાગવાથી થયુ છે કે અન્ય કોઇ કારણથી તેને લઇને તપાસ ચાલી રહી છે પોલીસે રાત્રિ દરમિયાન કોમ્બિંગ કર્યુ અને 174 લોકોની ધરપકડ કરી છે સાથે હજુ પણ તપાસ ચાલુ છે, આ ઘટનામાં પાચથી વધુ પોલીસ કર્મીઓને નાની મોટી ઇજાઓ થઇ હતી,


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.