દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટરની જનતાને અપીલ

0
225

દેવભૂમિ દ્વારકા માં વાવાઝોડાની આગાહીના પગલે જનતાને અપીલ

સાવચેતી અને સલામત સ્થળે રહેવા સહિત અનેક જરૂરી સૂચનાઓ અપાઈ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઇમરજન્સી હેલ્પલાઇન નંબર જાહેર

વાવાઝોડા બિપોરજોયની આગાહીના પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર અશોક શર્મા દ્વારા લોકોને સાવચેતી રાખવા અને સલામત સ્થળે રહેવા અપીલ કરવામાં આવી છે. હવામાન ખાતાની આગાહી અનુસાર, ગુજરાતમાં પણ સંભવિત વાવાઝોડા અંગેની આગાહી હોવાથી લોકોને તકેદારી રાખવા જરૂરી સૂચનો આપવામાં આવ્યા છે. જે મુજબ, રેડિયો, ટી.વી., સમાચારો, જાહેરાતોના સંપર્કમાં રહેવા, માછીમારોને દરિયામાં નહીં જવા, સલામત સ્થળે બોટ લાંગરવા, અગરિયાઓએ સલામત સ્થળે ખસી જવા, ઘરના બારી – બારણાં અને છાપરાનું મજબૂતીકરણ કરવા, ફાનસ, ટોર્ચ, ખાવાની વસ્તુઓ, પાણી, કપડાં, રેડિયો જેવી તાત્કાલિક જરૂરિયાતની વસ્તુઓ ભેગી કરી તૈયાર રાખવા, જરૂરી અને કિંમતી સામાન પ્લાસ્ટિકમાં પેક કરી શક્ય હોય તો ઉપરના માળે ખસેડી લેવા, વાહનો ચાલી શકે તેવી સ્થિતિમાં રાખવા જરૂર જણાયે તો સલામત સ્થળે ખસી જવા, પ્રાણીઓને સલામત સ્થળે લઈ જવા, અફવા નહીં ફેલાવવા, શાંત રહેવા, ગભરાટ નહીં રાખવા, પાણીના સ્ત્રોતથી દૂર ચાલવા, ઝાડ કે થાંભલાઓથી દૂર રહેવા, ઘરની બહાર નહીં નીકળવા, વીજ પ્રવાહ તથા ગેસ કનેક્શન બંધ કરી દેવા, ઘરના તમામ બારી બારણાં બંધ રાખવા, સૂચનો મળ્યા બાદ જ બહાર નીકળવા, ઇજા પામેલાઓને પ્રાથમિક સારવાર આપી દવાખાને ખસેડવા અને ક્લોરિનયુક્ત પીવાના પાણીનો ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું છે. સંભવિત વાવાઝોડાની આગાહીના પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઇમરજન્સી હેલ્પલાઇન નંબર જાહેર કરાયો છે. કોઇપણ ગંભીર સંજોગોમાં હેલ્પલાઈન નંબર પર સંપર્ક સાધવા જણાવાયું છે. વાવાઝોડા દરમિયાન જિલ્લાના કોઈપણ તાલુકામાં કોઈ જાનહાનિ કે નુકસાન થાય તો જિલ્લા કંટ્રોલરૂમ ટેલિફોન નં. (૦૨૮૩૩)- ૨૩૨૧૨૫/ ૨૩૨૦૮૪, ટોલ ફ્રી નં. ૧૦૭૭ મોબાઈલ નંબર. ૭૮૫૯૯૨૩૮૪૪, ખંભાળિયા તાલુકામાં ૦૨૮૩૩ – ૨૩૪૧૧૩ મો. નં. ૭૮૬૧૯૮૪૯૦૦, ભાણવડ તાલુકામાં ૦૨૮૯૬ – ૨૩૨૧૧૩, મોબાઈલ નંબર. ૮૮૬૬૩૧૫૮૭૮, દ્વારકા તાલુકામાં ૭૯૮૪૫૭૪૦૨૨, કલ્યાણપુર તાલુકામાં ૦૨૮૯૧ – ૨૮૬૨૨૭ મોબાઈલ નંબર. ૯૯૭૪૯૪૦૫૮૦, ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ ૦૨૮૩૩ – ૨૩૪૭૩૧ મોબાઈલ નંબર. ૯૫૧૨૮૧૯૯૯૮ ઉપર જાણ કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે. વધુ સમાચાર માટે જોતા રહો વી.આર લાઈવ ન્યુઝ