વાવાઝોડાના કારણે દૈનિક અધધધ… રૂ. ૫૦૦ કરોડનું નુકસાન!

0
193

બિપોરજોય વાવાઝોડાના કારણે ઉદ્યોગ-ધંધા ઠપ

કંપનીઓની નિકાસ-આયાતને અસર

હજારો લોકોની આજીવિકાને અસર

શક્‍તિશાળી ચક્રવાત ‘બિપોરજોય’ના કારણે અર્થતંત્રને ભારે નુકસાન થઈ રહ્યું છે. ગુજરાતના દરિયાકાંઠાના તમામ ઔદ્યોગિક પ્રવૃત્તિઓ ઠપ્‍પ થઈ ગઈ છે. ટ્રાન્સપોર્ટ સેવા બંધ કરવામાં આવી છે. અહીં સ્વયંભુ લોકડાઉનની સ્થિતિ છે. આ તોફાનના કારણે દરરોજ ૫૦૦ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થઈ રહ્યું છે. બિપોરજોયની મહત્તમ અસર કચ્‍છના દરિયાકાંઠાના વિસ્‍તારોમાં જોવા મળી રહી છે. કચ્‍છમાં ૬.૫ લાખ કરોડના ટર્નઓવર સાથે ઘણી મોટી કંપનીઓ અને ૬૭૦૦ એમએસએમઈ સહિત ૩૫૭ મોટા ઉદ્યોગો છે. જે વાવાઝોડાના કારણે બંધ છે. આ વાવાઝોડાને કારણે સમગ્ર વિસ્‍તારને ખાલી કરાવવામાં આવ્‍યો છે. જેના કારણે તમામ ઉદ્યોગો અને વ્‍યવસાયો બંધ છે.

બિપોરજોય વાવાઝોડાના કારણે ઉદ્યોગ-ધંધા ઠપ

કંપનીઓની નિકાસ-આયાતને અસર

હજારો લોકોની આજીવિકાને અસર

કચ્છના મીઠાના ઉત્‍પાદનના ઉદ્યોગોને ભારે નુકસાન થયું છે. આ સિઝનમાં ત્‍યાં દરરોજ ૨૦ લાખ ટન મીઠાનું ઉત્‍પાદન થાય છે, પરંતુ વાવાઝોડાને કારણે ધંધો ઠપ થઈ ગયો છે. માછીમારો, બંદર કામદારો અને ઓઇલ રિગમાં કામ કરતા લોકોની આજીવિકાને અસર થઈ છે. નિકાસ-આયાતને અસર થઈ રહી છે. રિલાયન્‍સ ઈન્‍ડસ્‍ટ્રીઝે અહીં ડીઝલ અને અન્‍ય તેલ ઉત્‍પાદનોની નિકાસ બંધ કરી દીધી છે. અદાણીનું મુન્‍દ્રા પોર્ટ પણ બંધ કરી દેવામાં આવ્‍યું છે. કંડલા, ઓખા, બેડી અને નવલખી બંદરો પર પણ કામગીરી સ્‍થગિત છે. વધુ સમાચાર માટે જોતા રહો વી.આર લાઈવ