સમગ્ર ગુજરતામાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

0
189
સમગ્ર ગુજરતામાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ
સમગ્ર ગુજરતામાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

દેશનું ગૌરવ – દેશનું અભિમાન – તિરંગો હર ઘરની શાન

આણંદ પોલીસ વિભાગ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

“હર ઘર તિરંગા” અંતર્ગત તિરંગા યાત્રા યોજાઈ

સમગ્ર ગુજરતામાં સોમવારે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી.આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશની સાથે આણંદ જિલ્લામાં પણ ‘‘હર ઘર તિરંગા’’ કાર્યક્રમની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. હર ઘર ત્રિરંગા કાર્યક્રમના માધ્યમથી લોકોમાં દેશદાઝની ભાવના જાગે તે માટે આજે આણંદ ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી.૧૧૧ મીટર લંબાઈના તિરંગા સાથેની આ ભવ્ય તિરંગા યાત્રાને સાંસદ મિતેષ પટેલ, ધારાસભ્ય યોગેશ પટેલ, જિલ્લા કલેકટર મિલિંદ બાપના સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું.આ તિરંગા યાત્રા ટાઉનહોલ, આણંદથી નીકળીને વિદ્યાનગર રોડ ખાતેથી પસાર થઈને, ભાઈકાકા સ્ટેચ્યુ થઇ, શાસ્ત્રી મેદાન ખાતે સમાપ્ત થઇ હતી. જેમાં પોલીસ, હોમગાર્ડ અને ટ્રાફિક પોલીસના જવાનો, એન.સી.સી. કેડેટ્સ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા નગરજનો જોડાયા હતા.

મહિસાગરમા યોજાઇ હર ઘર તિરંગા યાત્રા

દસ હજારથી વધુ લોકો જોડાયા

સમગ્ર ગુજરતામાં સોમવારે તિરંગા યાત્રા યોજાઈ હતી. અને દેશ ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો .ત્યારે મહીસાગર જિલ્લા પોલીસ વિભાગ દ્વારા હર ઘર તિરંગા યાત્રા  યોજાઇ હતી,  હર ઘર તિરંગા યાત્રા નું પ્રસ્થાન શિક્ષણ મંત્રી ડૉ કુબેર ડિંડોર દ્વારા કરાવાયુ હતું, લુણાવાડા નગર ના ઇન્દિરા મેદાન ખાતે થી નીકળી તિરંગા યાત્રા નગરના મુખ્ય બજારો મા ફરી હતી,.નગરના બજારો મા નીકળેલી હર ઘર તિરંગા યાત્રા માં મંત્રી, સહિત પંચમહાલ, સાંસદ મહીસાગર એસ પી તેમજ નગર ના અગ્રણીઓ અને શાળા ના બાળકો જોડાયાં હતા, લુણાવાડા નગરમાં નીકળેલી તિરંગા યાત્રા મા દસ હજાર થી પણ વઘુ લોકો  જોડાયા હતાં

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ