આ સપ્તાહમાં જ ગુજરાતમાં પડશે ધોધમાર કમોસમી વરસાદ

0
217
કમોસમી વરસાદ
કમોસમી વરસાદ

રાજ્યના ખેડૂતોને ફરીવાર ચિંતાનો સામનો કરવો પડી શકે છે, કેમ કે રાજ્યમાં ફરીવાર વાતાવરણમાં પલટો આવવાની શક્યતા હવામાન વિભાગે જણાવી છે, હવામાન વિભાગ અનુસાર આગામી સપ્તાહે રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની પ્રબળ સંભાવના જોવામાં આવી રહી છે. અરબી સમુદ્રમાં વરસાદ માટેની મોટી સીસ્ટમ સક્રિય થઇ રહી છે જેને લઈને ભારતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે.        

Capture 2

હાલ દેશભરમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ ગુજરાત સહિત કેટલાક વિસ્તારોમાં હજી પણ ભારે ઠંડી અનુભવાતી નથી. જોકે, ઠંડી ફરીથી વધે તે પહેલાં રાજ્યમાં ફરીથી હવામાન પલટાય તેવી શક્યતા દેખાઈ રહી છે.હાલ ગુજરાતમાં રવી પાકની સિઝન ચાલી રહી છે અને જો કમોસમી વરસાદ થાય તો ઘણા પાકોમાં તેનાથી નુકસાન થવાની સંભવાના દેખાઈ રહી છે. દક્ષિણ અરબી સમુદ્રમાં બનેલી આ સિસ્ટમ હજી વધુ મજબૂત બને તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. આવનારા 24 કલાકમાં તે વેલમાર્ક્ડ લૉ પ્રેશર એરિયામાં ફેરવાય તેવી શક્યતા છે.

rain a

હાલ આ લૉ પ્રેશર એરિયા અરબી સમુદ્રમાં આગળ વધી રહ્યો છે અને તે વધારે મજબૂત બનશે. સામાન્ય રીતે હાલના દિવસોમાં અરબી સમુદ્રમાં સર્જાતી સિસ્ટમો ઓમાન અને યમન તરફ જતી હોય છે. જોકે, ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટના જણાવ્યા અનુસાર 20થી 30 ટકા એવી પણ શક્યતા હોય છે કે કોઈ સિસ્ટમ ભારતના દરિયાકાંઠા તરફ આવે.

વરસાદ

ગુજરાતમાં 6 કે 7 જાન્યુઆરીની આસપાસ કમોસમી વરસાદની આગાહી

હવામાનનાં કેટલાંક મૉડલ્સ દર્શાવી રહ્યાં છે કે હાલ ઓમાન તરફ આગળ વધી રહેલી આ સિસ્ટમ વળાંક લેશે અને તે ભારતના દરિયાકિનારા તરફ આવશે. આ સિસ્ટમની અસરને કારણે કર્ણાટક અને દક્ષિણ મહારાષ્ટ્રના વિસ્તારોમાં 3 જાન્યુઆરીના રોજ કમોસમી વરસાદ પડે તેવી શક્યતા છે. જ્યારે ગુજરાતમાં 6 કે 7 જાન્યુઆરીની આસપાસ હવામાન પલટાય તેવી શક્યતા છે.

hevay rain

હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે દક્ષિણ તથા પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 7 જાન્યુઆરીના રોજ કમોસમી વરસાદ થઈ શકે છે.જોકે, હજી સિસ્ટમ ભારતના દરિયાકિનારે પહોંચ્યા બાદ અને આગળ વધ્યા બાદ જ ખબર પડશે કે ગુજરાતમાં ક્યા વિસ્તારમાં કેટલો વરસાદ પડશે.

Shri Ram : ભગવાન રામનો ગુજરાત સાથે એક અનોખો છે સબંધ, ભગવાને પાપ શુદ્ધિ માટે કેમ ગુજરાતને પસંદ કર્યું ? જાણો પૂરી વાર્તા