Gujarat Weather: 30 કિમીની ઝડપે ફૂંકાશે પવન, જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી

0
175
Gujarat Weather: 30 કિમીની ઝડપે ફૂંકાશે પવન, જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી
Gujarat Weather: 30 કિમીની ઝડપે ફૂંકાશે પવન, જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી

Gujarat Weather: રાજ્યમાં હાલ લોકો ગરમીનો થારો થોડો ગગડતાં ગરમીથી થોડી રાહત મળી છે. આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી દિવસોમાં સૂકું વાતાવરણ રહેવાના આગાહી કરી છે. દક્ષિણ પશ્ચિમના પવન ફૂંકાતા ગરમીમાં આંશિક ઘટાડો થશે. હવામાં ભેજનું પ્રમાણ વધ્યું છે, આગામી 3 દિવસ કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગરમાં આંધી વંટોળની આગાહી છે. આંધી વંટોળના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થશે. આ દરમિયાન 25 થી 30 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાશે.

Gujarat Weather: ગુજરાતમાં આકરી ગરમી

ગુજરાતભરમાં આકરો તાપ વરસી રહ્યો છે લોકો હવે એ અપેક્ષાએ વરસાદની રાહ જોઈ રહ્યા છે કે જેથી કરીને આ ગરમીમાંથી છૂટકારો મળે, ત્યારે વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલે મોટી આગાહી કરી છે.

Gujarat Weather: 30 કિમીની ઝડપે ફૂંકાશે પવન, જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી
Gujarat Weather: 30 કિમીની ઝડપે ફૂંકાશે પવન, જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી

અંબાલાલ પટેલનાના જણાવ્યાનુસાર ચોમાચાની શરૂઆતમાંજ સારો વરસાદ પડશે અને વરસાદ પણ વહેલો પધારશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 4 જૂન સુધીમાં વરસાદ પડશે. જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો આવી જશે. તેમના જણાવ્યા મુજબ આંધી-વંટોળ સાથે પ્રી-મોનસૂનનો વરસાદ પડવાની શક્યતા રહેશે.

Gujarat Weather વિશે અંબાલાલ પટેલની આગાહી

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ વડોદરા, નડિયાદ, આણંદ, ધંધુકા, ભાવનગર, સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારો ઉપરાંત જંબુસર, પંચમહાલ, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, ધોળકા કચ્છમાં ગાજવીજ સાથે પ્રી-મોનસૂનની એક્ટિવિટી જોવા મળશે. ભારતના હવામાન વિભાગે આ વખતે ખેડૂતોને સારા સમાચાર આપ્યા છે. તેઓના કહેવા મુજબ આ વર્ષે ચોમાસું 31 મેના રોજ કેરળમાં આવી શકે છે. આમ એક દિવસ વહેલું ચોમાસું કેરળમાં આવશે. સામાન્ય રીતે 1 જૂને કેરળમાં ચોમાસું આવતું હોય છે. રાજસ્થાન, હરિયાણા, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને બિહાર પણ આકરી ગરમીની ઝપેટમાં છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો