ગુજરાત વિદ્યાપીઠમાં શ્રમદાનથી સ્વચ્છતા અભિયાન ચાલશે

0
217
ગુજરાત વિદ્યાપીઠમાં શ્રમદાનથી સ્વચ્છતા અભિયાન ચાલશે
ગુજરાત વિદ્યાપીઠમાં શ્રમદાનથી સ્વચ્છતા અભિયાન ચાલશે

ગુજરાત વિદ્યાપીઠમાં શ્રમદાનથી સ્વચ્છતા અભિયાન ચાલશે

દર મહિને છેલ્લા શનિવારે એક કલાક સામૂહિક સ્વચ્છતા અભિયાન ચાલશે

સ્વચ્છતાથી ભીતર અને બહાર  પવિત્રતા પ્રગટે છે :આચાર્ય દેવવ્રત

ગુજરાત વિદ્યાપીઠમાં શ્રમદાનથી સ્વચ્છતા અભિયાન ચાલશે રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ આચાર્ય દેવવ્રએ કહ્યું કે, હવેથી ગુજરાત વિદ્યાપીઠમાં દર મહિને, છેલ્લા શનિવારે, એક કલાક સામૂહિક શ્રમદાનથી સ્વચ્છતા અભિયાન ચાલશે. પૂજ્ય ગાંધીજીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠ આદર્શ બને, લોકો જોવા આવે કે, સ્વચ્છતા હોય તો વિદ્યાપીઠ જેવી. આદર્શ હો તો વિદ્યાપીઠ જેવા… આ પ્રકારે શ્રમદાન કરવા તેમણે વિદ્યાર્થીઓ અને વ્યવસ્થાપકોને અનુરોધ કર્યો હતો.’સ્વચ્છતા જ સેવા’ અભિયાન અંતર્ગત ‘એક તારીખ-એક કલાક-એક સાથ’ : રાષ્ટ્રવ્યાપી શ્રમદાન મહાઅભિયાન અંતર્ગત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ગુજરાત વિદ્યાપીઠ પરિસરમાં ૧,૮૦૦ જેટલા વિદ્યાર્થીઓ અને વ્યવસ્થાપકો સાથે એક કલાક સાફ-સફાઈ કરીને પૂજ્ય મહાત્મા ગાંધીજીને ‘સ્વચ્છાંજલિ’ અર્પણ કરી હતી. પૂર્વ મંત્રી અને ગુજરાત વિદ્યાપીઠ મંડળના ટ્રસ્ટી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ગુજરાત વિદ્યાપીઠ મંડળના મહામંત્રી શ્રી ડૉ. હર્ષદ પટેલ પણ શ્રમદાન મહાઅભિયાનમાં જોડાયા હતા.

રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતએ કહ્યું હતું કે, પૂજ્ય બાપુનો સંદેશ હતો કે, “મારું જીવન જ મારો સંદેશ છે.” મહાન વ્યક્તિ એ છે જે અંતરમાં હોય તે વાણીથી વ્યક્ત કરે, વાણીથી જે વદે તેને કર્મમાં પરિવર્તિત કરે. ભાષણ કરીએ પણ આચરણમાં ન મૂકીએ તો તે વ્યર્થ છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘સ્વચ્છ ભારત અભિયાન’થી દેશની યુવા પેઢીને સ્વચ્છતા પ્રતિ જાગૃત અને પ્રતિબદ્ધ બનાવી છે. સામૂહિક સ્વચ્છતા અભિયાનથી ‘સ્વચ્છતા’ હવે આદત અને સ્વભાવ બની રહી છે.શ્રમદાન કરવાનો અનુરોધ કરતાં કહ્યું કે, પરિણામલક્ષી શ્રમદાનથી મન અને આત્મા પ્રસન્ન થશે અને તો વિચારો પણ પવિત્ર બનશે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ