Gujarat Turns into a Furnace: અમદાવાદ, વડોદરા અને અમરેલીમાં પણ તાપમાન 41°Cને પાર જવાની શક્યતા; બપોરે કામ વગર બહાર ન નીકળવા આરોગ્ય વિભાગની સલાહરાજ્યમાં એકતરફ કમોસમી વરસાદની આગાહી છે, તો બીજીતરફ સૂર્યદેવ આકરા પાણીએ થયા છે. સોમવારે સતત બીજા દિવસે રાજકોટ 41.1°C તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે ગરમીનો પારો હજુ પણ ઊંચે જઈ શકે છે અને રાજકોટમાં તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચવાની આશંકા છે.

મુખ્ય શહેરોમાં ગરમીનો પારો (સોમવારના આંકડા):
- રાજકોટ: 41.1°C
- અમરેલી: 40.9°C
- અમદાવાદ: 40.2°C
- વડોદરા: 39.6°C
- ગાંધીનગર: 39.6°C
- સુરત: 37.5°C
Gujarat Turns into a Furnace: આજે ક્યાં કેટલી ગરમી પડશે?
હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, આજે રાજ્યના અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીની ઉપર રહેશે. અમદાવાદ અને વડોદરામાં પારો 41°C સુધી પહોંચી શકે છે, જ્યારે ડીસા અને ગાંધીનગરમાં 40°C રહેવાની શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમીની સાથે ભેજવાળું વાતાવરણ રહેતા લોકો પરસેવે રેબઝેબ થશે. જોકે, દ્વારકામાં સૌથી નીચું 31°C તાપમાન નોંધાઈ શકે છે.

Gujarat Turns into a Furnace: બપોરે 12 થી 4 ઘરની બહાર નીકળવાનું ટાળો
કાળઝાળ ગરમીને પગલે હીટસ્ટ્રોકનો ખતરો વધ્યો છે. આરોગ્ય વિભાગે નાગરિકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અને પુષ્કળ પ્રમાણમાં પાણી, પ્રવાહી પદાર્થો લેવા સલાહ આપી છે. રસ્તાઓ પર ટુ-વ્હીલર ચાલકો મોઢે રૂમાલ અને ચશ્મા પહેરીને ગરમીથી બચવા મથામણ કરતા જોવા મળી રહ્યા છે.
Gujarat Turns into a Furnace: યુપીનું પ્રયાગરાજ દેશનું સૌથી ગરમ શહેર (@44.4°C)
માત્ર ગુજરાત જ નહીં, સમગ્ર દેશમાં ગરમીનો પ્રકોપ છે. યુપીનું પ્રયાગરાજ 44.4°C સાથે દેશનું સૌથી ગરમ શહેર રહ્યું છે.
- મહારાષ્ટ્ર અને છત્તીસગઢ: ભીષણ ગરમીને કારણે ગોંદિયા અને બિલાસપુરમાં બપોરે 12:30 થી 4 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે, જેથી વાહનચાલકોએ તડકામાં ઊભા ન રહેવું પડે.
- કામના કલાકોમાં ફેરફાર: મજૂરો અને ટ્રાફિક પોલીસ માટે કામના કલાકો બદલીને સવારે અને સાંજે કરવામાં આવ્યા છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો : બે મિત્રોના ઝઘડામાં વચ્ચે પડેલા ધોરણ-8ના વિદ્યાર્થીની આંખ ફોડી નાખી, પરિકર વડે હુમલો




