Home State Gujarat Gujarat STD 10 12 Board Exam :ધોરણ 10-12 બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરવાની...

Gujarat STD 10 12 Board Exam :ધોરણ 10-12 બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, હવે 24 ડિસેમ્બર સુધી મળશે સમય

0
469
Board Exam
Board Exam

Gujarat STD 10 12 Board Exam : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા વિદ્યાર્થીઓને મોટી રાહત આપવામાં આવી છે. ફેબ્રુઆરી-માર્ચ 2026માં યોજાનારી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ માટેના ફોર્મ ભરવાની મુદત લંબાવવામાં આવી છે. બોર્ડ દ્વારા જાહેર કરાયેલા નવા નિર્ણય મુજબ હવે વિદ્યાર્થીઓ 24 ડિસેમ્બર 2025 સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકશે.

Gujarat STD 10 12 Board Exam

બોર્ડના જણાવ્યા અનુસાર, ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન જો કોઈ આવેદનપત્રમાં સુધારા બાકી હોય અથવા પ્રિન્સિપાલની મંજૂરી (Approval) અપાવવાની બાકી હોય, તો તે તમામ પ્રક્રિયા 26 ડિસેમ્બર 2025 સુધી પૂર્ણ કરવાની રહેશે. આ સાથે જ શાળાઓ દ્વારા બાકી રહેતી પરીક્ષા ફી 30 ડિસેમ્બર 2025 સુધી ભરવાની છૂટ આપવામાં આવી છે.

Gujarat STD 10 12 Board Exam

Gujarat STD 10 12 Board Exam : ગુજરાત શિક્ષણ બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે

વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12ના તમામ પ્રવાહો—વિજ્ઞાન, સામાન્ય, કોમર્સ અને અન્ય—માટેના પરીક્ષા ફોર્મ બોર્ડની સત્તાવાર વેબસાઈટ gsebeservice.com પરથી ઓનલાઇન ભરી શકશે. સમયમર્યાદામાં ફોર્મ ન ભરનાર વિદ્યાર્થીઓ માટે પછી કોઈ વધારાની તક મળશે કે નહીં તે અંગે બોર્ડે કોઈ સ્પષ્ટતા કરી નથી.

ઉલ્લેખનીય છે કે અગાઉ ફોર્મ ભરવાની અંતિમ તારીખ નજીક આવતા અનેક શાળાઓ અને વિદ્યાર્થીઓ દ્વારા સમયવધારાની માંગ કરવામાં આવી હતી. જેને ધ્યાનમાં રાખીને બોર્ડે બે દિવસનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. બોર્ડે તમામ વિદ્યાર્થીઓ અને શાળાઓને અપીલ કરી છે કે, છેલ્લી તારીખની રાહ જોયા વગર વહેલી તકે ફોર્મ ભરવાની અને જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવાની કામગીરી કરી લે.

આ પણ વાંચો :Dhurandhar Box Office Collection: 17 દિવસમાં ‘ધુરંધર’એ તોડ્યો રેકોર્ડ, 555 કરોડની કમાણી સાથે ટોપ-10માં સામેલ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે