Gujarat Budget 2024-25: બજેટમાં કયા શહેરને શું મળ્યું તેમજ કૃષિ, આરોગ્ય, મહિલાઓ માટે શું થઇ જાહેરાત; અહીં જાણો

0
78
Gujarat Budget 2024-25: કેટલા શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જાથી લઈને કૃષિ, આરોગ્ય, મહિલાઓ શું થઇ જાહેરાત અહી જાણો
Gujarat Budget 2024-25: કેટલા શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જાથી લઈને કૃષિ, આરોગ્ય, મહિલાઓ શું થઇ જાહેરાત અહી જાણો

Gujarat Budget 2024 25: શુક્રવારના રોજ ગુજરાત રાજ્યનું બજેટ આવી રહ્યું છે. રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ બજેટ રજૂ કરવામાં આવ્યું.

ગુજરાત વિધાનસભા ગૃહમાં બજેટ સત્ર દરમિયાન અલગ-અલગ ક્ષેત્રોને લઈને જાહેરાત કરવામાં આવી. શિક્ષણ વિભાગ માટે 55,114 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

Gujarat Budget 2024-25
Gujarat Budget 2024-25

શિક્ષણ વિભાગ: નાણામંત્રીએ શિક્ષણ વિભાગ માટે 55114 કરોડ રૂપિયાની જાહેરાત

રાજ્યની પ્રાથમિક શાળાઓમાં નવા 15 હજાર ઓરડાઓ તૈયાર, 45 હજાર સ્માર્ટ કલાસરૂમ બનાવવાનું કામ ચાલુ છે.

15 હજાર શાળાઓમાં 2 લાખ કોમ્પ્યુટર આપવામાં આવશે.

162 નવી સરકારી માધ્યમિક શાળાઓ શરૂ કરાશે.

વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા નમો સરસ્વતી યોજના માટે 250 કરોડની જોગવાઈ

મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ માટે 3000 કરોડ રુપિયાની જોગવાઈ

ધોરણ 9 થી 12ના એક લાખ વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટ સહાય માટે 260 કરોડની જોગવાઈ

સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભણતી દિકરીઓ માટે “નમો લક્ષ્મી યોજના” હેઠળ 1250 કરોડની જોગવાઇ

ધોરણ-11 અને 12માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા નમો સરસ્વતી યોજના” હેઠળ 250 કરોડની જોગવાઇ

‘મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ’ અંતર્ગત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન માટે અંદાજે 2000 કરોડની જોગવાઇ

વિદ્યાર્થીઓને પૂરક પોષણ અને પૌષ્ટિક ભોજન આપવા પી.એમ.પોષણ યોજના અંતર્ગત 1400 કરોડની જોગવાઇ

સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને 130 કરોડના ખર્ચે સ્કૂલ ટ્રાન્‍સપોર્ટ સુવિધા

ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓના ધોરણ-9 થી 12 ના અંદાજિત 1 લાખ વિદ્યાર્થીઓને પણ ટ્રાન્સપોર્ટ સહાય  

જનરક્ષક યોજનાની કરાઈ જાહેરાત

ગુજરાતના બજેટમાં આગામી દિવસોમાં ઇમરજન્સી માટે એક જ નંબર રાખવાની જાહેરાત

112 નંબર પરથી પોલીસ, ફાયર બ્રિગેડ તથા અન્ય ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ

જનરક્ષક યોજના હેઠળ 1100 જન રક્ષક વાહનોનું માળખું ગોઠવાશે

8 શહેરો બનશે મહાનગરપાલિકા

8 શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જો

નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર, વઢવાણનો સમાવેશ

અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકો માટે સહાય

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના દ્વારા રાજયના 72 લાખ કુટુંબોને છેલ્લાં ચાર વર્ષમાં 68 લાખ મેટ્રીક ટન અનાજ વિનામૂલ્યે

NFSA રેશનકાર્ડ ધારકોને પ્રોટીનયુક્ત પોષણક્ષમ આહાર પૂરો પાડવા તુવેરદાળ અને ચણાના વિતરણ માટે 767 કરોડની જોગવાઇ

અંદાજે 72 લાખ કુટુંબોને NFSA હેઠળ આવરી અનાજ પૂરુ પાડવા માટે 675 કરોડની જોગવાઇ

“પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના” તથા રાજ્ય સરકારની “પીએનજી /એલપીજી સહાય યોજના” હેઠળ વર્ષમાં બે વખત વિનામૂલ્યે ગેસ સિલી‌ન્ડર રિફીલીંગ કરી આપવા 500 કરોડની જોગવાઇ

NFSA લાભાર્થી કુટુંબોને ખાદ્યતેલ રાહત દરે આપવા માટે 160 કરોડની જોગવાઇ

સૂક્ષ્મ પોષકતત્વો યુકત ડબલ ફોર્ટિફાઇડ મીઠા(આયર્ન+આયોડીનયુકત) ના વિતરણ માટે 51 કરોડની જોગવાઇ

બાજરી/જુવાર/રાગી (નાગલી)ની ખરીદી પર ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ ઉપરાંત 300 પ્રતિ ક્વિન્‍ટલ પ્રોત્સાહક બોનસ ચૂકવવા 37 કરોડની જોગવાઇ

નાગરિક પુરવઠા નિગમ હસ્તકના ગોડાઉન બાંધકામ/આધુનિકીકરણની કામગીરી માટે 25 કરોડની જોગવાઇ

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ : 22194 કરોડની જોગવાઈ 

નાણામંત્રીએ વિધાનસભામાં બજેટમાં આ વખતે ખેતી, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 22194 કરોડની જોગવાઈ

ટ્રેક્ટર અને કૃષિ યાંત્રિકીકરણની ખરીદી સહાય માટે 701 કરોડની જોગવાઈ

ખેતરને ફરતે કાટાળીવાડ, સોલાર ફેન્સિંગ માટે 350 કરોડની જોગવાઈ

એગ્રો અને ફુડ પ્રોસેસિંગ એકમો માટે 200 કરોડની જોગવાઈ

ખેડૂતોના આકસ્મિક મૃત્યુના કિસ્સામાં વીમા સંરક્ષણ માટે 81 કરોડની જોગવાઈ

પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ માટે 751 કરોડની જોગવાઈ 

મનરેગા યોજના હેઠળ રોજગારી પુરી પાડવા 1309 કરોડની જોગવાઈ

પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ માટે 751 કરોડની જોગવાઈ

વડાપ્રધાન કૃષિ સિંચાઈ યોજના માટે 255 કરોડની જોગવાઈ

મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના માટે 5 હજાર કરોડની જોગવાઈ

જુના પુલના પુનઃબાંધકામ,સમારકામ માટે 270 કરોડની જોગવાઈ

શહેરી વિકાસ, ગૃહ નિર્માણ : 21696 કરોડની જોગવાઈ

શહેરી વિકાસ, ગૃહ નિર્માણ માટે 21696 કરોડની જોગવાઈ

માર્ગ અને મકાન વિભાગ માટે 22163 કરોડની જોગવાઈ

મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના માટે પાંચ હજાર કરોડ

બંદરો તથા વાહન વ્યવહાર વિભાગ માટે 3858 કરોડની જોગવાઈ

જળસંપતિ વિભાગ માટે 11535 કરોડની જોગવાઈ

સાણંદ: માઈક્રોન કંપનીનો પ્લાન સ્થાપવા કામગીરી

સાણંદમાં માઈક્રોન કંપનીનો પ્લાન સ્થાપવાની જાહેરાત

સ્ટાર્ટ એપ ક્ષેત્રે ગુજરાત પ્રથમ સ્થાને

નમો સરસ્વતિ યોજનાની સરકારની જાહેરાત

ગાંધીનગર, રાજકોટ, સુરતમાં કાર્ડિયાક ટ્રીટમેન્ટ : 40 કરોડની જોગવાઈ 

બજેટની જોગવાઈ અનુસાર એમ્બ્યુલન્સની સુવિધા સુદ્રઢ કરાવવા 319 નવી 108 એમ્બ્યુલન્સ ખરીદાશે

યુ.એન.મહેતા હાર્ટ, કિડની હોસ્પિટલમાં તબીબી સાધનો ખરીદવા 60 કરોડ

ગાંધીનગર, રાજકોટ, સુરતમાં કાર્ડિયાક ટ્રીટમેન્ટ શરૂ કરવા 40 કરોડ

અમદાવાદના બાવળા, સુરતના કામરેજમાં 300 બેડની હોસ્પિટલ બનાવાશે

આયુષ હેઠળના દવાખાનાઓ માટે કુલ 482 કરોડની જોગવાઈ

કામદાર રાજ્ય વીમા યોજના હેઠળ આરોગ્યલક્ષી સેવા પુરી પાડવા 221 કરોડ ફાળવાયા

સરકારી છાત્રાલય, આદર્શ નિવાસી શાળાના બાંધકામ : 255 કરોડની ફાળવણી 

સરકારી છાત્રાલય,આદર્શ નિવાસી શાળાના બાંધકામ માટે 255 કરોડ

પ્રિ-મેટ્રીકના 15 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ માટે 176 કરોડ

દૂધ સંજીવની યોજના હેઠળ 150 કરોડ, ધોરણ 1થી8ના વિદ્યાર્થીઓ માટે ગણવેશ સહાય માટે 120 કરોડ

અદ્યતન સુવિધાવાળા સમરસ છાત્રાલયોની યોજના માટે 23 કરોડની ફાળવણી

ગ્રામ વિકાસ : મનરેગા યોજના હેઠળ રોજગારી પૂરી પાડવા 1309 કરોડની જોગવાઇ

પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) માટે 751 કરોડની જોગવાઇ

રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (આજીવિકા) યોજના માટે 262 કરોડની જોગવાઇ

પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના 2.0 હેઠળ 255 કરોડની જોગવાઇ

પ્રધાનમંત્રી આદિજાતિ ન્યાય મહાઅભિયાન મિશન અન્વયે ‘ઘરનું ઘર’ આપવા 164 કરોડની જોગવાઇ

અંત્યોદય પરિવારોની 50 હજાર મહિલાઓ લખપતિ બનવા સમર્થ બને તે માટે 100 કરોડની જોગવાઇ

ગ્રામ વિકાસની યોજના હયાત મહેકમને વધુ સુદ્દઢ બનાવવા 42 કરોડની જોગવાઇ

ગ્રામ્ય વિસ્તારના સામાજિક સાહસોને પ્રોત્સાહન માટે “ગુજરાત સોશિયલ એન્‍ટરપ્રાઇઝ ફંડ”ની રચના, આગામી 5 વર્ષમાં 50 કરોડનો ખર્ચ અને આગામી વર્ષ માટે 10 કરોડની જોગવાઇ

Performance Linked Incentive યોજના માટે 5 કરોડની જોગવાઇ

ગ્રામ્ય માળખાકીય સુવિધાઓના સુદ્રઢીકરણ માટે : 2600 કરોડ ઉપરાંતની જોગવાઈ

પાણી પુરવઠા યોજનાઓના અમલીકરણ માટે વારિગૃહોના વીજબીલના ચૂકવણા માટે 974 કરોડની જોગવાઈ

નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત  ઘન અને પ્રવાહી કચરાના કાયમી નિકાલ, જાહેર સ્થળોની સફાઇના કામો માટે 300 કરોડની જોગવાઈ

આંતરરાષ્ટ્રીય સરહદ પરના ગામોમાં માળખાગત સુવિધા વિકસાવવા 10 કરોડની જોગવાઇ

પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામવિકાસ વિભાગ : કુલ 12138 કરોડની જોગવાઇ

પંચાયતી રાજ વ્યવસ્થાને વધારે અસરકારક બનાવવા અને યોજનાઓના અમલમાં લાવવા પંચાયતી રાજની સંસ્થાઓમાં 2000 નવી તાંત્રિક અને બિન તાંત્રિક જગ્યાઓ ઉભી કરી સમગ્ર વહીવટી માળખાને સુદ્રઢ બનાવવામાં આવશે. 

યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ : 122 કરોડની જોગવાઈ

યોગની પ્રવૃત્તિને વધુ વેગ આપવા માટે યોગ સ્ટુડિયો યોજના

સિંધી ભાષાના સંરક્ષણ અને સંવર્ધન માટે સિંધુ સાંસ્કૃતિક કેન્દ્રના નિર્માણનું આયોજન

પુરાતત્વ અને સંગ્રહાલય ક્ષેત્રે : 113 કરોડની જોગવાઇ

વડનગરની ઐતિહાસિક ધરોહરોનું ગૌરવ જળવવા પુરાતાત્વિક અનુભૂતિ સંગ્રહાલય

તાના-રીરી સંગીત સંગ્રહાલય સહિત અનેક પ્રકલ્પો વિકસાવવાનું આયોજન

રમતગમત ક્ષેત્રે : 367 કરોડની જોગવાઇ  

ઓલમ્પિક કક્ષા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના રમતવીરો તૈયાર કરવા માટે આયોજન

શક્તિદૂત 2.0 યોજના હેઠળ શ્રેષ્ઠ દેખાવ કરતાં ખેલાડીઓને સહાય આપવાનું આયોજન

પેરા એથ્લીટ્સને આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધા આપવા પ્રથમ મલ્ટી સ્પોર્ટ્સ પેરા હાઈ-પર્ફોમન્સ સેન્ટરના નિર્માણનું આયોજન

ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ માટેની જોગવાઈ 

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY) અંતર્ગત 400 કરોડની જોગવાઇ

મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના (MKKN) અંતર્ગત મેડિકલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને સહાય આપવા 160 કરોડની જોગવાઇ

બિન આદિજાતિ વિસ્તાર-8 અને આદિજાતિ વિસ્તાર-2, કુલ 10 નવી સરકારી કોલેજો માટે 134 કરોડની જોગવાઇ

રાજ્યની સ્ટેટ યુનિવર્સિટીઓમાં વિવિધ માળખાકીય સુવિધાઓના વિકાસ માટે 101 કરોડની જોગવાઇ

પી.એચ.ડી. કોર્સમાં સંશોધન કરતાં વિદ્યાર્થી માટે 2000 વિદ્યાર્થીઓને સહાય આપવા 40 કરોડની જોગવાઇ

મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના (CMSS) અંતર્ગત 2500 વિદ્યાર્થીઓને સહાય આપવા 30 કરોડની જોગવાઇ

ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ અંતર્ગત 30 કરોડની જોગવાઇ

સ્માર્ટ ક્લાસરૂમ અને સ્માર્ટ લેબમાં રૂપાંતરિત કરવા 198 કરોડની જોગવાઈ

સરકારી ટેકનિકલ સંસ્થાઓના વિવિધ ભવનોના સંચાલન અને નિભાવણી માટે 42 કરોડની જોગવાઈ

 ગ્રીન હાઇડ્રોજન ટેકનોલોજી, ફિનટેક વગેરેના સેન્ટર ઓફ એક્સલન્સ, સ્પોર્ટસ ટેકનોલોજી સેન્ટરની સ્થાપના માટે 35  કરોડની જોગવાઈ

ફ્યુચરિસ્ટિક-ડિસરપ્ટિવ ટેકનોલોજી ક્ષેત્રે સરકારી ઈજનેરી કોલેજો ખાતે રિસર્ચ પાર્ક સ્થાપવા  10 કરોડની જોગવાઈ

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ : કુલ 20,100 કરોડની જોગવાઇ

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત એમ્પેનલ થયેલ 2531 ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં 10 લાખ સુધીની કેશલેસ સારવાર માટે 3110 કરોડની જોગવાઇ

મેડીકલ કોલેજો અને હોસ્પિટલ સાથે ત્રિ-સ્તરીય આરોગ્ય વ્યવસ્થા અંતર્ગત તમામ આરોગ્ય કેન્દ્રોના બાંધકામ અને સાધનો સહિત સુવિધાઓ સુદ્રઢ કરવા માટે 2308 કરોડની જોગવાઇ

GMERS સંચાલિત મેડીકલ હોસ્પિટલોના બાંધકામ, રખરખાવ અને સંચાલન માટે 1000 કરોડની જોગવાઇ

આરોગ્ય સુવિધાઓના સુદ્રઢીકરણ, બિનચેપી રોગો અને  જાહેર આરોગ્યની સમસ્યાઓના નિયંત્રણ હેતુ 4200 કરોડના ખર્ચે શરૂ કરાયેલ શ્રેષ્ઠ ગુજરાત પ્રોજેક્ટ માટે 350 કરોડની જોગવાઈ

સરકારી મેડીકલ કોલેજો અને તેની સંલગ્ન હોસ્પિટલો, એમ. એન્ડ જે. ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઓપ્થેલ્મોલોજી, અમદાવાદ તેમજ સ્પાઇન ઇન્સ્ટીટ્યૂટ, અમદાવાદમાં નવા તબીબી સાધનો ઉપલબ્ધ કરાવવા માટે 100 કરોડની જોગવાઇ

108 ઇમરજન્સી સેવા હેઠળ 319 નવી એમ્બ્યુલન્સ માટે 76 કરોડની જોગવાઇ 

યુ. એન. મહેતા હાર્ટ હોસ્પિટલ અને કિડની હોસ્પિટલ માટે 60 કરોડની જોગવાઇ

સગર્ભા મહિલાઓની સંસ્થાકીય પ્રસૂતિ કરાવવા અને ત્યારબાદ હોસ્પિટલ ખાતે રોકાણ કરી સારવાર આપવા તેઓને 15 હજાર તેમજ આશા બહેનોને 3 હજારની પ્રસૂતિદીઠ પ્રોત્સાહન રકમ આપવા 53 કરોડની જોગવાઈ

ગાંધીનગર, સુરત અને રાજકોટ ખાતે સઘન કાર્ડિયાક સારવાર મળી રહે તે માટે યુ.એન.મહેતા ઇન્સ્ટીટ્યૂટ, અમદાવાદના સહયોગથી કાર્ડિયાક ટ્રીટમેન્ટ સેન્ટર શરુ કરવા માટે 40 કરોડની જોગવાઇ

ગવર્નમેન્ટ સ્પાઈન ઈન્સ્ટીટ્યુટ અને પેરાપ્લેજીયા હોસ્પિટલના વિસ્તૃતિકરણ અને મુક-બધીર દિવ્યાંગો માટે સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના 10 કરોડની જોગવાઇ

અમદાવાદ જિલ્લામાં બાવળા નજીક તથા સુરત જિલ્લાના કામરેજ નજીક 300 બેડની જિલ્લા કક્ષાની હોસ્પિટલ માટે આગામી વર્ષ માટે 10 કરોડની જોગવાઇ

આયુષ સેવાઓ અદ્યતન બનાવવા આર્યુવેદિક કોલેજ અને હોસ્પિટલ, કોલવડાને સેન્ટર ઓફ એક્સલન્સ તેમજ આયુષ હેઠળના દવાખાનાઓ માટે કુલ 482 કરોડની જોગવાઇ

કામદાર રાજ્ય વીમા યોજના હેઠળ 15 લાખથી વધુ કામદારોના પરિવારોને આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવા માટે 221 કરોડની જોગવાઇ

ખોરાક અને ઔષધ નિયમન પ્રભાગ માટે સુરત ખાતે નવી જિલ્લા કચેરી સાથે કુલ 87 કરોડની જોગવાઇ

મહિલા અને બાળ વિકાસ વિભાગ : કુલ 6885 કરોડની જોગવાઇ

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત વિધવા બહેનોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે 2363 કરોડની જોગવાઇ

પૂરક પોષણ યોજના અંતર્ગત 3 થી 6 વર્ષનાં બાળકોને આંગણવાડીમાં નાસ્તો, ભોજન તથા બાળકો, કિશોરીઓ અને સગર્ભા-ધાત્રી માતાઓને ટેક હોમ રાશન પૂરું પાડવા માટે 878 કરોડની જોગવાઇ

‘પૂર્ણા યોજના’ હેઠળ કિશોરીઓને વિતરણ કરવામાં આવતા ટેક હોમ રાશન માટે 344 કરોડની જોગવાઈ  

‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’ હેઠળ સગર્ભા અને ધાત્રીમાતાને 1 હજાર દિવસ સુધી પ્રતિ માસ 2 કિલો ચણા, 1 કિલો તુવેરદાળ અને 1 લિટર ખાદ્યતેલ માટે 322 કરોડની જોગવાઇ

‘વ્હાલી દિકરી યોજના’ અંતર્ગત સહાય આપવા માટે 252 કરોડની જોગવાઇ

‘આંગણવાડી 2.0 યોજના’ હેઠળ આંગણવાડીઓના માળખાકીય વિકાસ માટે 1800 કરોડના ખર્ચે અમલી બનનાર યોજના માટે 200 કરોડની જોગવાઇ

આદિજાતિ અને વિકાસશીલ તાલુકાઓમાં ‘દૂધ સંજીવની યોજના’ હેઠળ બાળકો, સગર્ભા, ધાત્રી માતાઓને ફલેવર્ડ ફોર્ટીફાઇટ દૂધ આપવા માટે 132 કરોડની જોગવાઇ

‘પોષણ સુધા યોજના’ હેઠળ 106 આદિજાતિ ઘટકોમાં સગર્ભા – ધાત્રી માતાઓને ભોજન માટે 129 કરોડની જોગવાઇ

સુરત ખાતે આવેલ ‘નારી સંરક્ષણ કેન્દ્ર’ના અદ્યતન અને નવીન સુવિધાઓ યુક્ત નવા મકાનના બાંધકામ માટે 16 કરોડની જોગવાઈ

પોષણની સ્થિતિનું મૂલ્યાંકન અને દેખરેખ રાખવાના સાથે વિવિધ વૃદ્ધિ મોનિટરીંગ ઉપકરણોની ખરીદી કરવા માટે 14 કરોડની જોગવાઇ

આદિજાતિ વિકાસ વિભાગ : કુલ 4374 કરોડની જોગવાઈ 

નાણામંત્રીએ આદિજાતિ વિકાસના વિભાગ માટે કુલ 4374 કરોડની જોગવાઈ

આદિજાતિ જિલ્લાઓમાં કાર્યરત 5000થી વધુ દૂધ મંડળીઓને સોલાર રૂફટોપની સ્થાપના હેતુ સબસીડી માટે 26 કરોડની જોગવાઇ 

ઓલિમ્પિક માટે 376 કરોડની ફાળવણી 


અમદાવાદમાં ઓલિમ્પિકના આયોજન માટે માટે 376 કરોડની જોગવાઈ

ગુજરાત રાજ્યમાં માથાદીઠ આવકમાં વધારો 

નાણામંત્રી કનુ દેસાઈએ કહ્યું હતું કે, રાજ્યમાં માથાદીઠ આવકમાં મોટો વધારો થયો છે. ગુજરાતના નાગરિકોની માથાદીઠ આવક વિકસિત દેશો જેટલી કરવાનું આયોજન છે. અમદાવાદ અને સુરતમાં અદ્યતન હોસ્પિટલ બનશે તેમજ બાવળા અને કામરેજ નજીક બનશે આધુનિક હોસ્પિટલ. જ્યારે બીજી બાજુ ઊર્જા અને પેટ્રો કેમિકલ માટે 8423 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. 

6 ITIને મેગા ITI બનાવવાનું આયોજન  

બજેટમાં જાહેરાત અનુસાર 6 ITIને મેગા ITI બનાવાશે

ગિફ્ટ સિટી માટે મોટી જાહેરાત: 900 એકરમાં ફેલાયેલી ગિફ્ટી સિટીનું 3300 એકરમાં વિસ્તરણ કરાશે

962 કરોડના ખર્ચે તૈયાર થયેલો દ્વારકા-ઓખા સિગ્નેચર બ્રિજ હવે પૂર્ણતાના આરે છે

અમદાવાદના રિવરફ્રન્ટના વિકાસ માટે

અમદાવાદ રિવરફ્રન્ટની લંબાઈ વધારવાનો નિર્ણય, બજેટની ફાળવણી કરાઇ

‘સાગર ખેડૂતોને હાઈસ્પીડ ડિઝલ વેટ સહાય’ માટે 463 કરોડની જોગવાઈ

‘કિસાન સૂર્યોદય યોજના’ હેઠળ 1570 કરોડની જોગવાઈ  

નવી 2500 ST બસો

બજેટની જોગવાઈ અનુસાર સરકારે ‘જનરક્ષક યોજના’ની જાહેરાત

1100 જનરક્ષક વાહનોનું માળખુ ગોઠવાશે

નવી 2500 જેટલી એસટી બસો ખરીદાશે

નવા સબ સ્ટેશનનો સ્થાપવા 380 કરોડની જોગવાઈ

પોલીસ, ફાયર સહિતની વ્યવસ્થા માટે 112 નંબર જાહેર  

અન્ય વિભાગો માટે કેટલું બજેટ ફાળવ્યું? 

ખેતી, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ રૂ. 22,194 કરોડની જોગવાઈ

જળસંપતિ વિભાગ માટે કુલ રૂ. 11,535 કરોડ

પાણી પુરવઠા વિભાગ માટે કુલ રૂ. 6242 કરોડ

વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે કુલ રૂ. 2421 કરોડ

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ રૂ. 22, 194 કરોડની જોગવાઈ

બજેટમાં ગૃહ વિભાગ માટે કુલ રૂ.10,378 કરોડની જોગવાઈ

ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગ માટે કુલ રૂ. 9228 કરોડ

વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ રૂ. 2586 કરોડ

કલાઇમેટ ચેન્જ વિભાગ માટે કુલ રૂ. 1163 કરોડ

કાયદા વિભાગ માટે કુલ રૂ. 2559 કરોડ

મહેસુલ વિભાગ માટે કુલ રૂ. 5195 કરોડ

સામાન્ય વહીવટ વિભાગ માટે કુલ રૂ. 2239 કરોડ

માહિતી અને પ્રસારણ વિભાગ માટે કુલ રૂ. 384 કરોડની જોગવાઈ

 

Gujarat Budget 2024-25: નાણામંત્રીએ કરી મહત્ત્વની અન્ય કેટલીક જાહેરાતો 


319 નવી એમ્બ્યુલન્સ ખરીદાશે


45 હજાર સ્માર્ટ ક્લાસ રૂમ બનાવવાનું કાર્ય શરૂ છે


10 રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન શાળાઓ શરૂ કરાશે


રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 15 હજાર નવા ઓરડા


શાળાઓમાં 2 લાખ કોમ્પ્યુટર અપાશે


162 નવી સરકારી શાળા બનાવાશે


અમદાવાદ અને સુરતમાં બનશે અદ્યતન હોસ્પિટલ 

અમદાવાદ અને સુરત જિલ્લામાં બનશે અદ્યતન હોસ્પિટલ

રાજ્ય સરકાર 2500 નવી બસ રાજ્યની સેવામાં મુકશે

રિવરફ્રન્ટ ગાંધીનગર સુધી લંબાવાશે, કુલ લંબાઈ 38.2 કિલોમીટર થશે

Gujarat Budget 2024-25: મહત્ત્વની જાહેરાત

3થી 5 વર્ષના બાળકો માટે પોષણક્ષમ આહારની વ્યવસ્થા

8 હજાર નવી આંગણવાડીઓનું નિર્માણ થશે

શૈક્ષણિક સહાય માટે નમો લક્ષ્મી યોજના લાગૂ થશે

ધોરણ 9 અને ધોરણ 10ના વિદ્યાર્થીઓને 10 હજારની સહાય અપાશે

ધો. 11 અને 12ના વિદ્યાર્થીઓને 15 હજારની સહાય અપાશે

8 નગરપાલિકાઓને મહાનગરપાલિકાઓમાં ફેરવાશે

ખેતી, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 22194 કરોડની જોગવાઈ

ખેતી, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 22194 કરોડની જોગવાઈ

ટ્રેક્ટર અને કૃષિ યાંત્રિકીકરણની ખરીદી સહાય માટે 701 કરોડની જોગવાઈ

ખેતરને ફરતે કાટાળીવાડ, સોલાર ફેન્સિંગ માટે 350 કરોડની જોગવાઈ

એગ્રો અને ફુડ પ્રોસેસિંગ એકમો માટે 200 કરોડની જોગવાઈ

ખેડૂતોના આકસ્મિક મૃત્યુના કિસ્સામાં વીમા સંરક્ષણ માટે 81 કરોડની જોગવાઈ  

પંચાયત, ગ્રામગૃહ નિર્માણ, ગ્રામીણ વિકાસ માટે 12138 કરોડની જોગવાઈ 

નાણામંત્રીએ યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ માટે 122 કરોડની જોગવાઈ

પંચાયત, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામીણ વિકાસ માટે 12138 કરોડની જાહેરાત

શહેરી વિકાસ, ગૃહ નિર્માણ માટે 21696 કરોડની ફાળવણી

શહેરી વિકાસ, ગૃહ નિર્માણ : 21696 કરોડની જોગવાઈ

માર્ગ અને મકાન વિભાગ માટે 22163 કરોડની જોગવાઈ

મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના માટે પાંચ હજાર કરોડ અને બંદરો તથા વાહન વ્યવહાર વિભાગ માટે 3858 કરોડની જોગવાઈ

જળસંપતિ વિભાગ માટે 11535 કરોડની જોગવાઈ  

નમો સરસ્વતી યોજનાની જાહેરાત

શિક્ષણ ક્ષેત્રે રાજ્ય સરકારે નમો સરસ્વતી યોજનાની જાહેરાત કરતાં નાણામંત્રીએ કહ્યું કે, 21મી સદી વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી છે. જેમાં જીવનના દરેક ક્ષેત્રમાં આઇ.ટી. અને સંલગ્ન ટેક્નોલોજીનો મહત્વનો ભાગ ભજવવાની છે.

ઉચ્ચ કક્ષાની નવી રોજગારીની તકો માટે વિજ્ઞાન પ્રવાહ (STEM)નું શિક્ષણ જરૂરી છે. વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમોમાં શિક્ષણને પ્રોત્સાહન માટે આ યોજના અંતર્ગત, ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને-

  • ધોરણ-11માં 10 હજાર રુપિયા અને ધોરણ-12 માં 15 હજાર રુપિયા મળી કુલ  25 હજાર રુપિયાની સહાય
  • આગામી પાંચ વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે વાર્ષિક 2 લાખથી વધી ૫ લાખ થવાની ધારણા
  • આવતા વર્ષે અંદાજે  400 કરોડ રુપિયાનો ખર્ચ થશે

નવી બસો ખરીદવા 768 કરોડની સહાય

બજેટમાં નવી બસો ખરીદવા માટે 768 કરોડની જોગવાઈ

ઈ-વ્હિકલ સબસીડી આપવા 218 કરોડ,

બસ સ્ટેશનના આધુનિકરણ માટે 118 કરોડ,

જળસંપત્તિ પ્રભાગ માટે 11535 કરોડ, ચેકડેમ, તળાવો ઉંડા કરવા 236 કરોડ તથા રાજકોટ જિલ્લાના વિંછીયા, ધરઈ જળાશયને જોડવા 160 કરોડની જોગવાઈ કરાઈ. 

યુવકસેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે 122 કરોડની જોગવાઈ

પુરાતત્વ અને સંગ્રહાલય ક્ષેત્રે 113 કરોડની જોગવાઇ

નમો લક્ષ્મી યોજના હેઠળ 10 લાખ વિદ્યાર્થિનીઓને લાભ

નાણામંત્રી કનુભાઈ દેસાઈએ નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરી છે. જે અંતર્ગત ધોરણ 9 અને ધોરણ 10ની વિદ્યાર્થિનીઓને 10 હજારની સહાય અપાશે.

ધો. 11 અને 12ની વિદ્યાર્થિનીઓને 15 હજારની સહાય અપાશે. 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા પર 50 હજારની સહાય અપાશે.

આમ રાજ્યના 10 લાખ વિદ્યાર્થિનીઓને લાભ મળશે.

Gujarat Budget 2024-25: વિધાનસભામાં 3,32,465 કરોડનું બજેટ રજૂ 

નાણામંત્રીએ વિધાનસભામાં 3,32,465 કરોડનું આ વર્ષનું બજેટ રજૂ કરી દેવાયું છે.

નમો લક્ષ્મી યોજનાની કરી જાહેરાત

ગુજરાત સરકારે બજેટમાં નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરી છે. તેના માટે 1250 કરોડની જોગવાઈ  

Gujarat Budget 2024-25: 5G ગુજરાતની કલ્પના

કનુભાઈ દેસાઈએ બજૂટ કરતા સમયે કહ્યું કે,

ગરવી ગુજરાત, ગુણવંતુ ગુજરાત, ગ્રીન ગુજરાત, ગ્લોબલ ગુજરાત અને ગતિશિલ ગુજરાત. આમ ગુજરાતનો વિકાસ ગણવંતો રહે તેવો ધ્યેય છે.’

– નાણામંત્રી કનુભાઈ દેસાઈ

સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ ? 

ગુજરાત વિધાનસભામાં બજેટ રજૂ થવાની તૈયારી છે ત્યારે આ વાત પણ જાણવા જેવી છે કે ગુજરાત વિધાનસભામાં સૌથી વધુ વખત બજેટ કયા નાણામંત્રીએ રજૂ કર્યું? તો એનો જવાબ છે વજુભાઈવાળા.

પૂર્વ નાણામંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા વજુભાઈ વાળાએ 18 વખત બજેટ રજૂ કર્યું છે. તે ગુજરાતમાં સૌથી વધુ વખત બજેટ રજૂ કરનાર નાણામંત્રી છે. તત્કાલીન મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના કાર્યકાળ દરમિયાન તેમણે 1998થી લઈ 2001 સુધી અને ત્યાર બાદ વર્ષ 2002થી તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન 18 વખત બજેટ રજૂ કર્યું હતું.

બજેટ રજૂ કરતાં પહેલાં શું બોલ્યાં નાણામંત્રી ? 

નાણામંત્રી કનુ દેસાઈએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, વડાપ્રધાન મોદીએ વિકસિત ભારત 2047 નો સંકલ્પ રજૂ કર્યો છે. આ સંકલ્પને અનુરૂપ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠશ વિકસિત ગુજરાત 2047 સુધીનો રોડ મેપ તૈયાર કરી દેવાયો છે.

આ રોડમેપના આધારે જ ગરીબ, યુવા, નારી શક્તિ અને ખેડૂતોને ધ્યાનમાં રાખીને જ બજેટમાં જોગવાઈઓ કરી છે.  તેમણે સંકેત આપતાં કહ્યું કે આ બજેટ ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટી જોગવાઇ ધરાવતું બજેટ હશે. 

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.