આજે સિરામિકનો વપરાશ વધ્યો છે. સિરામિકની વસ્તુ જલદી તૂટી જવાનો ભય છે તેથી તેનો વેસ્ટ પણ મોટા પ્રમાણમાં થાય છે. આથી પર્યાવરણને પણ નુકસાન પહોંચી રહ્યું છે. સિરામિકનો વપરાશ વધ્યો છે તે અંગે લોકો ચિંતા પણ કરે છે કારણકે સિરામિકની વસ્તુ જલદી તૂટી જવાનો ભય છે તેથી તેનો વેસ્ટ પણ મોટા પ્રમાણમાં થાય છે. આથી પર્યાવરણને પણ નુકસાન પહોંચી રહ્યું છે. અમદાવાદની NIDમાં માસ્ટર ઓફ ડિઝાઇનનો કોર્સ પૂર્ણ કરનાર આ યુવાને એક પ્રોજેક્ટ શરૂઆતમાં હાથ ધર્યો અને સિરામિક વેસ્ટ માંથી રીસાયકલીંગ પ્રોસેસ દ્વારા પર્યાવરણને નુકશાન ન પહોંચે તેવું ઇનોવેશન કર્યું અને આ આ પ્રોજેક્ટ ને તેમણે ‘તત્વમિક્શ’- રિસાયકલ સિરામિક બાય ‘અર્થ તત્ત્વ’ નામ આપ્યું છે
તેઓ કહે છે ભારતમાં વાર્ષિક 21,600 ટન સિરામિક વેસ્ટ પેદા થાય છે. શશાંક નિમકરના જણાવ્યા અનુસાર એક પ્રોજેક્ટના ભાગરૂપે ફૂરઝાની એક ઇન્ડસ્ટિઝની મુલાકાત લીધી હતી. ત્યારે રસ્તામાં સિરામીકની વેસ્ટ વસ્તુઓ જોઇને વિચાર આવ્યો કે, આ વેસ્ટ સિરામિકનો ઉપયોગ કરીને બેસ્ટ વાસણો કઇ રીતે બનાવી શકાય છે. ત્યારબાદ સ્ટડીના ભાગરૂપે ઇન્ટનશિપ કરવાની હતી. તો તેમને નકામા વેસ્ટનું પ્રદૂષણ ઘટાડવા માટે સિરામિકના વાસણો બનાવવાનો પોતાનો જ પ્રોજેક્ટ ચાલુ કરી દીધો, આ સિરામિકના વેસ્ટને જોયો અને તેને કરી રીતે આ ધરતી પરથી ઓછું કરી શકાય તેનો વિચારના સતત આવ્યો અને થોડાક દિવસો મનોમંથન કાર્ય બાદ વેસ્ટ સિરામિક લઇને તેના પર પ્રોસેસ કરી તેમાંથી રોજિંદા જીવનમાં ઉપયોગી વસ્તુઓ બનાવી. આ સિરામિકને રિસાયકલ કરવામાં રેઝિન અને સિમેન્ટનો ઉપયોગ કરવાને બદલે કુદરતી બાઇન્ડરનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી આ સિરામિકનો ફરીવાર રિસાયકલ કરી શકાય છે
તેઓ કહે છે અમે તૈયાર કરેલા વેસ્ટ સિરામિકમાંથી બનાવેલી વસ્તુઓનો વપરાશ કેવો રહેશે તેનો રિવ્યૂ લેવા માટે શરૂઆતમાં સ્ટોલ કર્યો, જેમાં અમે લોકો પાસેથી આ પ્રોડક્ટની પ્રતિક્રિયા જાણી ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ આત્મનિર્ભર ભારત અભિયાનના લક્ષ્યને પહોંચી વળવા માટે સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને સ્કિલઅપ ઈન્ડિયા મહત્વનો ભાગ ભજવે છે. જે અર્થે સહભાગી થતાં દરેક રાજ્યોને મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કિંગ પણ જાહેર કરવામાં આવે છે. બેસ્ટ સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં ગુજરાત સતત આગળ વધી રહ્યું છે. ગુજરાતનાં યુવાનો હવે સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં આગળ રહીને ગુજરાતને પણ સતત આગળ વધારી રહ્યા છે. અને બેસ્ટ સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં ગુજરાત સતત આગળ વધી રહ્યું છે