આ વર્ષનું ચોમાસુ વધુ એક ચિંતા ખેંચી લાવ્યું! જો હજું સ્થિતિ સુધરી નહીં તો ગુજરાતના ખેડૂતોના જીવ પડીકે બંધાશે!

0
99
ખેડુત
ખેડુત

જિલ્લાના ખેડૂતો માટે આ વર્ષનું ચોમાસુ વધુ એક ચિંતા ખેંચી લાવ્યું છે. ભર ચોમાસે જિલ્લા માં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. છેલ્લા 20 દિવસથી જિલ્લા માં વરસાદ ખેંચાતા ખેડૂતોના પોતાના ખેતરમા ઉભેલા પાકને લઇ ચિંતાતુર બન્યા છે. જો થોડા દીવસ વરસાદ ખેંચાશે તો ખેડૂતો નો મહામુલો પાક નિષ્ફળ જશે. જેથી હવે ખેડૂતો ભગવાન પાસે વરસાદની માંગ કરતા જોવા મળી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લોએ ખેતી અને પશુપાલનને વરેલો જિલ્લો છે. આ જિલ્લા ના મોટાભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જોકે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો છેલ્લા કેટલાય સમયથી એક બાદ એક નુકસાનીનો ભોગ બનતા આવ્યા છે. થોડા દિવસો પહેલા બીપરજોય અને હવે તે બાદ ભર ચોમાસે વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે.

મહત્વની વાત છે કે ચોમાસાની શરૂઆતમાં મેઘરાજા મન મૂકીને વર્ષા હતા અને સારો એવો વરસાદ જોતા ખેડૂતોને ચોમાસુ સારું જશે તેવી આશા બંધાઈ અને ખેડૂતોએ હોશે હોશે પોતાના ખેતરોમાં કપાસ, મગફળી, બાજરી, મકાઈ, દિવેલા સહિતના અનેક પાકોનું વાવેતર કરી દીધું. જિલ્લામાં ચોમાસુ સીઝનનું 6,05,817 હેક્ટરમાં વાવેતર થયું છે. જોકે ભર ચોમાસું ચાલી રહ્યું હોવા છતાં પણ વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યા છે એક બાજુ જિલ્લામાં પાણીના તળ ઊંડા છે તો બીજી બાજુ વરસાદ ખેંચાયો છે જો હવે 10-15 દિવસ વરસાદ વધુ ખેંચાશે તો ખેડૂતોનો મહામુલો પાક નિષ્ફળ જશે તેવી ભીતિ તેમને સેવાઇ રહી છે. 

મહત્વની વાત કે બનાસકાંઠા જિલ્લો એ વર્ષોથી પાણીની અછત ભોગવતો આવતો જિલ્લો છે આ જિલ્લામાં ભૂગર્ભજળ ઉંડા જતા ખેડૂતો ઉનાળુ અને શિયાળો ખેતીમાં તો મુશ્કેલી ભોગવી જ રહ્યા છે પરંતુ ચોમાસુ ખેતીમાં પણ વરસાદ ખેચાતા હવે જો આગામી દિવસોમાં વરસાદ નહીં થાય તો ખેડૂતોનો ખેતરોમાં ઉભેલો પાક સુકાઈ જવાની ભીતી ખેડૂતોને સતાવી રહી છે ત્યારે અત્યારે તો હવે જિલ્લા ના ખેડૂતો ભગવાન પાસે જિલ્લામાં વરસાદ વરસે તેવી પ્રાર્થના કરી રહ્યા છે પરંતુ જો વરસાદ નહીં થાય તો ચોમાસુ પાક ની સાથે ખેડૂતો ઉનાળો સિઝન પણ નહીં લઈ શકે ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે.

ત્યારે જિલ્લા ખેતીવાડી અધિકારી પણ કબૂલી રહ્યા છે કે ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ થતાં જિલ્લામાં સારા પ્રમાણમાં ખેડૂતોએ વાવેતર કર્યું હતું જોકે 20 દિવસથી જિલ્લામાં ખુબજ ઓછા પ્રમાણમાં છૂટો છવાયો વરસાદ છે જો આગામી સમયમાં વરસાદ ખેંચાશે તો ખેડૂતોના પાકને નુકશાનની ભીતિ જોવા મળી રહી છે.

જિલ્લામાં થયેલ વાવેતર

  • ઘાસચારો -1.79 લાખ હેકટર
  • મગફળી -1.73 લાખ હેકટર
  • બાજરા પાક -1.27 લાખ હેકટર
  • દિવેલા -79 હજાર હેકટર
  • મકાઈ -12 હજાર હેકટર

Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.