Gujarat Semiconductor Powerhouse: સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાતનો ‘માસ્ટરસ્ટ્રોક’: ₹1.24 લાખ કરોડના રોકાણ સાથે રાજ્ય બનશે દેશનું નવું પાવરહાઉસ

0
66
Semiconductor

Gujarat Semiconductor Powerhouse: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભારતને સેમિકન્ડક્ટર ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાના વિઝનને સાકાર કરવા ગુજરાત સજ્જ બન્યું છે. આગામી 1 અને 2 માર્ચ દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ‘ગુજરાત સેમિકનેક્ટ-2026’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડીયાએ જાહેરાત કરી છે કે, ગુજરાતમાં અંદાજે ₹1.24 લાખ કરોડના પ્રોજેક્ટ્સ સાથે રાજ્ય હવે વૈશ્વિક સેમિકન્ડક્ટર મેપ પર ચમકશે.

Gujarat Semiconductor Powerhouse: ગાંધીનગરમાં દિગ્ગજોનો જમાવડો

Gujarat Semiconductor Powerhouse

આ બે દિવસીય રાઉન્ડ ટેબલ બેઠકમાં દેશ-વિદેશના ટેકનોલોજી નિષ્ણાતો અને ઉદ્યોગપતિઓ ઉમટી પડશે. કાર્યક્રમમાં:

  • મુખ્ય અતિથિ: કેન્દ્રીય આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવની વિશેષ ઉપસ્થિતિ.
  • નેતૃત્વ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી માર્ગદર્શન આપશે.
  • આંતરરાષ્ટ્રીય સહયોગ: તાઇવાન અને જાપાન જેવા દેશો સાથે ‘કન્ટ્રી રાઉન્ડ ટેબલ’ બેઠકો યોજાશે.

Gujarat Semiconductor Powerhouse: ધોલેરા ‘સેમિકોન સિટી’ આકર્ષણનું કેન્દ્ર

પરિષદના બીજા દિવસે એટલે કે 2 માર્ચે, તમામ પ્રતિનિધિઓ ધોલેરા SIR ની મુલાકાત લેશે. ત્યાં નિર્માણ પામી રહેલી ‘સેમિકોન સિટી’ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ કાર્યોનું નિરીક્ષણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ્સ માત્ર રોકાણ જ નહીં, પરંતુ લાખોની સંખ્યામાં હાઈ-સ્કિલ્ડ રોજગારીની તકો પણ ઉભી કરશે.

કયા મુદ્દાઓ પર રહેશે નજર?

આ રાઉન્ડ ટેબલ બેઠકમાં માત્ર ટેકનોલોજી જ નહીં, પણ ઉદ્યોગો માટે પાયાની જરૂરિયાતો પર ભાર મુકાશે:

  1. નેક્સ્ટ જન સેમિકન્ડક્ટર્સ: ભવિષ્યની ચિપ ડિઝાઇન અને ઉત્પાદન.
  2. લોજિસ્ટિક્સ અને ફાઇનાન્સિંગ: પ્રોજેક્ટ્સને ઝડપી બનાવવા આર્થિક મોડલ.
  3. વર્કફોર્સ ડેવલપમેન્ટ: કુશળ માનવબળ તૈયાર કરવા પર ચર્ચા.
  4. માઈક્રોન ઈકોસિસ્ટમ: સેમિકન્ડક્ટર ક્ષેત્રની જાયન્ટ કંપની માઈક્રોન સાથેની ખાસ બેઠક.

આ પણ વાંચો :નમો સ્ટેડિયમ બાદ હવે ગુજરાતમાં આકાર લેશે ‘નમો ગૌરવ પાર્ક’: શહેરીજનોને મળશે વર્લ્ડ ક્લાસ મનોરંજન અને ફિટનેસની ભેટ