દેશની પ્રદૂષિત નદીઓમાં ગુજરાત પ્રથમ ક્રમાંકે

0
180

દેશની પ્રદૂષિત નદીઓમાં ગુજરાત પ્રથમ ક્રમાંકે છે. સાબરમતી, વિશ્વામિત્રી, ઢાઢર, ભાદર, ભોગાવો, ત્રિવેણી, મહી, દમણગંગા, ખારી, અમરાવતી, મેશ્વો અને નર્મદા સૌથી વધુ પ્રદૂષિત છે. મહત્વનું છે કે, આ મુદ્દાને લઈને હાઇકોર્ટે સુઓમોટો લીધી છે. જેમાં હાઇકોર્ટના અનેક હુકમ છતાં સ્થિતિ યથાવત છે. ગુજરાતમાં નદીઓનું પ્રદૂષણ ક્યારે ઓછું થશે તેવા સવાલો થઇ રહ્યાં છે. જેમાં ભારતમાં ઊંચા બાયોલોજીકલ ઑક્સિજન ડિમાન્ડથી નદીઓની જમીનની ફળદ્રુપતા ઓછી થઈ છે તથા જીવ સૃષ્ટિ માટે આવી પ્રદૂષિત નદીઓ જોખમી હોવાનું સામે આવ્યું છે.