Home State Gujarat પાર્ટીમાંથી મને સહકાર મળતો નથી- ભાજપ સાંસદનું દુ:ખ છલકાયું

પાર્ટીમાંથી મને સહકાર મળતો નથી- ભાજપ સાંસદનું દુ:ખ છલકાયું

0
381

ભાજપ સિનિયર સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા ઉપર મનદુઃખ ઠાલવ્યું છે. પાર્ટીમાંથી તેઓને સહકાર આપવામાં આવ્યો નહિ હોવાની વ્યથા વ્યક્ત કરી છે.

ભરૂચ BJP સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા ઉપર કાઢેલી ભડાસમાં કહ્યું છે કે, ચૈતર વસાવા ધારાસભ્ય ન હતા ત્યારે પણ સરકારી અધિકારીઓ અને ભાજપ સરકાર વિરુદ્ધ બેફામ બોલતા આવ્યા છે, અને ધારાસભ્ય બન્યા પછી એમને જે સંયમ અને મર્યાદા રાખવી જોઈએ.

ધારાસભ્ય ને શોભે તે પ્રકારનું વર્તન હોવું જોઈએ જેમાં જવાબદાર આગેવાન તરીકે તેવો નિષ્ફળ ગયા છે અને રાતોરાત સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે સરકાર વિરુદ્ધમાં, અધિકારીઓના વિરુદ્ધમાં અને પાર્ટીનાં આગેવાનોના વિરોધમાં બેફામ ઉચ્ચારણો કરી રહ્યા છે. જેમકે કલેકટર કચેરી આગળ ધરણાનો કાર્યક્રમ, ફોરેસ્ટ વિભાગ પર ચા-પાણી માટેનો કરોડો રૂપિયાનો ખર્ચનો ખોટો આરોપ તથા સરકાર ને બદનામ કરવાના અનેક પ્રયાસો કર્યા છે. કોઈપણ બાબતે યોગ્ય જગ્યાએ રજુઆત કરવાના બદલે લોકોની વચ્ચે જઈ ડ્રામા કરવાનાં કાર્યક્રમો કરી રહ્યા છે.

તાજેતરમાં ડેડીયાપાડા ખાતે આમ આદમી પાર્ટીનું સંમેલન હતું. જે સંમેલનમાં આપ ના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી આવ્યા હતા. સંમેલનમાં ભાજપનાં ધારાસભ્ય, સંસદ સભ્ય અને ભાજપ સરકાર પર નિમ્ન કક્ષાના જે શબ્દપ્રયોગ કર્યા છે. ભાજપના ધારાસભ્ય અને સંસદ ને ચપરાસી કહ્યા છે તેનો ખુલાસો મેં મીડિયાનાં મિત્રો સમક્ષ કર્યો અને આમ આદમી પાર્ટીના નેતાઓ કેવા છે તે મીડિયા સમક્ષ જડબાતોડ જવાબ આપ્યૉ..

જે બાબત થી નારાજ થઈ બિલકુલ આધાર વિહોણા નનામા પત્ર બાબતે ચૈતર વસાવાએ મુદ્દો ઉછાળ્યો તે બાબતે 18 માર્ચની જિલ્લા સંકલનની બેઠક દરમિયાન અધિકારી તથા તેઓની હાજરીમાં ખુલાસો થઈ ગયો. જિલ્લાના હિતમાં સરકારી ગ્રાન્ટનો સદઉપયોગ થાય તેમજ પદાધિકારી અને અધિકારી બધા સાથે મળીને ચર્ચા કરવી તે બાબતે પણ વાત થઈ ગયેલી છતા પણ નનામી પત્રનો આધાર લઈને આમ આદમી પાર્ટીના નેતાઓની ચડામણી થી ચૈતરભાઈએ ઓપન ડિબેટની માંગણી કરી.

જેનો મેં સ્વીકાર કર્યો જે પેહલી એપ્રિલના રોજ આયોજીત થવાની હતી. આ ડિબેટ ફક્તને ફક્ત નર્મદા જીલ્લા પુરતી હતી પરંતુ કાર્યક્રમને ડિબેટના બહાને આપના લોકો પ્રદેશભરના આમ આદમી પાર્ટીના લોકોને ભેગા કરી વાતાવરણ ડહોળવાનો અને ડિબેટને ટાળવાનો પ્રયાસ કર્યો. તેના કારણે જિલ્લા વહીવટી તંત્રએ આવા માહોલમાં ડિબેટનો કાર્યક્રમ ન રાખવો તેવું ધ્યાન દોર્યું.

પ્રદેશના પાર્ટીના નેતૃત્વએ પણ આ કાર્યક્રમ ન કરવો તેવું જણાવ્યું. તેનો અમને આંનદ છે પરંતુ હમેંશા પાર્ટીની વિરોધમાં કામ કરનારા, પાર્ટીની સામે સમયે – સમયે બળવો કરનારા અને તેમની સાથે કેટલાક બીજા નેતાઓએ ડિબેટથી ડરી પાર્ટીમાં ઉચ્ચકક્ષાએ ખોટા – ખોટા કારણો બતાવી ડિબેટ રદ કરાવી તેનું મને ભારે દુઃખ છે.

આજે આમ આદમી પાર્ટીના નેતાઓ તથા કાર્યકર્તાઓ અને મારા વિરોધીઓ આ ડિબેટ બંધ રહેવાથી ગેલમાં આવી ગયા છે તથા મારા વિરોધીઓ મારા માટે અલગ અલગ પ્રકારની કમેન્ટ કરે છે. તેની મને જરા પણ ચિંતા નથી સમય આવતા તેમને ઈંટનો જવાબ પથ્થરથી આપીશ.પરંતુ નર્મદા જિલ્લાની ધરતી પર આવી જે ધારાસભ્ય અને સંસદ સભ્ય ને ચપરાસી કહ્યા, નિમ્ન કક્ષાના શબ્દપ્રયોગ કર્યા, સરકાર પર પ્રહાર કર્યો આનો જવાબ આમ આદમી પાર્ટીના નેતાઓ ને આ ક્ષેત્રના ધારાસભ્ય એ તથા આગેવાનોએ આપવો જોઇતો હતો.

પરંતુ કોઈએ હિંમત બતાવી નથી. મેં પાર્ટી માટે ઘસાતુ બોલનારાઓને, મારા MLA- MP ને ચપરાસી કહેનારાઓને મેં હિંમતપૂર્વક ભાજપનું સન્માન જળવાઈ તે રીતમાં જવાબ આપ્યો છે. આમા મારો કોઈ અંગત સ્વાર્થ નથી. ભૂતકાળમાં પણ જેણે મારો ઈતિહાસ જોવો હોય તો જોઈ શકે છે જ્યારે જ્યારે પાર્ટી કે સરકારના વિરોધમાં પ્રહાર કર્યા હોય ત્યારે મેં જડબાતોડ જવાબ આપ્યા છે.

પરંતુ ધારાસભ્ય સંસદ સભ્યના વિરોધમાં બેફામ બોલે છે તેવા લોકોની સામે હું બોલ્યો છું તેના માટે પાર્ટીમાંથી મને સહકાર આપવાને બદલે મને દબાવવામાં આવે છે. તેનુ ભારે દુઃખ છે. આ લડાઈ મારી અંગત નથી. સરકાર અને ઘારાસભ્યોના સન્માન માટે હું લડુ છું, તેમ મનસુખ વસાવાએ મનદુઃખ જાહેર કર્યું છે.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે