HomeAhmedabadગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી વધારો!

ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી વધારો!

ગુજરાતમાં કોરોનાના નવા ૩૨૪ કેસ

ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી વધારો રહ્યો છે. નવી યાદી મુજબ,  ગુજરાતમાં કોરોનાના નવા ૩૨૪ કેસ સામે આવ્યા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ ૯૫ કેસ નોંધાયા છે, જયારે રાજકોટમાં નવા ૨૫ કેસ સામે આવ્યા છે. ત્યારબાદ મહેસાણામાં ૨૧, વડોદરામાં ૪૮, મોરબીમાં ૧૫ કેસ અને ગાંધીનગરમાં ૧૦ કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં કોરોનાથી એક દર્દીનું મોત થયું છે. ગુજરાતમાં હાલ ૧૧ લોકો વેન્ટીલેટર પર છે, જયારે ૨૨૧૦ દર્દીઓ સ્ટેબલ છે. ગુજરાતમાં હાલ કોરોનાથી સાજા થવાનો દર ૯૮.૯૭ ટકા છે. નવી યાદી પ્રમાણે વધુ ૩૧૭ લોકો ડીસ્ચાર્જ થયા છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments