GUJARAT RAIN : રાજ્યમાં ચોમાસું બેસી તો ગયું છે પરંતુ હજુ સાર્વત્રિક વરસાદ નોંધાયો નથી, જોકે પાછલા ૩ દિવસથી સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે, ત્યારે આગામી 3 કલાકને લઈને રાજ્યમાં કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઠંડર સ્ટોર્મ એક્ટિવિટી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. પવન અને વીજળીનાં કડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
![GUJARAT RAIN](https://vrlivegujarat.com/wp-content/uploads/2024/06/11-2.jpg)
GUJARAT RAIN : ક્યાં ક્યાં પડી શકે છે વરસાદ ?
![GUJARAT RAIN](https://vrlivegujarat.com/wp-content/uploads/2024/06/1-131-scaled.jpg)
હવામાન વિભાગ દ્વારા આગામી ૩ કલાકમાં નર્મદા, ડાંગ, વલસાડ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, જામનગર, અમરેલી, ભાવનગર, દ્વારકા, અમદાવાદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, તાપી, નવસારી, દમણ, રાજકોટ, મોરબી, બોટાદ અને કચ્છનાં જીલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે.
GUJARAT RAIN : શું છે હવામાન વિભાગની આગાહી ?
હવામાન વિભાગ દ્વારા 18 જૂનથી 23 જૂન સુધીની વરસાદ અંગેની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આ 6 દિવસ દરમિયાન વડોદરા, છોટા ઉદેપુર, સુરત, નવસારી, વલસાડ, જૂનાગઢ, અમરેલી, રાજકોટ અને અમદાવાદ સહિતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
GUJARAT RAIN : 18 જૂન ક્યાં પડશે વરસાદ
![GUJARAT RAIN](https://vrlivegujarat.com/wp-content/uploads/2024/06/18-3-566x400.jpg)
કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ, દાહોદ, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
GUJARAT RAIN : 19થી 21 જૂન ક્યાં પડશે વરસાદ
![GUJARAT RAIN](https://vrlivegujarat.com/wp-content/uploads/2024/06/19-1-566x400.jpg)
![GUJARAT RAIN](https://vrlivegujarat.com/wp-content/uploads/2024/06/20-566x400.jpg)
![GUJARAT RAIN](https://vrlivegujarat.com/wp-content/uploads/2024/06/21-2-566x400.jpg)
વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં ગાજવીજ સાથે વરસાદ થઇ શકે છે.
કચ્છ, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ અને દાહોદમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.
GUJARAT RAIN : 22 જૂન ક્યાં પડશે વરસાદ ?
![GUJARAT RAIN](https://vrlivegujarat.com/wp-content/uploads/2024/06/22-1-566x400.jpg)
જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, મહિસાગર, દાહોદ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
GUJARAT RAIN : 23 જૂન ક્યાં પડશે વરસાદ ?
![GUJARAT RAIN](https://vrlivegujarat.com/wp-content/uploads/2024/06/૨૩-566x400.jpg)
અમદાવાદ, ખેડા, આણંદ, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો