Gujarat Monsoon : ગુજરાતમાં સત્તાવાર ચોમાસુ બેઠું છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે . ગઈકાલે આગાહીકારો અને હવામાન વિભાગ દ્વારા આ આગાહી કરવામાં આવી હતી જોકે અત્યારે સમાચાર આવી રહ્યા છે કે આગામી એક સપ્તાહમાં રાજ્યમાં ક્યાંય સારા વરસાદની આગાહી નથી કેમ કે ચોમાસું એન્ટ્રીની સાથે જ બ્રેક પર જતું રહ્યું છે. હવામાન વિભાગે હજુ એક દિવસ પહેલા જ દક્ષિણ ગુજરાતમાં નવસારી, ડાંગ અને વલસાડમાં વરસાદનું આગમન થતા જ સત્તાવાર ચોમાસું બેસી ગયાના સમાચાર લોકોને આપ્યા હતા, જો કે, અહી પ્રવેશતાની સાથે જ ચોમાસું નિષ્ક્રિય થઈ જતા મોનસુન બ્રેકની પરિસ્થિતિ જોવા મળી રહી છે.

Gujarat Monsoon : ગુજરાતમાં ચોમાસું બેસી તો ગયુ છે પરંતુ હાલ ચોમાસું નબળું પડી ગયુ છે. જેના કારણે રાજ્યમાં વરસાદની સક્રિયતા ઓછી થઇ રહી છે. ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ચોમાસું ફરી ક્યારે સક્રિય થશે તે અંગેની માહિતી આપી હતી. હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીના જણાવ્યા અનુસાર આ વખતે ચોમાસું સમય કરતા વહેલું બેઠું છે, પરંતુ હાલ ચોમાસું આખા રાજ્યમાં ફેલાય એ પહેલા જ બ્રેક પર ચાલી ગયું છે, આ પહેલા પણ અનેક વાર આવું બન્યું છે કે, ગુજરાતમાં ચોમાસું આવે અને આવતાની સાથે નિષ્ક્રિય થઇ જાય તેને કહેવામાં આવે છે મોન્સૂન બ્રેક.

વધુમાં પરેશ ગોસ્વામીએ જણાવ્યુ છે કે, હાલ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ નહીં હોય ત્યાં 36થી 39 ડિગ્રી તાપમાન જોવા મળશે અને પશ્ચિમના પવનો ફૂંકાશે. પવનની સ્પીડ 35થી 40 કિમીની રહેશે. હાલ જે આપણે ઉકળાટ, બફારો અને ગરમી છે તે પણ યથાવત રહેશે.
Gujarat Monsoon : ક્યારથી પડશે સારો વરસાદ ?

Gujarat Monsoon : હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીના જણાવ્યા અનુસાર આગમી 20 તારીખ બાદ રાજ્યમાં ફરી ચોમાસું સક્રિય થવાની સંભાવના છે, અને 20 જુન બાદ રાજ્યમાં સારો વરસાદ થવાની સંભાવના છે, પરંતુ હાલ આ ચાલુ સપ્તાહમાં રાજ્યમાં માત્ર ક્યાંક છુટો છવાયો વરસાદ થાય તેવી સંભાવના છે, રાજ્યમાં સારો વાવણી લાયક વરસાદ માટે હજુ ખેડૂતોને રાહ જોવી પડશે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો




