Gujarat Monsoon: ગુજરાતના માથે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, આ શહેરોમાં અતિભારે વરસાદની આગાહી

0
251
Gujarat Monsoon: ગુજરાતના માથે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, આ શહેરોમાં અતિભારે વરસાદની આગાહી
Gujarat Monsoon: ગુજરાતના માથે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, આ શહેરોમાં અતિભારે વરસાદની આગાહી

Gujarat Monsoon: રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન, શિયરઝોન સક્રિય ઑફશૉર ટ્રફ સક્રિય થતા રહેશે વરસાદ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં હાલ બે સિસ્ટમ સક્રિય છે. જેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને ઓફ શોર ટ્રફને કારણે વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ મેઘ મહેર થઈ ગઈ છે, જેથી અત્યાર સુધીમાં મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની ઘટ હતી તે સરભર થઈ છે.

રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સમગ્ર સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કચ્છ, દ્વારકા, પોરબંદર, મોરબી, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગરમાં અતિભારે વરસાદની આગાહી છે.

Gujarat Monsoon: ગુજરાતના માથે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, આ શહેરોમાં અતિભારે વરસાદની આગાહી
Gujarat Monsoon: ગુજરાતના માથે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, આ શહેરોમાં અતિભારે વરસાદની આગાહી

Gujarat Monsoon:  146 તાલુકામાં વરસાદ નોંધાયો  

રાજ્યમાં 146 તાલુકામાં વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં સૌથી વધુ કચ્છના અબડાસામાં 4.3 ઈંચ વરસાદ આવ્યો છે. ત્યારે પાટણના સરસ્વતીમાં 3.7 ઈંચ વરસાદ પડ્યો છે. ત્યારે પાટણ તાલુકાની વાત કરવામાં આવે તો ત્યાં 3.1 ઈંચ વરસાદ પડ્યો છે. બનાસકાંઠાના ભાભરમાં 2.7 ઈંચ, પાટણના સાંતલપુરમાં 2.5 ઈંચ તો કચ્છના માંડવીમાં 2.4 ઈંચ વરસાદ આવ્યો છે. આ સિવાય પણ અન્ય તાલુકામાં મેઘરાજા વરસ્યા છે. વરસાદને પગલે રાજ્ય (Gujarat Monsoon) ના મોટાભાગના ડેમમાં પાણીની સારી આવક થઈ હતી. તેમજ ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે.

Gujarat Monsoon : કેટલાક ભગોમાં 3 કલાક માટે વરસાદને લઈ વેધર બુલેટિન જાહેર

રાજ્યમાં કેટલાક ભગોમાં 3 કલાક માટે વરસાદને લઈ વેધર બુલેટિન જાહેર થયુ છે. જેમાં 8 થી 11 વાગ્યા સુધી કેટલાક વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદનું અનુમાન છે.

કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગરમાં વરસાદની આગાહી તેમજ દાહોદ, પંચમહાલ, ખેરા, આણંદ, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબીમાં વરસાદની આગાહી છે. 

સુરત, ભરૂચ, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ

સુરત, ભરૂચ, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી છે. તેમજ બનાસકાંઠા, પાટણ, મોડાસા, મહેસાણા, સાબરકાંઠા અતિભારે વરસાદની આગાહી અને અમદાવાદ, ગાંધીનગર, આણંદ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લીમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગાજવીજ અને ભારે પવન સાથે કેટલાંક વિસ્તારમાં વરસાદ રહેશે. સાયકલોનીક સર્ક્યુલેશન તથા ઑફશોર ટ્રફ અને શિયરઝોનથી વરસાદ રહેશે.

ક્યા ક્યા જિલ્લામાં વરસાદની શક્યતાં

આજે રાજ્ય (Gujarat Monsoon) ના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્ચ અને દીવના ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

બનાસકાંઠાના કાંકરેજના તાણા ગામે વીજળી પડતા બે ભેંસોના મોત થયા હતા. ખેતરમાં બાંધેલી ભેંસો ઉપર અચાનક વીજળી પડતાં બે ભેંસોના મોત નિપજ્યા છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 169 તાલુકામાં વરસાદ

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 169 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં પાટણમાં 5 ઈંચ, સરસ્વતી અને અબડાસામાં સાડા ચાર ઈંચ,વિસનગરમાં ચાર ઈંચ. જોટાણા અને ખેરાલુમાં પોણા ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત રાજ્યના અન્ય તાલુકામાં પણ હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો