Home State Gujarat Gujarat HC Reprimands Yusuf Pathan: ‘તમે પ્લોટ પર કબજો કર્યો કેવી રીતે?’,...

Gujarat HC Reprimands Yusuf Pathan: ‘તમે પ્લોટ પર કબજો કર્યો કેવી રીતે?’, વડોદરા જમીન વિવાદમાં પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણનો હાઈકોર્ટે લીધો આકરો ઉધડો

0
113
Gujarat HC Reprimands Yusuf Pathan
Gujarat HC Reprimands Yusuf Pathan

Gujarat HC Reprimands Yusuf Pathan: ભારતીય ટીમના પૂર્વ સ્ટાર ઓલરાઉન્ડર અને ક્રિકેટર યુસુફ પઠાણ વડોદરામાં સરકારી પ્લોટ પર કથિત ગેરકાયદે કબજો જમાવવાના મામલે કાયદાકીય મુશ્કેલીમાં મુકાયા છે. ગુજરાત હાઈકોર્ટે આ મામલે કડક વલણ અપનાવતા યુસુફ પઠાણનો જોરદાર ઉધડો લીધો છે. વડોદરાના પોશ વિસ્તારમાં આવેલી કરોડો રૂપિયાની સરકારી જમીન પર કોઈપણ પ્રકારની હરાજી વિના કબજો જમાવવા બદલ હાઈકોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી છે. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે પઠાણની ઝાટકણી કાઢતા ટકોર કરી હતી કે, તમે પ્લોટ પર કબજો કર્યો કેવી રીતે? એક આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલાડી પાસેથી આવી આશા બિલકુલ રાખી શકાય નહીં.”

Gujarat HC Reprimands Yusuf Pathan

Gujarat HC Reprimands Yusuf Pathan: કરોડોની કિંમતનો કયો પ્લોટ છે વિવાદમાં?

આ સમગ્ર વિવાદ વડોદરાના તાંદલજા વિસ્તારમાં આવેલી કિંમતી જમીનનો છે. તાંદલજાના શુભમ પાર્ટી પ્લોટ પાસે આવેલી ‘આંગણ સોસાયટી’ નજીક ટીપી સ્કીમ નંબર ૨૨ (TP Scheme No. 22) નો ફાઇનલ પ્લોટ નંબર ૯૦ આવેલો છે. રહેણાક હેતુ માટેની આ આશરે ૯૭૮ ચોરસ મીટર જમીન સરકારી માલિકીની છે. યુસુફ પઠાણ પર આરોપ છે કે તેમણે આ સરકારી પ્લોટ પર વડોદરા મહાનગરપાલિકા (VMC) કે રાજ્ય સરકારની મંજૂરી વિના ગેરકાયદેસર રીતે પોતાનો કબજો જમાવી દીધો હતો.

Gujarat HC Reprimands Yusuf Pathan

Gujarat HC Reprimands Yusuf Pathan: ૨૦૨૪ થી શરૂ થયેલો કાનૂની જંગ

જો આ કેસના બેકગ્રાઉન્ડની વાત કરીએ તો, વર્ષ ૨૦૨૪ માં રાજ્ય સરકાર સમક્ષ યુસુફ પઠાણ દ્વારા આ સરકારી પ્લોટ તેમને ફાળવી દેવા માટે એક સત્તાવાર અરજી કરવામાં આવી હતી. જોકે, સરકારે કોઈપણ જાહેર હરાજી વિના આ રીતે કિંમતી જમીન ફાળવવાનો સ્પષ્ટ ઈનકાર કરીને તેમની અરજી નકારી કાઢી હતી. સરકારના આ નિર્ણય સામે યુસુફ પઠાણે ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ હાઈકોર્ટના સિંગલ જજ સમક્ષ પિટિશન દાખલ કરી હતી. પરંતુ, સિંગલ જજે પણ જમીન પરના દબાણને અયોગ્ય ઠેરવીને તેમની અરજી ફગાવી દીધી હતી.

સિંગલ જજના આ ચુકાદાને પડકારતા યુસુફ પઠાણે હાઈકોર્ટની બેન્ચ (ખંડપીઠ) સમક્ષ ‘લેટર્સ પેટન્ટ અપીલ’ (LPA) દાખલ કરી હતી, જેના પર હાલ સુનાવણી ચાલી રહી છે.

Gujarat HC Reprimands Yusuf Pathan: કોર્ટે આપ્યો જમીન ખાલી કરવાનો અને નુકસાની ભરવાનો નિર્દેશ

હાઈકોર્ટની ખંડપીઠે આ કેસની ગંભીરતાને જોતા પૂર્વ ક્રિકેટર પ્રત્યે કોઈ નરમાશ દાખવી નથી. કોર્ટે યુસુફ પઠાણને વહેલી તકે આ વિવાદિત સરકારી જમીન ખાલી કરવા માટે આકરા નિર્દેશો આપ્યા છે. આ સાથે જ, અત્યાર સુધી સરકારી જમીનનો ગેરકાયદેસર ઉપયોગ કરવા બદલ જે પણ સરકારી નુકસાન થયું છે, તેની ભરપાઈ (કોમ્પેન્સેશન) કરવા અંગે પણ કોર્ટે આદેશ કર્યો છે.

હાઈકોર્ટે આ હાઈપ્રોફાઈલ જમીન વિવાદના કેસની આગામી સુનાવણી ૧૫ જૂન પર મુલતવી રાખી છે. હવે જોવાનું એ રહેશે કે ૧૫ જૂનની આગામી સુનાવણીમાં યુસુફ પઠાણ તરફથી કોર્ટમાં શું બચાવનામું રજૂ કરવામાં આવે છે અને હાઈકોર્ટ આ મામલે શું આખરી ચુકાદો આપે છે. વડોદરાના આ હાઈપ્રોફાઈલ કેસ પર હાલ સમગ્ર ગુજરાતની નજર મંડાયેલી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

સુરતમાં કાયદો-વ્યવસ્થાના ધજાગરા, મુસીબતપુરામાં યુવક પર તીક્ષ્ણ હથિયારથી જીવલેણ હુમલો, શહેરમાં ભયનો માહોલ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે