Gujarat Govt News: રાજ્ય સરકાર દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા અને આંકડાકીય કામગીરીને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી ગુજરાત આંકડાકીય સેવાના અધિકારીઓની મોટા પાયે બઢતી અને બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે. આ ડબલ નિર્ણયથી વિભાગમાં નવી ઉર્જાનો સંચાર થશે તેવું મનાઈ રહ્યું છે.
Gujarat Govt News: સંશોધન અધિકારીઓ બન્યા નાયબ નિયામક
સરકારના તાજેતરના નિર્ણય મુજબ, ગુજરાત આંકડાકીય સેવાના વર્ગ-2 (ક્લાસ-2) સંવર્ગમાં સંશોધન અધિકારી તરીકે ફરજ બજાવતા 25 અધિકારીઓને દિવાળીની ભેટ સમાન બઢતી મળી છે. આ અધિકારીઓને હવે વર્ગ-1 (ક્લાસ-1) એટલે કે નાયબ નિયામક તરીકે હંગામી ધોરણે બઢતી આપીને નવી નિમણૂકો આપવામાં આવી છે.
- અમલીકરણ: આ તમામ અધિકારીઓની બઢતી તેઓ જે તારીખથી નવા હોદ્દાનો હવાલો સંભાળશે તે દિવસથી અમલમાં ગણાશે.
- પગારધોરણ: બઢતી પામેલા અધિકારીઓને ક્લાસ-1 ના નિયત પગારધોરણનો લાભ મળવાપાત્ર થશે.
Gujarat Govt News: 14 ક્લાસ-1 અધિકારીઓની તાત્કાલિક બદલી
બઢતીની સાથે સાથે વહીવટી તંત્રએ બદલીનો કોરડો પણ વીંઝ્યો છે. ગુજરાત આંકડાકીય સેવાના 14 નાયબ નિયામક (ક્લાસ-1) અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. આ બદલીઓ પાછળ વહીવટી અનુકૂળતા અને કામગીરીની કાર્યક્ષમતા વધારવાનો ઉદ્દેશ્ય હોવાનું જણાય છે.











