GUJARAT GARMI :  ગરમી તેના અંતિમ તબક્કામાં, આવતીકાલથી ગરમીથી મળશે આંશિક રાહત  

0
458
GUJARAT GARMI
GUJARAT GARMI

GUJARAT GARMI : રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે,  હવામાન વિભાગની આગાહી અનુસાર કાળઝાળ ગરમી સહન કરવાનો આજે અંતિમ દિવસ રહેવાનો છે, એટલે કે આવતીકાલથી રાજ્યમાં ગરમીમાં 4 થી 5 ડીગ્રી જેટલો ઘટાડો નોંધાઈ શકે છે, અમદાવાદ શહેરમાં ગઈકાલે મોડીરાતથી જ તાપમાનનો ઘટાડો અનુભવાયો હતો. જ્યારે આજે વહેલી સવારે જ જે સમય છેલ્લા પાંચ દિવસથી મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ રહેતું હતું એને બદલે આજે સવારે 8 વાગ્યાથી જ સૂરજ દેવતાનો પ્રકોપ ઓછો વર્તાયો હતો. આજે 25 મેએ સવારે 8 વાગ્યે અમદાવાદ શહેરનું તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, એટલે કે સવારના તાપમાનમાં 4 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો હતો.

GUJARAT GARMI

GUJARAT GARMI :  રાજ્યમાં ગરમી તેના અંતિમ તબક્કામાં છે, ચોમાસું દરવાજે આવીને ઉભું છે, સુરજ દાદા જતા જતા પોતાનું રોદ્ર સ્વરૂપ દેખાડી રહ્યા છે, પાછલા 15 દિવસથી ગરમીએ પોતાનું વરવું સ્વરૂપ બતાવ્યું છે, સતત 7 દિવસથી રાજ્યમાં હિટવેવની અનુભૂતિ થઇ રહી છે, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે હવે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવતીકાલ થી સતત 4 થી 5 દિવસ લોકોને ગરમીમાંથી રાહત મળવાની છે, ગરમીનો પારો 4 થી 5 ડીગ્રી નીચે પહોંચે તેવી આગાહી કરવામાં આવી છે. જોકે લોકોને બફારાનો સામનો કરવો પડી શકે તેમ છે,

GUJARAT GARMI

GUJARAT GARMI :  રાજ્યમાં હવે પ્રી મોન્સુન એક્ટીવીટી ધીરેધીરે શરુ થશે, આગામી 5 દિવસ રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળશે, સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો 4 થી 5 ડીગ્રી નીચે જઈ શકે છે, એટલે કે લોકોને હીટવેવથી રાહત મળશે, જોકે રાજ્યમ હજુ આગામી 7 દિવસ વરસાદની કોઈ સંભાવના નથી, પરંતુ પ્રી મોન્સુન એક્ટીવીટીના કારણે વાદળછાયું વાતાવરણ રહશે, જેને લીધી તીવ્ર ગરમીનો સામનો નહી કરવો પડે, જોકે વાદળછાયા વાતાવરણને લીધે પવનની ગતિ ધીમી પડી જશે અને બફરાનો અહેસાસ થશે, જેથી આપને ગરમીબાદ તીવ્ર બહારને સહન કરવો પડશે, રાતના સમયે પણ પવન ના આવતા મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે,

GUJARAT GARMI

રાજ્યના આજના તાપમાનની વાત કરીએ તો રાજ્યમાં આજે પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, રાજ્યના મોટા ભાગના શહેરો 44 ડીગ્રી તાપમાનમાં શેકાઈ રહ્યા છે,  સૌથી વધુ તાપમાન બનાસકાંઠામાં નોંધાયું હતું, જયારે સૌથી નીચું તાપમાન ડાંગમાં નોંધાયું હતું, હવામાન વિભાગના આંકડા પર નજર કરીએ તો..

                શહેર               તાપમાન
            અમદાવાદ            45.5 ડીગ્રી
            ગાંધીનગર            44.0 ડીગ્રી   
            સુરેન્દ્રનગર            44.0 ડીગ્રી   
            આણંદ                 44.1 ડીગ્રી
            અમરેલી            43.8 ડીગ્રી
            કચ્છ               44.1 ડીગ્રી
            બનાસકાંઠા             44.8 ડીગ્રી

GUJARAT GARMI :  અમદાવાદમાં ગરમીથી ૨ નવજાત બાળકોના મોત

GUJARAT GARMI

GUJARAT GARMI : રાજ્યમાં કાળઝાળ ગરમીથી હીટસ્ટ્રોકના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે, હીટસ્ટ્રોકના લીધે હાર્ટ એટેક અને મુર્ત્યુંના કેસો પણ વધ્યા છે, ત્યારે આજે અમદાવાદમાં ગરમીએ 2 નવજાત બાળકોનો જીવ લીધો હતો, શહેરની શારદાબેન હોસ્પિટલમાં એક 10 અને એક 13 દીવસના નવજાત બાળકનો હીટસ્ટ્રોકના લીધે મોત થયાની આશંકાના સમાચાર સામે આવ્યા છે, નવજાત સીસુંને હીટસ્ટ્રોકના લીધે કીડની ફેલ થઇ જતા મોત નીપજ્યું હતું.

GUJARAT GARMI :  ગરમીથી બચવા શું કરશો ?

GUJARAT GARMI
Watermelon: જો તમે પણ તરબૂચ ખાવ છો, તો જાણો તેનાથી થતા નુકસાન

રાજ્યમાં ગરમી હવે તેના અંતિમ તબક્કામાં છે, ત્યારે આગામી થોડા દિવસ ગરમીમાં કામ વગર બહાર ન નીકળવાની તમને સલાહ આપવામાં આવે છે, આ સાથે શરીરને હાઈડ્રેટેડ રાખવા ખુબ પ્રમાણમાં પાણી અને પ્રવાહી પીવાનું રાખો, બહાર નીકળતી વેળાએ મો અને માથા પર રૂમાલ અવશ્ય બાંધી રાખવો, અને શક્ય બને ત્યાં સુધી ખાટી વસ્તુઓનું સેવન કરવું જોઈએ.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો