Gujarat Corruption Crackdown: ગાંધીનગરમાં ઉર્જા વિભાગના કલાસ-1 અધિકારી અશ્વિન ચૌધરી ACBના સકંજામાં, ઘર અને ગાડીમાંથી રૂ. 2.64 કરોડની મત્તા ઝડપાઈ

0
124
Gujarat Corruption Crackdown
Gujarat Corruption Crackdown

Gujarat Corruption Crackdown: ગુજરાત સરકારના ઉર્જા વિભાગમાં ભ્રષ્ટાચારનો એક મોટો આંકડો સામે આવ્યો છે. ગાંધીનગર ખાતે ઉદ્યોગ ભવનની કચેરીમાં મુખ્ય વિદ્યુત નિરીક્ષક તરીકે ફરજ બજાવતા ક્લાસ-વન ઓફિસર અશ્વિન બી. ચૌધરીને એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ રૂ. 5 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. આ ધરપકડ બાદ આરોપીના ગાંધીનગર અને સુરત સ્થિત મકાનો તેમજ ગાડીમાં કરાયેલા સર્ચ ઓપરેશન દરમિયાન રૂ. 1.76 કરોડ રોકડા અને સોના-ચાંદીની લગડીઓ સહિત કુલ રૂ. 2.64 કરોડની મત્તા જપ્ત કરવામાં આવી છે.

Gujarat Corruption Crackdown

Gujarat Corruption Crackdown: 5 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

મળતી માહિતી મુજબ, એક અરજદાર પાસેથી સોલાલ પેનલની મંજૂરી (NOC) આપવાના બદલામાં ક્લાસ-1 ઓફિસર એ.બી.ચૌધરીએ મોટી રકમની લાંચ માંગી હતી. આ અંગેની ફરિયાદ મળતા જ ACB ફીલ્ડ-3ના પી.આઈ. પી. એન. ખોખરા અને મદદનીશ નિયામક અશ્વિન પટેલના સુપરવિઝનમાં વોચ ગોઠવવામાં આવી હતી. અધિકારી પોતાની સરકારી સ્વિફ્ટ ડિઝાયર કારમાં રૂ. 5 લાખની લાંચ સ્વીકારતા જ રંગેહાથ દબોચાઈ ગયા હતા.

Gujarat Corruption Crackdown

Gujarat Corruption Crackdown: એક જ અઠવાડિયામાં ‘ધડાધડ’ 100 ફાઈલો ક્લિયર કરી!

ACB નિયામક ભારતી પંડ્યાએ જણાવ્યું કે, આરોપી અશ્વિન ચૌધરી છેલ્લા ચાર વર્ષથી આ જગ્યા પર કાર્યરત હતો. તે સોલાર પ્રોજેક્ટમાં નિયમો અને પ્રોટોકોલને નેવે મૂકીને, નકશાનો વિગતવાર અભ્યાસ કર્યા વિના કે સ્થળ તપાસ કર્યા વગર જ સીધી NOC ઈશ્યુ કરી દેતો હતો. ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે, આ રીતે લાંચ મેળવીને આરોપીએ માત્ર એક જ અઠવાડિયામાં સોલાર પેનલની આશરે 100 જેટલી ફાઈલો ક્લિયર કરી નાખી હતી.

Gujarat Corruption Crackdown

Gujarat Corruption Crackdown: સર્ચ ઓપરેશનમાં શું-શું મળ્યું?

  • સરકારી સ્વિફ્ટ કારમાંથી: રૂ. 5.51 લાખની રોકડ અને અન્ય ગિફ્ટ વાઉચરો.
  • ગાંધીનગર અને સુરતના મકાનોમાંથી: રૂ. 1.76 કરોડની રોકડ રકમ.
  • ઝવેરાત: રૂ. 88.82 લાખની અંદાજિત કિંમતના સોના-ચાંદીના દાગીના, લગડીઓ અને સિક્કા.
  • કુલ રિકવરી: રૂ. 2.64 કરોડની મત્તા.

લાંચ આપનાર કંપનીઓ સામે પણ કડક પગલાં લેવાશે. આ કૌભાંડમાં અન્ય સ્ટાફ કે કોઈ ખાનગી વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ શરૂ કરાઈ છે. આગળની તપાસમાં આરોપીના બેંક ખાતાઓ, લોકર્સ અને પરિવારની મિલકતોની વિગતો ખંખાેરવામાં આવશે.”

ભારતી પંડ્યા (નિયામક, ACB)

હાલમાં પી.આઈ. પી.એન. ખોખરા સરકાર પક્ષે ફરિયાદી બન્યા છે અને આગળની તપાસ ગાંધીનગરના પો.ઈન્સ. મયુરધ્વજસિંહ સરવૈયા ચલાવી રહ્યા છે.

Gujarat Corruption Crackdown

Gujarat Corruption Crackdown: ફ્લેશબેક: છેલ્લા 6 મહિનામાં લાંચ લેતા ઝડપાયેલા અન્ય મોટા અધિકારીઓ

ગુજરાતમાં સરકારી અધિકારીઓ પર ACBનો સકંજો સતત કસાતો રહ્યો છે. તાજેતરમાં બનેલી કેટલીક મોટી ઘટનાઓ પર નજર કરીએ:

તારીખવિસ્તાર/વિભાગઆરોપી અધિકારીલાંચની રકમ / કેસ
18 મે, 2026ઉદ્યોગ ભવન, ગાંધીનગરમનિષકુમાર રાવલ (કલાસ-2, આસિ. ઈલેક્ટ્રીકલ ઈન્સપેક્ટર)₹5 લાખ (બાંધકામ પ્રોજેક્ટના ફાયર NOC માટે)
15 માર્ચ, 2026સ્ટેટ IB, સરગાસણકેતન ગીરીશભાઇ દવે (સિનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર)₹80 હજાર (પોલીસ પ્રોટેક્શન રીન્યુ કરવાના પોઝિટિવ અભિપ્રાય માટે)
1 માર્ચ, 2026ખંભાત (લાલ દરવાજા ચોકી)પંકજ પરસોત્તમભાઈ પટેલ (PSI)₹30 હજાર (અશાંતધારા હેઠળ મિલકત ટ્રાન્સફરની અરજી માટે)
15 ડિસેમ્બરCID ક્રાઈમ, ગાંધીનગરપોલીસ ઇન્સ્પેક્ટર (PI) અને આર્મ્ડ કોન્સ્ટેબલ₹30 લાખ (કોલ સેન્ટરના ગુનામાં સેટલમેન્ટ કરવા માટે)
18 ડિસેમ્બર, 2025કીમ પોલીસ સ્ટેશન, સુરતપ્રવિણસિંહ જાડેજા (PI)₹3 લાખ (હનીટ્રેપના ગુનામાં સંડોવાયેલા વેપારીઓ પાસેથી)

ACB દ્વારા જનતાને અપીલ કરવામાં આવી છે કે જો કોઈ પણ સરકારી કચેરીમાં લાંચની માંગણી કરવામાં આવે તો તુરંત એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કરવો.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

નેપાળ સરકાર ‘ડેમેજ-કન્ટ્રોલ’ મોડમાં PM બાલેન્દ્ર શાહના વિવાદાસ્પદ નિવેદન બાદ વિદેશ મંત્રાલયે આપી સ્પષ્ટતા