Gujarat Cabinet Expansion: લોકસભા ચૂંટણીના પરિણામો બાદ ગુજરાત સરકારના કેબીનેટનું થશે વિસ્તરણ, પૂર્વ મુખ્યમંત્રીએ કર્યો દાવો   

0
239
Gujarat Cabinet Expansion
Gujarat Cabinet Expansion

Gujarat Cabinet Expansion :  દેશમાં લોકસભા ચૂંટણીના આવતીકાલે એટલે કે મંગળવાર 4 જુને પરિણામો સામે આવવાના છે. ચૂંટણી પરિણામો પહેલા આવેલા એક્ઝીટ પોલમાં દેશમાં મોદી સરકારને સ્પષ્ટ બહુમતી મળી રહી છે.પરંતુ નરેન્દ્ર મોદીના ગઢ ગણાતા ગુજરાતમાં ભાજપ ત્રીજીવાર હેટ્રિક મારતી દેખાઈ રહી નથી, સામાન્ય રીતે આવેલા એક્ઝીટ પોલમાં ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધનને 0-2 સીટો મળવાનો અંદાજ સામે આવ્યો છે, ત્યારે આ પરિણામોની અસર ગુજરાતમાં મોટા પાયે જોવા મળી શકે છે

Gujarat Cabinet Expansion

Gujarat Cabinet Expansion :  મંત્રીમંડળમાં 7થી8 નવા મંત્રી બનાવાય તેવી શક્યતા

Gujarat Cabinet Expansion

ચૂંટણી પરિણામો બાદ રાજ્ય મંત્રીમંડળમાં   વિસ્તરણ થવાની શક્યતાઓ જોવા મળી શકે છે. ભૂપેન્દ્ર પટેલની કેબિનેટનું વિસ્તરણ થઇ શકે છે. અને  આ નિવેદન આપ્યું છે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ. વિજય રૂપાણીએ ખાનગી ન્યુઝ ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ મંત્રી  મંડળનું વિસ્તરણ થાય તેવી પુરેપુરી શક્યતાઓ રહેલી છે. મંત્રીમંડળમાં 7થી8 નવા મંત્રી બનાવાય તેવો રૂપાણીને આશાવાદ છે. સરકારના બોર્ડ નિગમોમાં ચેયરમેનની પણ નિમણુંક થવાની રૂપાણીએ શક્યતા વ્યક્ત કરી છે.

Gujarat Cabinet Expansion

Gujarat Cabinet Expansion :  લોકસભા ચૂંટણી 2024ના પરિણામ પહેલા તમામ એક્ઝિટ પોલ સામે આવી ગયા છે. એક્ઝિટ પોલ મુજબ દેશમાં ફરી એક વખત એનડીએની સરકાર બનતી જોવા મળી રહી છે.  એક્ઝિટ પોલ પર નજર કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ સતત ત્રીજી વખત સરકાર બનાવતી જોવા મળી રહી છે. પોલ ઓફ પોલમાં NDAને 350 બેઠકો મળતી દેખાઈ રહી છે, જ્યારે ઈન્ડિયા ગઠબંધન 125-130 સીટો સુધી સિમિત રહે છે.

Gujarat Cabinet Expansion :   એક્ઝીટ પોલમાં ગુજરાતમાં આ વખતે ભાજપ એક અથવા બે સીટો ગુમાવે તેવી  શક્યતાઓ દર્શાવાઈ રહી છે, જો તજજ્ઞોનું માનીએ તો આ સીટમાં આણંદ લોકસભા બેઠક , બનાસકાંઠા બેઠક, જામનગર બેઠક , ભરૂચ બેઠક, સાબરકાંઠા બેઠક અને અમરેલી બેઠકમાંથી કોઈ એક કે બે બેઠક ભાજપ ગુમાવી શકે છે.     

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો