Gujarat Agricultural Revolution: ચણાના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં પ્રથમ, નિકાસમાં પણ ₹580 કરોડનો આંકડો વટાવ્યો

0
119
Gujarat Agricultural Revolution
Gujarat Agricultural Revolution

Gujarat Agricultural Revolution: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને સાકાર કરતા ગુજરાતના ખેડૂતોએ કઠોળના ઉત્પાદનમાં રાષ્ટ્રીય સ્તરે નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. રાજ્ય સરકારના પ્રોત્સાહન અને આધુનિક ખેતી પદ્ધતિઓના કારણે ચણાની ઉત્પાદકતામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે પહોંચ્યું છે. જ્યારે તુવેરના ઉત્પાદનમાં પણ રાજ્યએ સર્વોત્તમ દેખાવ કર્યો છે.

Gujarat's Agricultural Revolution

Gujarat Agricultural Revolution: ઉત્પાદકતામાં દેશના સરેરાશ કરતા વધુ આગળ

છેલ્લા ત્રણ વર્ષના આંકડા મુજબ ગુજરાતમાં કઠોળની ગુણવત્તા અને જથ્થો બંનેમાં ધરખમ સુધારો થયો છે:

  • ચણા: સરેરાશ ઉત્પાદન ૧૭૯૫ કિલોગ્રામ પ્રતિ હેક્ટર (દેશમાં પ્રથમ).
  • તુવેર: સરેરાશ ઉત્પાદન ૧૧૯૯ કિલોગ્રામ પ્રતિ હેક્ટર.

Gujarat Agricultural Revolution: વાવેતર વિસ્તાર અને કુલ ઉત્પાદનમાં તોતિંગ વધારો

રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકાયેલ કઠોળ આત્મનિર્ભર મિશન’ યોજનાને કારણે ખેડૂતો હવે કઠોળના પાક તરફ વધુ વળ્યા છે:

  • વાવેતર વિસ્તાર: અગાઉ ૬.૬૨ લાખ હેક્ટરથી વધીને હવે ૧૦.૮૯ લાખ હેક્ટર થયો છે.
  • કુલ ઉત્પાદન: ૬.૭૯ લાખ મેટ્રિક ટનથી વધીને હવે ૧૫.૫૧ લાખ મેટ્રિક ટન પર પહોંચ્યું છે.
Gujarat's Agricultural Revolution

Gujarat Agricultural Revolution નિકાસમાં જંગી ઉછાળો: વિદેશી બજારમાં ગુજરાતનો દબદબો

ગુજરાતનું કઠોળ હવે માત્ર રાજ્ય પૂરતું મર્યાદિત નથી, પરંતુ વિદેશમાં પણ તેની ભારે માંગ છે. વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ગુજરાતમાંથી અંદાજે ૭૪,૬૫૨ મેટ્રિક ટન કઠોળની નિકાસ કરવામાં આવી છે, જેનું આંતરરાષ્ટ્રીય મૂલ્ય અંદાજે ૬૯.૯૮ મિલિયન ડોલર (આશરે ₹૫૮૦ કરોડથી વધુ) નોંધાયું છે.

ખેડૂતો માટે નવો માર્ગ: ‘કઠોળ આત્મનિર્ભર મિશન’

આ પ્રગતિ પાછળ રાજ્ય સરકાર દ્વારા પૂરા પાડવામાં આવતા ગુણવત્તાયુક્ત બીજ, ખાતર અને કૃષિ માર્ગદર્શનનો મોટો ફાળો છે. કઠોળના પાકથી જમીનની ફળદ્રુપતા પણ વધતી હોવાથી અને નિકાસની તકો મળતી હોવાથી ખેડૂતોની આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

Digital Revolution: ગુજરાત બનશે ‘ડિજિટલ પાવરહાઉસ’ એલન મસ્કની સ્ટારલિંક સાથે રાજ્ય સરકારના કરાર, અંતરિયાળ ગામડાઓમાં મળશે હાઈ-સ્પીડ સેટેલાઈટ ઈન્ટરનેટ