GUJARAT: શ્વાન કરડવાના વધતા કેસ વચ્ચે સુરત પાલિકાનો મોટો નિર્ણય
સુરત શહેરમાં શ્વાન કરડવાના ઘટનાઓની સંખ્યા વધી રહી છે ત્યારે સુરત મહાનગરપાલિકા તંત્રએ શહેરીજનોની સુરક્ષા માટે મહત્વપૂર્ણ અને કડક નિયમનો અમલ શરૂ કર્યો છે. હવે સુરતમાં કોઈપણ વ્યક્તિએ પાલતુ શ્વાન રાખવા માંગતું હોય તો તેને ફરજિયાતપણે લાઇસન્સ લેવું પડશે.
ગુજરાતના અમદાવાદ શહેરમાં પાલતુ શ્વાન કરડવાથી એક બાળકના મૃત્યુ બાદ સમગ્ર રાજ્યમાં ચિંતાનું માહોલ સર્જાયો હતો. આ ઘટનાના પગલે સુરત પાલિકા દ્વારા આગળની ચેતવણી તરીકે નિયમો કડક કરાયા છે. માર્કેટ ડિપાર્ટમેન્ટ દ્વારા લાઇસન્સ માટેના ફોર્મ બહાર પાડવામાં આવ્યા છે અને કાર્યવાહી તીવ્ર બનાવવામાં આવી છે.

GUJARAT :લાઇસન્સ પ્રક્રિયા અને નોટિસો
- અત્યાર સુધીમાં 800થી વધુ નોટિસો પાલતુ શ્વાન ધરાવતા લોકોને પાઠવાઈ છે.
- 250 અરજીઓ લાઇસન્સ માટે દાખલ થઈ છે.
- 150 શ્વાનધારકોને લાઇસન્સ મંજૂર કરવામાં આવ્યા છે.
- 100 અરજીઓનું તપાસથી રદ કરી દેવામાં આવી છે.
- કેટલાક વિવાદાસ્પદ કેસોમાં પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવશે જો લાઇસન્સ વિના પાલતુ શ્વાન રાખવામાં આવશે.

શરતો શ્વાનધારકો માટે નવી જટિલતા
સોસાયટીમાં રહેતા શ્વાનધારકો માટે:
- આજુબાજુના 10 પડોશી રહેવાસીઓની બાંહેધરી પત્ર ફરજિયાત.
એપાર્ટમેન્ટમાં રહેતા હોય તો:
- એપાર્ટમેન્ટના પ્રમુખની મંજુરી અને
- આજુબાજુના રહેવાસીઓની બાંહેધરી જરૂરી રહેશે.

GUJARAT :આ નિયમનો મુખ્ય હેતુ છે
- શ્વાન કરડવાના બનાવો અટકાવવાનો,
- શ્વાનધારકોને કાયદેસર રીતે જવાબદાર બનાવવાનો અને
- શહેરીજનોની શાંતિ અને સલામતી સુનિશ્ચિત કરવી.
આ સાથે પાલિકા તંત્રએ એવી પણ સૂચના આપી છે કે જો કોઈ શ્વાન રોડ પર કે લિફ્ટમાં કાંઈ નુકસાન કરે છે અને માલિક પાસે લાઇસન્સ નહિ હોય, તો ફોજદારી કાર્યવાહી શક્ય બને છે
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરોયુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે: GUJARAT :હવે પાડોશીઓ નક્કી કરશેકે તમારે શ્વાન પાળવોકે નહિ ?