GT vs SRH : આજે નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં કાંટાની ટક્કર, SRH ફૂલ ફોર્મમાં, ગુજરાત જીતના ટ્રેક પર આવવા ઉતરશે મેદાને  

0
96
GT vs SRH
GT vs SRH

GT vs SRH  :  IPLમાં આજે 2 મેચ રમાશે. પ્રથમ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને શુભમન ગિલની આગેવાની હેઠળના ગુજરાત ટાઈટન્સના પડકારનો સામનો કરવો પડશે. બંને ટીમો વચ્ચેની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.  આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 3.30 વાગ્યે શરૂ થશે. હાલ ગુજરાત ટાઇટન્સ પોઈન્ટ ટેબલમાં આઠમા સ્થાને છે. જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે.  

GT vs SRH

GT vs SRH  :   સનરાઇઝર્સ ગુજરાત માટે ખતરો બની શકે છે,

GT vs SRH  :    સનરાઇઝર્સે તેની છેલ્લી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે જોરદાર પ્રદર્શન કર્યું હતું અને IPL ઈતિહાસમાં સૌથી વધુ સ્કોર બનાવ્યો હતો. સનરાઇઝર્સ ગુજરાત માટે ખતરો બની શકે છે, પરંતુ આ મેચમાં ફરી એકવાર નજર ગુજરાતના કેપ્ટન શુભમન ગિલ પર રહેશે, જે ટીમના હોમ ગ્રાઉન્ડ પર જોરદાર બેટિંગ કરે છે. ગુજરાતે મુંબઈ સામેની જીત સાથે શરૂઆત કરી હતી, પરંતુ અગાઉની મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

GT vs SRH  : સ્ટાર સ્પિનર ​​રાશિદ ખાન પાસેથી ઘણી અપેક્ષાઓ  

GT vs SRH

મુંબઈ સામે સનરાઈઝર્સનું પ્રદર્શન જોતા એવું લાગે છે કે, ટીમ ગુજરાત સામેના પ્લેઈંગ-11માં કોઈપણ પ્રકારની છેડછાડથી બચવા ઈચ્છશે, જ્યારે ગુજરાતની ટીમના બોલિંગ વિભાગમાં નાના ફેરફારો થઈ શકે છે. ગુજરાતને ટીમના સ્ટાર સ્પિનર ​​રાશિદ ખાન પાસેથી ઘણી અપેક્ષાઓ છે જેણે ઘણી મેચમાં ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી છે. ગુજરાતની ટીમ રાશિદ પર ઘણી નિર્ભર છે અને ઘણી વખત તેનું પ્રદર્શન ટીમની જીત કે હાર નક્કી કરે છે.

GT vs SRH  :   CSK સામે GTનો બેટિંગ ઓર્ડર ખોરવાઈ ગયો હતો

GT vs SRH

છેલ્લી મેચમાં CSK સામેના મોટા ટાર્ગેટનો પીછો કરતી વખતે ગુજરાતનો બેટિંગ ઓર્ડર ખોરવાઈ ગયો હતો અને સાઈ સુદર્શન સિવાય ટીમનો કોઈ બેટર 30થી વધુ રન બનાવી શક્યો ન હતો. સુદર્શન અને વિજય શંકરે આ દરમિયાન ધીમી બેટિંગ કરી હતી, જ્યારે ગિલની ઈનિંગ્સની ફરી ટીકા થઈ રહી છે કારણ કે તે આ સિઝનમાં બે ઇનિંગમાં કંઈ ખાસ કરી શક્યો નથી. આ ઉપરાંત ડેવિડ મિલર પણ રન બનાવવા માટે સંઘર્ષ કરતો જોવા મળ્યો છે અને મિડલ ઓવરમાં તેની બેટિંગ ઘણી ધીમી રહી છે.

GT vs SRH  :    સનરાઈઝર્સ હૈદરાબાદની પ્લેઈંગ ઈલેવન કેવી હોઈ શકે છે?

GT vs SRH

ટ્રેવિસ હેડ અને મયંક અગ્રવાલ સનરાઇઝર્સ હૈદરાબાદ માટે ઓપનિંગ કરતા જોવા મળી શકે છે. આ સિવાય પ્લેઈંગ ઈલેવનમાં અભિષેક શર્મા, એઈડન માર્કરામ, હેનરિક ક્લાસેન અને અબ્દુલ સમદ જેવા બેટ્સમેન હશે. કેપ્ટન પેટ કમિન્સ સિવાય બોલિંગની જવાબદારી ભુવનેશ્વર કુમાર, મયંક માર્કંડે અને જયદેવ ઉનડકટ પર રહેશે.

 GT vs SRH  :   ગુજરાત ટાઇટન્સના આ ખેલાડીઓ પર નજર રહેશે

GT vs SRH

શુભમન ગિલ અને રિદ્ધિમાન સાહા સાથે ગુજરાત ટાઇટન્સ માટે ઓપનિંગ કરતા જોવા મળી શકે છે. આ પછી અઝમતુલ્લા ઓમરઝાઈ, ડેવિડ મિલર અને વિજય શંકર જેવા બેટ્સમેન મિડલ ઓર્ડરને મજબૂત કરશે. આ ઉપરાંત બોલિંગની જવાબદારી રાશિદ ખાન, રવિશ્રીનિવાસન સાઈ કિશોર, ઉમેશ યાદવ અને મોહિત શર્મા પર રહેશે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો