GT vs MI – IPL 2024: રોમાંચક મેચમાં ગુજરાતનો વિજય, હાર્દિક પર ભારે પાડ્યો ગીલ

0
112
GT vs MI - IPL 2024: રોમાંચક મેચમાં ગુજરાતનો વિજય, હાર્દિક પર ભારે પાડ્યો ગીલ
GT vs MI - IPL 2024: રોમાંચક મેચમાં ગુજરાતનો વિજય, હાર્દિક પર ભારે પાડ્યો ગીલ

GT vs MI – IPL 2024: ગુજરાત ટાઇટન્સે રોમાંચક મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 6 રને હરાવીને જીત સાથે સિઝનની શરૂઆત કરી હતી. પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 168 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સ 162 રન જ બનાવી શકી હતી.

ગુજરાત ટાઇટન્સ (GT)એ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024) ની 5મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI)ને 6 રનથી હરાવ્યું. મુંબઈ સતત 11મી વખત સિઝનની પ્રથમ મેચ હારી ગયું છે. પોતાની ઓપનિંગ મેચમાં ટીમની છેલ્લી જીત 2012ની સિઝનમાં હતી. ત્યારે ટીમે CSKને હરાવ્યું હતું.

GT vs MI - IPL 2024: રોમાંચક મેચમાં ગુજરાતનો વિજય, હાર્દિક પર ભારે પાડ્યો ગીલ
GT vs MI – IPL 2024: રોમાંચક મેચમાં ગુજરાતનો વિજય, હાર્દિક પર ભારે પાડ્યો ગીલ

GT vs MI – IPL 2024: રોમાંચક મેચમાં ગુજરાતનો વિજય

ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 168 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સ 162 રન જ બનાવી શકી હતી. મુંબઈ ઈન્ડિયન્સને છેલ્લી ઓવરમાં જીતવા માટે 19 રનની જરૂર હતી. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ પ્રથમ બે બોલમાં એક સિક્સર અને એક ફોર ફટકારીને 10 રન બનાવ્યા હતા પરંતુ તે ત્રીજા બોલ પર આઉટ થઈ ગયો હતો.

આ વિકેટ સાથે મુંબઈ ઈન્ડિયન્સની જીતની આશા પણ ખતમ થઈ ગઈ. મુંબઈને છેલ્લી 6 ઓવરમાં જીતવા માટે 48 રનની જરૂર હતી અને તેની સાત વિકેટ બાકી હતી. પરંતુ આ પછી ગુજરાત ટાઇટન્સે જોરદાર વાપસી કરી અને મેચ જીતી લીધી. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી ડેવાલ્ડ બ્રેવિસે 46 રન અને રોહિત શર્માએ 43 રન બનાવ્યા હતા. આ ઉપરાંત ગુજરાત તરફથી ઉમરઝાઈ, સ્પેન્સન જોન્સન, મોહિત શર્મા અને ઉમેશ યાદવે બે-બે વિકેટ લીધી હતી.

ઉલ્લેખનીય છે કે, મુંબઈ સતત 11મી સિઝનમાં પ્રથમ મેચ હારી ગયું છે. ગુજરાતે આ રોમાંચક મેચ 6 રને જીતી લીધી હતી. ઉમેશ યાદવે છેલ્લી ઓવરના પ્રથમ બે બોલ પર 10 રન ખર્ચ્યા બાદ શાનદાર કમબેક કર્યું અને સતત 2 વિકેટ લઈને પોતાની ટીમને મેચ જિતાડી.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો