BJP candidates: ભાજપે ગુજરાતના 6 ઉમેદવારોના નામ જાહેર કર્યા, વડોદરા અને સાબરકાંઠામાં મોટો ફેરબદલ

0
276
BJP candidates: ભાજપે ગુજરાતના 6 ઉમેદવારોના નામ જાહેર કર્યા, વડોદરા અને સાબરકાંઠામાં મોટો ફેરબદલ
BJP candidates: ભાજપે ગુજરાતના 6 ઉમેદવારોના નામ જાહેર કર્યા, વડોદરા અને સાબરકાંઠામાં મોટો ફેરબદલ

BJP candidates: લોકસભા ચૂંટણી માટે ભાજપે ગુજરાતની 6 બેઠકના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. નવી યાદી મુજબ જૂનાગઢથી રાજેશ ચુડાસમાને રિપીટ કરાયા છે તો કેન્દ્રીય મંત્રી ડૉ. મહેન્દ્ર મુંજપરા અને નારણ કાછડિયાની ટિકિટ કપાઇ છે.

સુરેન્દ્રનગરથી મહેન્દ્ર મુંજપરાના સ્થાને ચંદુભાઇ શિહોરા અને અમરેલીથી નારણ કાછડિયાના સ્થાને ભરત સુતરિયાને મેદાને ઉતારાયા છે. આ પહેલા ભાજપે 13મી તારીખે બીજી યાદી જાહેર કરી હતી. જેમાં 7 ઉમેદવારો (BJP candidates) ના નામ હતા. બીજી તરફ વાત કરીએ તો ભાજપે નવી યાદીમાં બે ઉમેદવારોને  પણ બદલ્યા છે. જેમાં વડોદરા સીટ માટે પહેલા રંજન ભટ્ટનું નામ જાહેર કરવામાં આવ્યું હતું તેમના બદલે હેમાંગ જોશીની ટિકિટ આપી છે. જ્યારે સાંબરકાંઠા સીટ પર ભીખાજી ઠાકોરને બદલી શોભનાબેન બારૈયાને ટિકીટ આપી છે.

વડોદરા મ્યુનિસિપલ પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ- હેમાંગ જોશી

વડોદરાથી હેમાંગ જોશીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તેઓ હાલમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળની મ્યુનિસિપલ પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ છે. ગુજરાત માટે જાહેર કરાયેલા છ ઉમેદવારોમાં ભાજપે માત્ર જૂનાગઢથી રાજેશ ચુડાસમાને રિપીટ કર્યા છે. ચુડાસમા વેરાવળના ડો.અતુગ ચુગના આપઘાત કેસમાં વિવાદમાં આવ્યા હતા. પછી એવું માનવામાં આવતું હતું કે પાર્ટી તેમની ટિકિટ કેન્સલ કરી શકે છે, જો કે આવું થયું નથી. બાકીની પાંચ સીટો પર પાર્ટીએ નવા લોકોને તક આપી છે.

સાબરકાંઠા: નવા ઉમેદવાર શોભનાબેન બારૈયા


શોભનાબેન બારૈયા કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાના પત્ની છે. મહેન્દ્રસિંહ બારૈયા વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણી સમયે ભાજપમાં જોડાયા હતા.

50 વર્ષીય શોભનાબેન બારૈયા પ્રાંતિજ તાલુકાના બાલિસણા સરકારી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. ત્યારે હવે ચૂંટણી લડવા માટે તેમણે શિક્ષક તરીકે રાજીનામું આપવું પડશે.

સુરેન્દ્રનગર: મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ચંદુભાઇ શિહોરા


62 વર્ષના ચંદુભાઇ શિહોરા મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને મોરબી જિલ્લા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ છે. તેમણે BE સિવિલનો અભ્યાસ કરેલો છે. મોરબી જિલ્લાના હળવદ તાલુકાના રહેવાસી છે.

તેઓ ચુંવાળિયા કોળી સમાજનો ચહેરો છે. સુરેન્દ્રનગર બેઠક પર ભાજપને ડૉ. મહેન્દ્ર મુંજપરા કરતા સક્ષમ ચહેરાની જરૂર હતી માટે ચંદુભાઇ શિહોરાને ટિકિટ મળી

BJP candidates
BJP candidates

BJP candidates: તમામ બેઠકો માટે ઉમેદવારો જાહેર

પાંચમી યાદીમાં છ ઉમેદવારોના નામ જાહેર કરીને ભાજપે ગુજરાતની તમામ 26 બેઠકો માટે ઉમેદવારો નક્કી કર્યા છે. આ વખતે પાર્ટીએ માત્ર ચાર મહિલાઓને ટિકિટ આપી છે. જેમાં પૂનમ માડમ (જામનગર), શોભનાબેન બરૈયા (સાબરકાંઠા), રેખાબેન ચૌધરી (બનાસકાંઠા), નિમુબેન બાંભણીયા (ભાવનગર)ના નામનો સમાવેશ થાય છે.

આ તમામ પૈકી માત્ર પૂનમ માડમ જ વર્તમાન સાંસદ છે. બાકીની તમામ મહિલાઓને ભાજપે ટિકિટ આપી છે. 2019માં ગુજરાતમાંથી કુલ 6 મહિલાઓ લોકસભામાં પહોંચી હતી.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો