GSHEB RESULTS  :  આ કારણે તંત્રએ બોર્ડનું પરિણામ અટકાવી રાખ્યું છે

0
129
GSHEB RESULTS
GSHEB RESULTS

GSHEB RESULTS  :  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાના પરીક્ષાર્થીઓ પરીક્ષાના પરિણામની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ માર્ચ મહિનામાં પૂર્ણ થઈ હતી. જો કે તે સમયે બોર્ડ દ્વારા સમય કરતા વહેલા પરિણામ જાહેર કરી દેવામાં આવશે તેની જાહેરાત કરાઈ હતી, પરંતુ ચૂંટણીને કારણે હવે બોર્ડની પરીક્ષાનું પરિણામ ગુજરાતમાં મતદાન પૂર્ણ થયા બાદ જાહેર કરવામાં આવશે.

GSHEB RESULTS

GSHEB RESULTS  :  ગુજરાત બોર્ડની પરીક્ષા માર્ચ મહિનામાં પૂર્ણ થઈ છે, પરીક્ષા સમાપ્ત થતાં જ મુલ્યાંકન કામગીરી શરૂ કરવામાં આવી હતી. 75 હજાર શિક્ષકો મુલ્યાંકન કામગીરીમાં જોડાયા હતા. શિક્ષકો દ્વારા એપ્રીલ મહિનાના બીજા સપ્તાહ સુધીમાં કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ત્યાર બાદ બોર્ડની કચેરી દ્વારા પરિણામ તૈયાર કરવામાં આવ્યું હતું. જેમાં સૌપ્રથમ 12 સાયન્સનું પરિણામ તૈયાર કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ધોરણ 10નું પરિણામ તૈયાર કરવામાં આવ્યું હતું.

GSHEB RESULTS

GSHEB RESULTS  :  ગુજરાત મતદાન બાદ પરિણામ જાહેર કરાશે

હવે બોર્ડના અધિકારીઓ પાસેથી જાણવા મળી રહ્યું છે કે બોર્ડના પરિણામ તૈયાર થઈ ચુક્યા છે. પરંતુ ચૂંટણી હોવાથી પરિણામ મતદાન અગાઉ જાહેર કરવામાં નહીં આવે. મતદાન બાદ જ પરિણામ જાહેર થશે. ચૂંટણી અગાઉ જો બોર્ડનું પરિણામ જાહેર કરી દેવામાં આવે તો વિદ્યાર્થીઓ અને વાલીઓ બહાર ફરવા જાય તો મતદાન ઓછું થાય તેવી શક્યતા છે.

GSHEB RESULTS

GSHEB RESULTS  :   આ વખતે માર્ચમાં લેવાયેલી ગુજરાત બોર્ડની પરીક્ષામાં ધોરણ 10ના 9,17,687 વિદ્યાર્થી જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહના 4,98,279 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 1,32,073 વિદ્યાર્થી પરીક્ષા માટે નોંધાયા છે. આમ ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ મળીને કુલ 14 લાખ જેટલા પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો