Board exam 2026 :#gseb,#studant,#gujratગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓનું વિગતવાર સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. બોર્ડની પરીક્ષાઓ આવનારા વર્ષથી 26 ફેબ્રુઆરી 2026થી શરૂ થશે. આ વર્ષે ગત વર્ષની તુલનાએ પરીક્ષા દસ દિવસ વહેલી શરૂ થવાની છે.

Board exam 2026 :ધોરણ 10ની પરીક્ષાઓ 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ સુધી
ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનો પ્રારંભ **26 ફેબ્રુઆરીએ ગુજરાતી/અંગ્રેજી (પ્રથમ ભાષા)**ના પેપરથી થશે. ત્યારબાદ 28 ફેબ્રુઆરીએ વિજ્ઞાન, 4 માર્ચે સામાજિક વિજ્ઞાન અને 6 માર્ચે બેઝિક ગણિતની પરીક્ષા યોજાશે.9 માર્ચે સ્ટાન્ડર્ડ ગણિત, 11 માર્ચે અંગ્રેજી/ગુજરાતી (દ્વિતીય ભાષા) અને 16 માર્ચે હિન્દી તેમજ સંસ્કૃત વિષયોની પરીક્ષાઓ યોજાશે.

Board exam 2026 :ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ
સાયન્સ પ્રવાહની પરીક્ષાઓ પણ 26 ફેબ્રુઆરી 2026થી શરૂ થશે. પ્રથમ પેપર **ભૌતિક વિજ્ઞાન (Physics)**નું રહેશે, ત્યારબાદ 28 ફેબ્રુઆરીએ રસાયણ વિજ્ઞાન (Chemistry) અને **4 માર્ચે જીવવિજ્ઞાન (Biology)**નું પેપર લેવામાં આવશે.
ત્યારબાદ 6 અને 7 માર્ચે અંગ્રેજી (દ્વિતીય અને પ્રથમ ભાષા), 9 માર્ચે ગણિત, 11 માર્ચે કોમ્પ્યુટર, **12 અને 13 માર્ચે ગુજરાતી (પ્રથમ અને દ્વિતીય ભાષા)**ની પરીક્ષાઓ યોજાશે.

Board exam 2026 :ધોરણ 12 સામાન્ય (કોમર્સ/આર્ટ્સ) પ્રવાહ

સામાન્ય પ્રવાહની પરીક્ષાઓનું પ્રારંભ **26 ફેબ્રુઆરીએ અર્થશાસ્ત્ર (Economics)**થી થશે. ત્યારબાદ 28 ફેબ્રુઆરીએ વાણિજ્ય વ્યવસ્થા, 4 માર્ચે નામાના મૂળતત્વો, 5 માર્ચે મનોવિજ્ઞાન, અને 6 માર્ચે સમાજશાસ્ત્રના પેપર લેવામાં આવશે.
7 માર્ચથી 16 માર્ચ વચ્ચે વિવિધ ભાષા અને વૈકલ્પિક વિષયોની પરીક્ષાઓ યોજાશે, જેમાં આંકડાશાસ્ત્ર, ગુજરાતી, હિન્દી, કોમ્પ્યુટર અને સંસ્કૃત જેવા વિષયોનો સમાવેશ છે.

ઓનલાઇન ફોર્મ ભરતી માટે તારીખો જાહેર
વિદ્યાર્થીઓ 7 નવેમ્બર 2025ના બપોરે 12 વાગ્યાથી લઈને 6 ડિસેમ્બર 2025ની રાત્રે 12 વાગ્યા સુધી બોર્ડની અધિકૃત વેબસાઇટ www.gseb.org પર રેગ્યુલર ફી સાથે ઓનલાઈન ફોર્મ ભરવા શકશે.
બોર્ડનો હેતુ
બોર્ડ અધિકારીઓએ જણાવ્યું છે કે સમયપત્રક વહેલું જાહેર કરવાનો હેતુ વિદ્યાર્થીઓને પૂરતો સમય આપી, તેમની તૈયારી વધુ સુનિયોજિત રીતે કરી શકે તેવો છે.
આ સાથે પરીક્ષાની વ્યવસ્થા અને કેન્દ્રોની પ્રક્રિયા માટે પણ શાળાઓને સૂચનાઓ આપવામાં આવી છે.
વધુ સમાચાર જોવા માટે અહી ક્લિક કરો :
Prahlad Modi : વાજબી ભાવ દુકાનદારોમાં ઉગ્ર નારાજગી સરકારે સમજૂતીનો ભંગ કર્યો.




