હનુમાન જયંતીના પર્વને જન્મોત્સવના રુપે કેમ્પ હનુમાન મંદિરમાં ઉજવણી કરાઇ..હનુમાન દાદા ના પ્રાગટ્ય દિવસની દરેક ભાવિ ભક્તો રંગે ચંગે ઉજવણી કરતા હોય છે તેમજ સુંદરકાંડના પાઠનું પઠન અને મનન દરેક ભાવીભક્તો કરતા હોય છે.વિશેષ કરીને કેમ કેમ્પ હનુમાન મંદિરમાં પણ ખાસ હનુમાન ભક્તોને આસ્થા જોડાયેલી હોય છે.અહીં પણ દર વર્ષેની જેમમાં આ વર્ષે પણ હનુમાન જયંતીના દિવસે હનુમાન દાદાની વિશેષ પૂજા અને કેક કાપીને ઉજવણી કરાઈ છે..સવારે મારુતિ યજ્ઞ અને ધ્વજારોહણ કરીને હનુમાન જયંતીનો પર્વ મનાવવામાં આવતો હોય છે.હનુમાન જયંતી પૂર્વે બુધવારે વિશેષ હનુમાન યાત્રાનો પણ અહીં આયોજન કરાયું. તેમજ ભાવીભક્તો માટે ભંડારાની પણ વ્યવસ્થા હનુમાન મંદિરમાં આવનાર 5 હજારથી વધુ ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો.