ઉત્તરકાશીમાં ભૂકંપના આંચકા અનુભવાયા

0
34

ઉત્તરકાશી, પિથોરાગઢ, ચમોલી અને સહીત ઉત્તરાખંડના અનેક જિલ્લામાં વારંવાર ભૂકંપ આચકા આવે છે.ત્યારે છેલ્લા 1 વર્ષમાં ઉત્તરકાશી જિલ્લામાં રહેતા લોકોએ ઘણીવાર ભૂકંપના આંચકા અનુભવ્યા છે.આ તમામ વિસ્તારોમાં ઉત્તરકાશીને ભૂકંપની દૃષ્ટિએ સૌથી સંવેદનશીલ વિસ્તાર માનવામાં આવે છે. જયારે ગુરુવારે સવારે ઉત્તરકાશી  ભૂકંપના આંચકા અનુભવાયા હતા. માહિતી અનુસાર રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.4 નોંધાઈ હતી. હાલમાં ભૂકંપના જોરદાર આંચકાને પગલે કોઈ જાનહાની કે નુકસાનની માહિતી સામે આવી નથી.પરંતુ ભૂકંપના આંચકાને કારણે લોકો ભયભીત થઈ ઘરની બહાર નીકળી ગયા હતા.