વિશ્વભરમાં છટણીનો દોર ચાલી રહ્યો છે…લોકો નોકરીઓ ગુમવા રહ્યાં છે..જેની સૌથી વધારે અસર ટેક કંપનીઓમાં થઈ રહી છે..વિશ્વભરની ટેક કંપનીઓ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે..આની વચ્ચે ગુગલે એક મહત્વનો નિર્ણ લીધો છે.છટણી બાદ ગૂગલે ખર્ચમાં ઘટાડો કરવાનો વધુ એક નિર્ણય લીધો છે, જેની સીધી અસર કંપનીના કર્મચારીઓ પર પડશે.કંપનીએ કંપનીની કોસ્ટ કટિંગ પ્લાન વિશે જણાવ્યું છે. આ નિર્ણયને ગૂગલના ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર રૂથ પોરાટ અને ગૂગલના વાઈસ પ્રેસિડેન્ટ પ્રભાકર રાઘવને મંજૂરી આપી છે. ગૂગલે કર્મચારીઓને તેમના ખર્ચમાં ઘટાડો કરવા માટે ઉપલબ્ધ કેટલીક સુવિધાઓ ઘટાડવાનો નિર્ણય કર્યો છે. આમાં કિચન અને કાફે સંબંધિત કપાતનો પણ સમાવેશ થાય છે.કર્મચારીઓ અઠવાડિયામાં કેટલાક દિવસ ઓફિસથી અને કેટલાક દિવસ વર્ક ફોર હોમ કરશે. આ સિવાય જે દિવસે ઓફિસમાં કર્મચારીઓની સંખ્યા ઓછી હશે, તે દિવસે ગૂગલના કેફે અને કિચનની સુવિધાઓ બંધ રહેશે.