HomeGujaratGolden Katar Division in Action: રાજોડા ગામમાં ભારતીય સેનાનું ઓપરેશન જારી: એમેઝોન...

Golden Katar Division in Action: રાજોડા ગામમાં ભારતીય સેનાનું ઓપરેશન જારી: એમેઝોન ગોડાઉન પાસેથી ૪૦ કલાકથી ફસાયેલા ૮૨ લોકોનું સફળ રેસ્ક્યૂ

Golden Katar Division in Action: ગુજરાતમાં સર્જાયેલી પૂરની ગંભીર પરિસ્થિતિ વચ્ચે ભારતીય સેના દ્વારા રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચલાવવામાં આવી રહી છે. અમદાવાદ નજીક આવેલા રાજોડા ગામમાં સેનાનું માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત (HADR) અભિયાન રંગ લાવી રહ્યું છે. અમદાવાદ સ્થિત ભારતીય સેનાના ગોલ્ડન કટાર ડિવિઝન દ્વારા શનિવારે રાજોડા ગામમાં આખી રાત અવિરત બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Golden Katar Division in Action: ૪૦ કલાકથી ફસાયેલા નાગરિકોને નવજીવન

Golden Katar Division in Action

ગત રાત્રે ૮:૩૦ વાગ્યાથી શરૂ કરાયેલા આ જોખમી રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન, એમેઝોન ગોડાઉન અને તેની આસપાસની ઇમારતોમાં છેલ્લા ૪૦ કલાકથી પૂરના પાણીમાં ફસાયેલા કુલ ૮૨ નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. સતત વરસી રહેલા વરસાદ અને પાણીના તીવ્ર પ્રવાહ વચ્ચે પણ સેનાના જવાનોએ અદમ્ય સાહસ દાખવીને આ તમામ લોકોને હેમખેમ બહાર લાવ્યા હતા.

Golden Katar Division in Action: રાહત અને તબીબી સહાય

Golden Katar Division in Action

સેના દ્વારા બચાવી લેવાયેલા તમામ અસરગ્રસ્ત નાગરિકોને તાત્કાલિક ધોરણે જરૂરી તબીબી સારવાર આપવામાં આવી રહી છે. આ ઉપરાંત, પૂરના કારણે ખાવા-પીવાની ચીજવસ્તુઓથી વંચિત બનેલા લોકોને ખોરાક, પીવાનું પાણી અને અન્ય જરૂરી રાહત સામગ્રી પણ સેના દ્વારા પહોંચાડવામાં આવી રહી છે.

અધિકારીઓના જણાવ્યા મુજબ, હજુ પણ પૂરગ્રસ્ત વિસ્તારમાં બચાવ કામગીરી ચાલુ છે અને અન્ય કોઈ નાગરિક ફસાયેલા હોય તો તેમને પણ તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવા માટે જવાનો સતત તૈનાત છે. વિકટ પરિસ્થિતિમાં પણ ભારતીય સેનાની આ સરાહનીય કામગીરીએ પૂરગ્રસ્ત લોકો માટે મોટો સહારો પૂરો પાડ્યો છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: અમદાવાદમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, ૨૩-૨૪ જુલાઈએ ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, પશ્ચિમ વિસ્તારમાં આર્મી ઉતારાઈ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments