HomeDeshGold and Silver: તેજી બાદ સોના-ચાંદીમાં કડાકો: જાણો બજારમાં ઉથલ-પાથલનું મુખ્ય કારણ

Gold and Silver: તેજી બાદ સોના-ચાંદીમાં કડાકો: જાણો બજારમાં ઉથલ-પાથલનું મુખ્ય કારણ

Gold and Silver: બુલિયન માર્કેટમાં ગઈકાલના જબરદસ્ત ઉછાળા બાદ આજે ઉપલી સપાટીએથી ભારે નફાવસૂલી જોવા મળી છે. તેના કારણે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. અમેરિકાના નોન-ફાર્મ પેરોલ્સ એટલે કે રોજગાર આંકડાના અહેવાલ પહેલાં વૈશ્વિક રોકાણકારોએ સાવચેતીભર્યું વલણ અપનાવ્યું છે.

આ રોજગાર આંકડાથી અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા આગામી સમયમાં વ્યાજદરમાં કેવા ફેરફાર થઈ શકે તેના સંકેતો મળવાની શક્યતા છે. આ જ કારણોસર વૈશ્વિક બુલિયન બજારમાં અસ્થિરતા વધી છે.

Gold and Silver: સોનામાં ₹780નો ઘટાડો

Gold and Silver

ગઈકાલની તેજી બાદ આજે એમસીએક્સ પર સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. સોનું 0.50 ટકા ઘટીને આશરે ₹1,54,995 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થયું હતું. અગાઉના સત્રમાં સોનું ₹1,55,775 પર બંધ થયું હતું. એટલે આજે તેમાં આશરે ₹780નો ઘટાડો નોંધાયો છે.

Gold and Silver: ચાંદીમાં ₹1,775નો કડાકો

Gold and Silver

ચાંદીમાં પણ ભારે નફાવસૂલી જોવા મળી છે. એમસીએક્સ પર ચાંદી 0.73 ટકા ઘટીને આશરે ₹2,40,574 પ્રતિ કિલો પર આવી છે. અગાઉના સત્રમાં ચાંદી ₹2,42,349 પર બંધ થઈ હતી. આમ ચાંદીમાં આશરે ₹1,775નો ઘટાડો નોંધાયો છે.

Gold and Silver: અમેરિકાના રોજગાર આંકડા પર બજારની નજર

Gold and Silver

હાલ વૈશ્વિક રોકાણકારોની નજર અમેરિકાના રોજગાર આંકડા પર છે. આ આંકડા મજબૂત કે નબળા રહે છે તેના આધારે અમેરિકી ફેડરલ રિઝર્વની વ્યાજદર નીતિ અંગે બજારમાં નવી ધારણા બની શકે છે. તેની સીધી અસર સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓ પર જોવા મળી શકે છે.

નફાવસૂલી બની ઘટાડાનું મુખ્ય કારણ

તાજેતરમાં સોના અને ચાંદીના ભાવમાં ઝડપી તેજી જોવા મળ્યા બાદ રોકાણકારોએ ઉપલી સપાટીએ નફો બુક કરવાનું શરૂ કર્યું છે. આ નફાવસૂલી હાલના ઘટાડાનું મુખ્ય કારણ માનવામાં આવી રહી છે. આગામી દિવસોમાં કિંમતી ધાતુઓની ચાલ અમેરિકાના આર્થિક આંકડા અને વૈશ્વિક બજારના સંકેતો પર નિર્ભર રહેશે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: સરકારી કર્મચારીઓના સોશિયલ મીડિયા ઉપયોગ પર કડક નજર: રીલ્સ-વીડિયો અને જાહેર મંતવ્યો માટે આવી શકે નવી આચારસંહિતા

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments