સમગ્ર દેશમાં બકરી ઈદની ઉજવણી

0
86
Goat Eid celebration in the country
Goat Eid celebration in the country

તાજ મહેલ પરિસરસમાં ઇદની નમાઝ અદા કરવામાં આવી

પોલીસ દેશભરમાં એલર્ટ

સમગ્ર દેશમાં બકરી ઈદની ઉજવણી થઈ રહી છે. મુસ્લિમ બિરાદરો બકરા ઇદની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે તાજમહેલ પરિસરમાં બકરા ઇદની નમાઝ અદા કરાઇ હતી, સ્થાનિક આગેવાનોએ જણાવ્યુ હતું કે નમાજ અદા કરીને દેશમાં શાંતિ અને સૌહાર્દ રહે તે માટે દુઆ માંગવામા આવી હતી, સાથે લોકોએ એક બીજાને ગળે લગાવીને વધાઇઓ આપી હતી, ત્રણ દિવસ સુધી કુર્બાની થશે,ત્યારે પોલીસ દેશભરમાં કોઇ પણ સ્થળે માહલો ન બગડે, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે એલર્ટ મોડ ઉપર છે, 

સમગ્ર દેશમાં ઈદ ઉલ અઝહાની ઉજવણી

વડાપ્રધાન મોદીએ પાઠવી શુભેચ્છા

કુવૈતના શાસકો અને લોકોને પાઠવી શુભકામના

બકરી ઈદની ઉજવણી થઈ રહી છે.ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કુવૈતના શાસકો અને કુવૈતના લોકોને ઈદ ઉલ અઝહા એટલે બકારા ઈદની શુભચ્છાઓ પાઠવી  હતી. પોતાના અંગત પત્રમાં પીએમ મોદીએ કહ્યું કે ઈદ ઉલ અદહાનો પવિત્ર તહેવાર ભારતમાં લાખો મુસ્લિમો દ્વારા ઉજવવામાં આવે છે. તે આપણને બલિદાન, કરુણા, ભાઈચારાની યાદ અપાવે છે જે શાંતિપૂર્ણ અને સર્વસમાવેશક વિશ્વ બનાવવા માટે જરૂરી છે જે આપણે બનવાની ઈચ્છા રાખીએ છીએ.પીએમ મોદીએ બુધવારે પણ તેમના બાંગ્લાદેશી સમકક્ષ શેખ હસીનાને ઈદ ઉલ અઝહા પર શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું કે આ તહેવાર ભારત અને બાંગ્લાદેશના લોકોને નજીક લાવશે.ઈદ ઉલ અઝહા બલિદાનનો તહેવાર માનવામાં આવે છે. આ તહેવાર વિશ્વભરના મુસ્લિમો માટે નોંધપાત્ર ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.

ભારત-બાંગ્લાદેશ સરહદ પર ઇદની ઉજવણી

બંને દેશના સૈનિકોએ એકબીજાને મીઠાઈ ખવડાવી

BSFની 176 બટાલિયને ફુલબારી ભારત-બાંગ્લાદેશ સરહદ પર તેના 18 બોર્ડર ગાર્ડિંગ ફોર્સ  સમકક્ષ સાથે મીઠાઈની આપ-લે કરી. આ દરમિયાન બંને દેશના સૈનિકોએ એકબીજાને મીઠાઈ ખવડાવી અને એકબીજાને ગળે પણ લગાવ્યા. તેમજ ઈદની શુભકામના પાઠવી હતી. આ પ્રસંગે કેટલાક રહેવાસીઓ પણ જોવા મળ્યા હતા, જેમના ચહેરા પર ઈદને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

વાંચો અહીં ગેસ સિલિન્ડર ભરેલા વાહનમાં આગ