GMC : આજ રોજ ગાંધીનગર મહાનગરપાલિકા કોગ્રેસમુક્ત બની છે. ગાંધીનગર કોર્પોરેશનમાં ભાજપમાં 41 કોર્પોરેટરો અને કોગ્રેસના 2 કોર્પોરેટરો હતા, જોકે હવે 2 કોર્પોરેટરોએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેતા ગાંધીનગર કોગ્રેસ મનપામાં એક પણ કોર્પોરેટર નહી રહે.
GMC : ચૂંટણીની સિઝન નજીક આવતા એક પક્ષમાંથી બીજા પક્ષમાં જોડાવાની મૌસમ ખિલી રહી છે,ત્યારે ગાંધીનગર કોર્પોરેશનમાં ભાજપના 41 કોર્પોરેટરો તો કોગ્રેસના 2 કોર્પોરેટરો છે,ભાજપની કામગીરીથી પ્રેરિત થઈને આ બે કોર્પોરેટરો હવે કોગ્રેસનો હાથછોડીને ભાજપમાં જોડાવા જઈ રહ્યાં છે.
GMC : એક સમયે ગાંધીનગર મનપામાં હતું કોંગ્રેસનું રાજ
GMC : ટૂંક જ સમયમાં ગાંધીનગર મનપા કોગ્રેસ મુક્ત બનશે. કોગ્રેસના બે કોર્પોરેટરો અંકિત બારોટ, ગજેન્દ્રસિંહ વાઘેલા આવતીકાલે ભાજપમાં જોડાશે.આ બન્ને કોર્પોરેટરોએ કોગ્રેસ પક્ષમાંથી કોર્પોરેટર તરીકે રાજીનામું આપી દીધુ છે.થોડા દિવસ અગાઉ અંકિત બારોટે સી.આર.પાટીલ સાથે મુલાકાત કરી હતી તે મુલાકાત દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો છે,હાલ ગાંધીનગર મનપાની સ્થિતિની વાત કરીએ તો ભાજપમાં 41 કોર્પોરેટરો અને કોગ્રેસના 2 કોર્પોરેટરો એટલે કે હવે 2 કોર્પોરેટરો ભાજપમાં જોડાશે એટલે ગાંધીનગર કોગ્રેસ મનપામાં એક પણ કોર્પોરેટર નહી રહે.
GMC : અંકિત બારોટે કહ્યું હતું કે વોર્ડના વિકાસના કાર્યોને વેગ મળે તે માટે રાજીનામું આપ્યું છે. કોંગ્રેસના કોર્પોરેટર અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહ વાઘેલા શુક્રવારે ભાજપમાં જોડાશે. આ બંન્ને કોર્પોરેટર સહિત અન્ય કોંગ્રેસી કાર્યકરોને આવકારવા ગાંધીનગરના પાર્ટી પ્લોટમાં કાર્યક્રમનું આયોજન થશે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો